________________
૮૧
૪૮ :
[ શ્રીવિજયપધસૂરિકૃતલાગે, તે લબ્ધિ ક્ષીરમધુસર્ષિાશ્રવલબ્ધિ કહેવાય. ૨૩ આહારક લબ્ધિ એટલે જે લબ્ધિના પ્રભાવથી આહારક શરીર બનાવી શકાય તેવી લબ્ધિ. ૨૪ અક્ષણ મહાનસી લબ્ધિ એટલે જે લબ્ધિના પ્રભાવથી વહેરી લાવેલે આહાર ગમે તેટલા સાધુઓને જમાડે પરંતુ પિતે વાપરે નહિ ત્યાં સુધી ખૂટે નહિ તેવી લબ્ધિ. ૨૫ પુલાક લબ્ધિ એટલે જે લબ્ધિથી જિનશાસનની પ્રભાવના તથા સંઘરક્ષાદિ નિમિત્ત ચક્રવત્તિના સૈન્યને પણ હરાવી શકાય ૨૬ વૈક્રિયલબ્ધિ—જે લબ્ધિથી નાનું, મોટું, દશ્ય અદશ્ય, જલચર, સ્થલચર, ખેચર વગેરે વિવિધ પ્રકારનું શરીર બનાવી શકાય તે વૈક્રિયલબ્ધિ કહેવાય. ૮૦ તેઉલેસા૨૭ શીતલેશ્યા ભવ્ય નરને સર્વ એ,
દશ ન હોવે તેમાંની તિણ અઢાર વિચારીએ; અરિહંત ચકી પૂર્વધર ગણધર તથા બલદેવને,
સંભિન્નશ્રેતે લબ્ધિ આહારક દુવિહ ચારણ અને
સ્પષ્ટાર્થ –૨૭ તેને વેશ્યા લબ્ધિ –જે લબ્ધિના બલ વડે સામાને બાળી નાખે તેવી અગ્નિ શરીરમાંથી પ્રગટ થાય છે. ૨૮ શીત લેશ્યા લબ્ધિ એટલે જે લેક્ષાથી સામાને શીતળતા પ્રાપ્ત થાય તેવી લબ્ધિ. એમ આ ૨૮ પ્રકારની લબ્ધિઓ ભવ્ય છેમાંજ હોય છે. એ પ્રમાણે ૨૮ લબ્ધિઓનું ટુંકમાં સ્વરૂપ જણાવ્યું. આ લબ્ધિઓમાંથી દશ લબ્ધિઓ ભવ્ય નારીને હતી નથી, તે આ પ્રમાણે જાણવી –૧ અરિહંત લબ્ધિ એટલે તીર્થંકર પદવીની પ્રાપ્તિ સ્ત્રીને થાય નહિ અહીં આ વીશીમાં ૧૯મા તીર્થંકર મલ્લીનાથ સ્ત્રીવેદે ઉત્પન્ન થયા તે આશ્ચર્ય રૂપ જાણવું. ૨ ચક્રવર્તી લબ્ધિ, ૩ ચૌદ પૂર્વ ધર લબ્ધિ, ૪ ગણધર લબ્ધિ, ૫ બેલદેવ લબ્ધિ, ૬ સંભિ-નશ્રોતે લબ્ધિ, ૭ આહારક લબ્ધિ, ૮ મી બે પ્રકારની ચારણુ લબ્ધિ એટલે વિદ્યા ચારણ લબ્ધિ અને જંઘા ચારણ લબ્ધિ , ૮૧
સ્ત્રીને વિષે દશ લબ્ધિઓ હતી નથી તે જણાવી ચારે આયુષ્ય કેણ બાંધે અને કેણ ન બાંધે તે કારણ સહિત બે કલાકમાં જણાવે છેવાસુદેવ પુલાક દશ એ ભવ્ય નાર ન પામતી,
તેથી ન આહારક બનાવે લબ્ધિથી રચના થતી; આયુ નર તિર્યંચનું બંધાય ત્યારે ગતિ વિષે,
પણ સુરાયુ નરક આયુ નરગતિ તિરિગતિ વિષે.
સ્પષ્ટાર્થ–નવમી વાસુદેવ લબ્ધિ અને દશમી પુલાક લબ્ધિ. એમ દશ લબ્ધિઓ સ્ત્રીઓને હેય નહિ. તેથી બાકીની ૧૮ લબ્ધિઓ ભવ્ય સ્ત્રીને વિષે હોય છે. આ દશ લબ્ધિમાં આહારક લબ્ધિ ગણાવી છે અને આહારક લબ્ધિ વડે આહારક શરીર બનાવે
८२
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org