________________
( શ્રીવિજયપધસૂરિકૃતસમ્યકત્વ હોયજ નહિ, તથા સાધમિક એટલે જૈન ધર્મને પાલનારા છે. તેમનું વાત્સલ્ય કરવામાં રતા એટલે આસક્ત જીવે (૩૩) ભવ્ય જ હોય છે, અભવ્ય હેતા નથી. અહીં દષ્ટાંત તરીકે ભરત ચક્રવત્તી, શ્રીસંભવનાથ તીર્થકર વગેરે સમજવા. તેમણે બહુ માનપૂર્વક સાધર્મિક બંધુઓની સાત્વિકી ભક્તિ કરી હતી. તેનું ફલ મુક્તિપદ–તીર્થકરપણું વગેરે જાણવું. ૭૪ જિનબિંબ પૃથ્વીકાય આદિક ૪ પારમાર્થિક સદગુણી,૩૫
પાલનાર દયા સ્વરૂપ અનુબંધ હેતુ પ્રકારની; ક્ષીણ કષાય વિરાગ અંતિમ ત્રણ ગુણસ્થાનક વિષે, બંધ શાતા શુકલ લેશ્યા સગિ કેવલિ વિષે.
૭૫ સ્પષ્ટાથ–પૃથ્વીકાય આદિક એટલે પૃથ્વીકાય, વનસ્પતિકાય વગેરે–જેમાંથી જિનબિંબ એટલે જિનેશ્વરની પ્રતિમા બનાવવામાં આવે તેવા પૃથ્વીકાયાદિ સ્વરૂપને ધારણ કરનાર જે ભવ્ય જ હોય છે. (૩૪) પારમાર્થિક સગુણી (૩૫) એટલે મુક્તિપદને દેનારા સદ્ગુણેને ધારણ કરનારા જે ભવ્ય જ હોય. અહીં શીલ, સમતા સંયમ, વિનય, વિવેક, નમ્રતા, સરલતા, સાદાઈ, સંતોષ વગેરે ઉત્તમ ગુણે જાણવા. તથા સ્વરૂપ દયા, અનુબંધ દયા અને હેતુ દયા એમ ત્રણ પ્રકારની દયા (૩૬) પાલનારા જીવો ભવ્યજ જાણવા. અભવ્યને આવી દયા હેતી નથી. તથા ક્ષીણ કષાય વિરાગ (૩૭) એટલે મેહનીય કમને સર્વથા ક્ષય થવાથી પ્રાપ્ત થએલી વીતરાગ દશા. આ અવસ્થા છેલ્લા ત્રણ (૧૨-૧૩-૧૪મા) ગુણસ્થાનકમાં હોય છે, તેથી ભવ્ય જીવોજ આ અવસ્થા પામે છે, અભવ્યને આ અવસ્થા કદાપિ પ્રાપ્ત થતી નથી. એ પ્રમાણે અભવ્ય જીવો જે ૩૭ વાનાં પામતા નથી તેનું વર્ણન અહીં પુરૂં થયું. (ર૬).
પ્રશ્ન-સગી કેવલી ગુણસ્થાનકે કયા કમને બંધ થાય છે ?
ઉત્તર–સગી કેવલી નામના તેરમાં ગુણસ્થાનકને વિષે શાતા વેદનીય કમને જ બંધ હોય છે, પરંતુ બીજા કેઈ કર્મને બંધ હેતું નથી. કારણ કે પેગ હોય ત્યાં સુધી શાતા વેદનીય બંધાય છે, પણ બીજા કર્મોના હેતુઓને અહીં અભાવ હોવાથી બીજા કેઈ કર્મો બંધાતા નથી. (૨૭)
પ્રશ્ન–સગી ગુણસ્થાનકે કેટલી વેશ્યા હોય છે?
ઉત્તર–આ ગુણસ્થાનકમાં એક શુકલ લેશ્યા ઉત્તમ પ્રકારની હોય છે. કારણ કે અહીં અતિ વિશુદ્ધ પરિણામ હોય છે. વેગ હોય ત્યાં સુધી જ લેશ્યા હોય છે. માટે એગ તથા લેશ્યા તેરમા સુધી જ હોય છે. પરંતુ ચોદમે ગુણસ્થાનકે યોગ તથા વેશ્યા હોતા નથી. (૨૮)૭૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org