________________
દેશનાચિંતામણિ ]
વિપુલમતિ અને ઋજુમતિ મન:પર્યવજ્ઞાનીમાંથી કોણ અવશ્ય કેવલી બને તે જણાવી રોગનું સ્વરૂપ જણાવે છે – અપ્રતિપાતિ વિપુલમતિ મન:પર્યવી કેવલી બને.
- ગાજુમતિ મન:પર્યવે કેવલતણી ભજના અને; યોગ પંદર ભવ્ય નરની અપેક્ષાએ જાણવા,
ભવ્ય સ્ત્રીની અપેક્ષાએ તેર વેગે જાણવા. સ્પષ્ટાર્થ–પ્રશ્ન –વિપુલમતિ મન:પર્યવ જ્ઞાન કેટલી વાર ઉત્પન્ન થાય?
ઉત્તર:–સંજ્ઞી પંચેન્દ્રિયના મનોગત ભાવને જે જ્ઞાનથી જાણી શકાય તે મનઃપર્યવ જ્ઞાનના બે પ્રકાર છે –૧ ઋજુમતિ મન:પર્યવ જ્ઞાન, જેનાથી મનના ભાવ સામાન્ય પણે એટલે થોડા પર્યાયે પૂર્વક જાણી શકાય છે. ૨ વિપુલમતિ મન:પર્યવ જ્ઞાન, જેનાથી મનના ભાવ વિશેષ પર્યાયે સહિત જાણી શકાય છે. આમાંથી જે અપ્રતિમાની વિપુલમતિ મન:પર્યવજ્ઞાની છે તે અવશ્ય કેવલજ્ઞાન પામે છે. કારણ કે આ વિપુલમતિ મન:પર્યવ. જ્ઞાન અપ્રતિપાતી એટલે કેવલજ્ઞાન થાય ત્યાં સુધી અવશ્ય રહેનારૂં છે. જે આવ્યા પછી ચાલ્યું જાય તે પ્રતિપાતી કહેવાય. જુમતિ મન:પર્યવ જ્ઞાન થયા પછી ચાલ્યું પણ જાય છે તેથી તેને પ્રતિપાતી કહેલું છે. વિપુલમતિ મન:પર્યવ જ્ઞાની કેવલજ્ઞાન પામીને અવશ્ય તેજ ભવમાં મોક્ષે જાય છે. કારણ કે તે ભવમાં મેક્ષે જનારને જ આ વિપુલમતિ મન:પર્યવ જ્ઞાન થાય છે. અને ઋજુમતિ મન:પર્યવ જ્ઞાનને વિષે કેવલજ્ઞાનની ભજના જાણવી એટલે ઋજુમતિ મનઃપર્યવવાળાને તે ભવમાં કેવલજ્ઞાન થાય અને ન પણ થાય. એટલે ત્રાજુમતિ આવેલું ચાલ્યું પણ જાય છે. (૨૯)
પ્રકન –-ભવ્ય પુરૂષ અને ભવ્ય સ્ત્રીને સરખા યોગ હેય કે એક વત્તા?
ઉત્તર ––ચાર મનના મેગ, ચાર વચનના યુગ અને સાત કાયાના ચેગ એમ કુલ ૧૫ યુગ કહેલા છે. આ પંદરે ગ ભવ્ય પુરૂષની અપેક્ષાએ જાણવા. કારણ કે આહારક
ગ અને આહારક મિશ્ર ગ ચૌદ પૂર્વધર મુનિરાજને હોય છે અને તે અવશ્ય ભવ્ય હોય છે. તેમજ ભવ્ય સ્ત્રીને ઉપર કહેલા આહારકના બે પેગ વિના ૧૩ યોગ હોય છે, કારણ કે સ્ત્રીને ચૌદ પૂર્વ ભણવાને નિષેધ છે, અને ચૌદ પૂવી વિના આહારક લબ્ધિ હોતી નથી, માટે સ્ત્રીને તેર યોગે કહા છે. ૭૬
આહારકલબ્ધિ કેને હોય છે અને આહારકલબ્ધિ કયારે કરે તે બે ગાથામાં જણાવે છે – આહારક તનુકરણ કરી યોગ્યતા નહિ તેહની.
લબ્ધિ આહારક તણી ના ચગ્યતા ત્યાં પુરૂષની;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org