________________
શ્રીવિજ્યપધસૂરિતલબ્ધિ અાવીશમાંથી આઠ દસ તેને કહી,
નિષિદ્ધ દશમાં લબ્ધિ આહારક તણું પણ છે કહી. જાસ લબ્ધિ ચૌદપૂવી નિશ્ચયે તે જાણીએ,
ચૌદપૂર્વ સર્વ આહારક કરે ઈમ ના બને; આહારક તનુ ના બનાવે હેતુ વિણ લબ્ધિ છતાં,
જિનાદ્ધિ દર્શન આદિ કારણથીજ તેહ બનાવતા. ૭૮
સ્પષ્ટાથે છેતેરમા સ્લેકમાં જણાવેલ ૧૩ ગોનું રહસ્ય એ છે કે-આહારક શરીર કરવાની યોગ્યતા સ્ત્રીને નથી, કારણ કે ચૌદ પૂર્વધરને આ આહારક લબ્ધિ પ્રાપ્ત થાય છે અને સ્ત્રીને ચૌદ પૂર્વના અભ્યાસને શાસ્ત્રમાં નિષેધ છે. આહારક શરીર અને ત્યારે શરૂઆતમાં આહારક મિશ્ર યોગ અને તેની પર્યાપ્તિઓ પૂરી થાય ત્યારે આહારક યોગ હોય છે. માટે સ્ત્રીને આ બે યોગને નિષેધ હોવાથી બાકીના તેર યોગ હોય છે. બધી થઈને અઠ્ઠાવીસ મટી લબ્ધિઓ કહેલી છે. તેમાંથી સ્ત્રીને અઢાર લબ્ધિઓ હોય છે. બાકીની દસ લબ્ધિઓને સ્ત્રીઓને વિષે નિષેધ કહે છે, તેમાં આહારક લબ્ધિને પણ નિષેધ કહ્યો છે. જેને આ આહારક લબ્ધિ હોય તે નિશ્ચ ચૌદ પૂર્વધર જાણવા, પરંતુ જેટલા ચૌદ પૂર્વી હોય તે બધા આહારક શરીર કરે એવું બનતું નથી, કારણ કે તેઓ આહારક લબ્ધિ હોવા છતાં પણ કારણ વિના આહારક શરીર બનાવતા નથી. પરંતુ ચૌદ પૂવીઓ પણ જ્યારે તીર્થકરની ઋદ્ધિ જોવાની ઈચ્છા થાય ત્યારે અથવા કોઈ સૂક્ષ્મ સંશય પૂછવાની ઈચ્છા થાય ત્યારે એક હાથ પ્રમાણે આહારક શરીર બનાવીને તીર્થકર પાસે જાય છે. અને આ કાર્ય એક અન્તર્મુહૂર્તમાં જ પૂર્ણ કરીને પાછા આવે છે. ૭૭-૭૮
હવે ત્રણ સ્લેકમાં ૨૮ લબ્ધિઓ જણાવે છે – આ પ્રસંગે લબ્ધિ અટ્રાવસ છમ અવધારિએ,
સષધિ જલ્લૌષધિ વિમુડૌષધિ સંભારીએ, ખેલ આમષષધિ સંભિન્નશ્રોતે અવધિને,
વિપુલ જુમતિ લબ્ધિ ગણધર° લબ્ધિ કેવલ લબ્ધિને ૭૯ સ્પાર્થ –અહીંઆ લબ્ધિને પ્રસંગ હોવાથી ૨૮ લબ્ધિઓ આ પ્રમાણે જાણવી – ૧ સવૌષધિ લબ્ધિ એટલે તપના પ્રભાવથી જે મુનિરાજના મસ શ્લેષ્મ વગેરેના સ્પર્શ થી અથવા ઉપગથી દરેક પ્રકારના રોગાદિ નાશ પામે એવી લબ્ધિ. ૨ જલ્લૌષધિજલ્લ એટલે દેહને મેલ, તેના સ્પર્શથી રોગાદિ નાશ પામે તેવી લબ્ધિ. ૩ વિપુડૌષધિ -વિમડ એટલે મલ, તેમના મૂત્રાદિકના સ્પર્શથી રોગાદિનાશ પામે તેવી લબ્ધિ. ૪ ખેલૌષધિખેલ એટલે કફ તેના સ્પર્શથી રોગાદિ નાશ પામે તેવી લબ્ધિ. ૫ આમ ષધિ-આમળું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org