________________
કેશનચિંતામણ ] કહેવાય છે, આ જીવનું મિશ્રદષ્ટિ ગુણસ્થાનક જાણવું. આ ગુણસ્થાનક ચડતાં તથા પડતાં આવે છે. આવા મિશ્ર પરિણામ અંતર્મુહૂર્ત સુધી જ રહે છે, તેથી આ ગુણસ્થાનકને કાલ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત પ્રમાણુ કહ્યો છે.
૪. અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક –જે જીવને જિનેશ્વર ભગવંતના વચન ઉપર શ્રદ્ધા હોય એટલે જિનેશ્વર ભગવંતના વચન કદાપિ બેટાં ન જ હોય એવી દૃઢ આસ્થા હોય તે જીવ સમકિતી જાણવે. આ ગુણસ્થાનકમાં સમકિતવંતા જ ત્રણ પ્રકારના હોય છે—૧ ઉપશમ સમકિતી, ૨ પશમ સમકિતી, ૩ ક્ષાયિક સમકિતી.
જ્યાં આ ત્રણ સમકિતમાંથી ગમે તે એક સમકિત હોય પણ કેઈ જાતની વિરતિ એટલે દેશ વિરતિ આદિ હોય નહિ તે અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક શું કહેલું છે. આ ગુણસ્થાનકને જઘન્યથી અંતર્મુહૂર્તને કાલ અને ઉત્કૃષ્ટથી ૩૩ સાગરેપમથી અધિક કાલ જાણ.
પ. દેશવિરતિ ગુણસ્થાનક –ઉપર કહેલા ત્રણ પ્રકારના સમક્તિમાંથી કોઈ એક સમ્યકત્વ હોય અને સાથે દેશથી એટલે અંશે વિરતિ અથવા હિંસાદિને ત્યાગ હોય તે દેશવિરતિ ગુણસ્થાનક પાંચમું જાણવું. જઘન્યથી એક બે ત્રણ વગેરે વ્રતો અને ઉત્કૃષ્ટથી બાર વ્રતને ધારણ કરનારા દેશવિરતિ શ્રાવકે આ ગુણસ્થાનકે વર્તતા હોય છે. આ ગુણસ્થા. નકને જઘન્ય કાળ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશે ઊણી પૂર્વ કેડી વર્ષ પ્રમાણ જાણ.
૬. પ્રમત્ત સંયત ગુણસ્થાનક–જ્યાં સર્વ વિરતિ રહેલી છે પરંતુ સાથે પ્રમાદ ભાવ રહેલો છે એવા સાધુ મુનિરાજને પ્રમત્ત સંયત ગુણસ્થાનક જાણવું. આ ગુણસ્થાનકમાં પાંચ મહાવ્રતાદિની આરાધના રૂપ સર્વ વિરતિ હેાય છે. દેશવિરતિની અપેક્ષાએ આ ગુણસ્થાનકવાળાની વિશુદ્ધિ અનંતગુણ અધિક છે અને સાતમા અપ્રમત્ત સંવતની અપેક્ષાએ વિશુદ્ધિ અનંતગુણહીન છે. આ ગુણસ્થાનકને કાલ જઘન્યથી ૧ સમયને અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત પ્રમાણ જાણ.
૭ અપ્રમત્ત સંયત ગુણસ્થાનક–આ ગુણસ્થાનકમાં પણ પાંચ મહાવ્રતાદિની આરાધના રૂપ સર્વવિરતિ હોય છે. પરંતુ અહીં અપ્રમત્ત દશા હોવાથી આ ગુણસ્થાનકનું નામ અપ્રમત્ત સંયત ગુણસ્થાનક છે. આ ગુણસ્થાનકને કાલ પણ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત પ્રમાણ જાણ. એ પ્રમાણે છઠ્ઠા અને સાતમાને જુદે જુદે કાલ કર્યો, પરંતુ બંને ગુણસ્થાનકો ભેગે ઉત્કૃષ્ટ કાળ દેશે ઊણી પૂર્વકડી વર્ષ પ્રમાણ જાણ. કારણ કે છઠે ગુણસ્થાને અંતમુહૂર્ત રહીને પછી અવશ્ય સાતમે આવે. ત્યાં અંતમુહૂર્ત રહીને ફરીથી છઠે આવે, એમ આ બે ગુણસ્થાનકની પરાવૃત્તિ (જવું; આવવું) ચાલ્યા કરે છે.
૮. અપૂર્વકરણ ગુણસ્થાનક ચેથાથી સાતમા સુધીના ચાર ગુણસ્થાનકોમાં પૂર્વે કહેલા ત્રણ પ્રકારના સમકિત હોય છે, પરંતુ આ ગુણસ્થાનકમાં ક્ષયોપશમ સમકિત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org