________________
પ૦
[ શ્રીવિજયપધસૂરિકૃતયના ઉદયને રોકી શકે છે, ત્યારે તે આગળના ગુણસ્થાનમાં આગળ વધી શકે છે. આ ગુણસ્થાનકને કાળ અપેક્ષા ભેદે ત્રણ રીતે કહેલો છે. ૧ અનાદિ અનંત કાલ, ૨ અનાદિ સાંત કાલ, ૩ સાદિ સાંત કાલ. તેમાં પ્રથમને અનાદિ અનંત કાલ અભવ્ય જીની અપેક્ષાએ જાણ. આ છ અનાદિ કાલથી મિથ્યાદષ્ટિ ગુણસ્થાનમાં રહેલા છે. અને તેઓને કઈ દિવસ સમતિ થવાનું નથી તેથી હંમેશાં આ ગુણસ્થામકમાં રહેવાના હેવાથી તેમની અપે ક્ષાએ અનાદિ અનંત કાળ જાણવે. ૨ અનાદિ સાંત કાલ ભવ્ય જીને આશ્રી જાણવે, કારણ કે ભવ્ય છે પણ અનાદિ કાળથી મિથ્યાત્વ ગુણસ્થાનકમાં રહેલા છે પરંતુ આ ભવ્ય જેમાં મોક્ષે જવાની યોગ્યતા હોવાથી જ્યારે તેઓને સમકિત થાય છે ત્યારે મિથ્યાત્વને અંત આવે છે, તેથી અનાદિ સાંત કાળ કહ્યો. ૩ ત્રીજે સાદિ સાંત કાલ સમક્તિથી પડીને મિથ્યાત્વે આવેલા ભવ્ય જીવોને આશ્રીને જાણવો, અનાદિ અનંત તથા અનાદિ સાંત ભાંગામાં કાળની ગણતરી થઈ શકતી નથી, કારણ કે અનાદિ અનંત અને અનાદિ સાંત ભાંગામાં શરૂઆતમાં આવેલા અનાદિ પદ વડે આદિ નહિ હોવાથી અને તે કાલ જાણ. પરંતુ ત્રીજા સાદિ સાંત ભાંગામાં કાળની ગણતરી થઈ શકે છે માટે તેને જઘ ન્યકાળ અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ કાળ દેશના અર્ધ પુદ્ગલ પરાવર્ત જાણવો. તેમાં જઇ ન્યથી અંતર્મુહૂતને કાળ આ પ્રમાણે ઘટી શકે-જે જીવ સમકિતથી પડીને મિથ્યાત્વે આવ્યું તે એછામાં ઓછું એક અંતમુહૂત મિથ્યા રહીને ફરીથી પરિણામ વિશુદ્ધ થવાથી સમ્યકત્વને પામે છે. એમ મિથ્યાત્વને જઘન્ય કાલ અંતર્મુહૂર્ત જાણુ. તથા તે સમકિતથી પડીને મિથ્યા આવેલે જીવ બહુ આરંભાદિકમાં આસકત થાય તે વધુ માં વધુ દેશના અર્ધ પુદ્ગલ પરાવર્ત સુધી મિથ્યાત્વે રહીને ફરીથી અવશ્ય સમકિતને પામે છે, તે અપેક્ષાએ ઉત્કૃષ્ટ કાળ જાણવે.
૨. સાસ્વાદન સમતિદષ્ટિ ગુણસ્થાનક આ ગુણસ્થાનક પથમિકસમ્યકત્વથી પડતાં જ આવે છે. ઉપશમ સમકિત પામેલે જીવ તે સમકિતમાં અંત મુહૂર્ત રહે છે. તે અંતર્મુહૂર્તમાં વધુમાં વધુ છ (૬) આવલિ અને જઘન્યથી એક સમય બાકી રહે તે વખતે કેઈક જીવને અનંતાનુબંધી કષાયને ઉદય થાય ત્યારે તેને સાસ્વાદન સમકિતી કહેવાય છે. અહીં જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી જ આવલિ રહીને પછી મિથ્યાત્વ મેહનીયને ઉદય થવાથી તે જીવ મિથ્યાત્વેજ જાય છે. જેમ ખીર ખાનાર છવને વમન થતાં તે ખીરને આસ્વાદ રહે છે તેમ ઉપશમ સમકિતને વમતાં હજી તે જીવને સમકિતને સ્વદ રહેલે હોવાથી આ ગુણસ્થાનકને સાસ્વાદન સમતિ દષ્ટિ ગુણસ્થાનક કહેલું છે.
૩ મિશ્રદષ્ટિ ગુણસ્થાનક --જ્યાં જિનેશ્વરનાં વચન ઉપર રાગ પણ નથી અને દ્વિષ પણ નથી એવા મિશ્ર પરિણામમાં જીવ વર્તતે હેય ત્યારે તેને મિશ્રદષ્ટિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org