________________
[ શ્રીવિજયપધસૂરિકૃત(૮) ત્રાયશ્ચિંશક દેવે એટલે ઈન્દ્રોને પૂજનિક ગુરૂસ્થાનીય દેવે () પંદર પ્રકારના પર માધામી છે-કે જેઓ નારકીને અનેક પ્રકારનાં દુઃખ આપે છે. (૧૦) નવા પ્રકારના લેકાંતિક દે કે જેઓને તીર્થકર ભગવતેને દીક્ષાને અવસર જણાવવાને આચાર છે. (૧૧) પૂર્વધર (૧૨) એટલે ચૌદ પૂર્વીપણું પામનારા છે. સંભિન્ન શ્રોતેલબ્ધિને (૧૩) ધારણ કરનાર મુનિવરો. આ લબ્ધિવડે જીવ એક એક ઇન્દ્રિયદ્વારા પાંચે ઈન્દ્રિયોના વિષયને જાણી શકે છે. એટલે એકલી સ્પર્શ ઇન્દ્રિય વડે સ્પર્શને જાણે તે ઉપરાંત સ્વાદને, ગંધને, રૂપને તથા શબ્દને પણ જાણી શકે છે. તેમજ પુલાક નામની (૧૩) લબ્ધિ તથા આહારક નામની (૧૫) લબ્ધિ તથા મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન, આ પાંચ (૧૬) જ્ઞાનની પ્રાપ્તિ. ભવ્ય જીવેજ આ બધી અવસ્થાએ પામી શકે છે. ૭૨ દેનાર દાન સુપાત્રમાં સાધક સમાધિ મરણને,
ચારણ મુનીશ્વર વિવિધ વિદ્યા૧૯ બલ અને અંધા૦ બલે; ગગનગામી ક્ષીરર૧ સપિરાશ્રવા૨ મવાવી,૨૩
વિમાનાધિપદેવ* રને ચૌદપ સિત પાક્ષિકભવી.૬ ૭૩
સ્પષ્ટાર્થ–સુપાત્ર એવા મુનિરાજ, ગણધર, તીર્થકર વગેરેને દાન આપનારા છે ભવ્ય જ હોય છે. (૧૭) સમાધિ મરણને સાધનારા છે (૧૮) એટલે જે છ મરણ વખતે સમાધિપૂર્વક મરણ પામે છે. અભવ્ય જીવેને સમાધિ મરણ હેતું નથી. વિદ્યાચારણ (૧૯) અને જંઘાચારણ (૨૦) આ બે પ્રકારની લબ્ધિવાળા ચારણમુનિ કહેવાય છે. તેમાં વિદ્યાચારણ મુનિએ વિદ્યાના બલ વડે આકાશમાં ઉડીને મેરૂ પર્વત, નંદીશ્વર દ્વીપ વગેરે સ્થળે ગમન કરી શકે છે. જંઘાચારણ મુનિએ જંઘાના બલ વડે આકાશમાં ગમન કરે છે. ક્ષીરસપિરાશવી લબ્ધિ (૨૧-૨૨) જેમના વચનની મીઠાશ ક્ષીર એટલે દૂધ તથા સપિ એટલે ઘી, તેને ઝરનારી એટલે દૂધ ઘીની મીઠાશ જેવી હેય, તે અનુક્રમે ક્ષીરાશ્રવલબ્ધિ અને સપિરાશવી લબ્ધિવાળા મુનિવરે જાણવા. મધ્વાશ્રવી (૨૩) લબ્ધિ, મધુ એટલે મધ તેને ઝરનારી લબ્ધિ તે મધ્વાશ્રવી જાણવી. જેમના વચનમાં મધના જેવી મીઠાશ રહેલી છે. આવા લબ્ધિવત મુનિઓ પણ નિશ્ચયે ભવ્ય જ હોય છે. વિમાનાધિપ દેવ (૨૪) એટલે દેવલોકમાં અનેક વિમાને છે તે વિમાનના અધિપતિપણાની પ્રાપ્તિ ભવ્ય જીવોને જ થાય. ચક્રવર્તીના ચૌદ રત્ન (૨૫) એટલે ચક્રવતીના ચક્રરત્ન વગેરે સાત એકેન્દ્રિય રત્ન તથા શ્રી રત્ન વગેરે સાત પંચેન્દ્રિય રને છે. તે રત્નપણે ભવ્ય જીવ જ ઉત્પન્ન થાય છે તથા જેમને અંતઃકડા. કડી સાગરોપમથી વધારે સંસાર બાકી નથી તેવા શુકલપાક્ષિક જીવો એક વાર સમતિ પામેલા હોવાથી ભવ્ય જ હોય છે. (૨૬) ૭૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org