________________
દેશનાચિંતામણિ ] કર્મનાં ફલ છે ભયંકર ના પ્રમાદે રાચજે,
રાગાદિ કેરી જાલ ઈંડી નિમિત્ત સારા સેવજે; આ કમે ચિરકાલ મુનિવર શુદ્ધ સંયમ પાલતા,
અંત્ય સમયે વ્રતારાદિક ક્રિયા આરાધતા.
સ્પષ્ટાર્થ – હે જીવ! બાંધેલા અશુભ કર્મો જ્યારે ભેગવવાનો વખત આવે છે અથવા અશુભ કર્મને જ્યારે ઉદય થાય છે ત્યારે તે ભયંકર લાગે છે અથવા રોતાં રોતાં ભોગવવાં પડે છે માટે જ કહ્યું છે કે આ જીવ હસતાં હસતાં કર્મને બાધે છે, પરંતુ રોતાં રેતાં તે ભેગવવાં પડે છે. તે વખતે તે ઘણો પસ્તા કરે છે, પણ તેથી તે કર્મનાં અશુભ ફળ ભોગવ્યા સિવાય તેને છુટકારો થતું નથી. તેથી જ હે જીવ! તું બાંધતી વખતે વિચાર કરજે, સાવધાન થજે, કારણ કે તે બાંધ્યા પછી ભગવતી વખતે કોઈ પણ ઉપાય કામમાં આવતો નથી. વળી પાંચ પ્રકારના પ્રમાદ કહેલા છે, તે પ્રમાદમાં તું રાચીશ નહિ એટલે તું પ્રમાદનું સેવન કરીશ નહિ, કારણ કે એ પ્રમાદે જીવને સંસારમાં પડે છે. અને રાગ મહ વગેરેની જાળને તજીને સારા નિમિત્તેનું તું સેવન કરજે. જેમ જાળમાં સપડાએ જીવ ઘણે પ્રયત્ન કરવા છતાં તેમાંથી છૂટી શકતું નથી, પણ કઈક પુણ્યશાલી જીવ જ તે જાળને તેડીને તેમાંથી નીકળી શકે છે, તેવી રીતે આ રાગશ્રેષ રૂપી જાળને તેડીને કોઈક પુણ્યશાળી જીવ જ તેમાંથી બહાર આવી શકે છે. માટે હે જીવ! તું તે રાગદ્વેષની જાળને ત્યાગ કરજે. વળી આ આત્મા નિમિત્તવાસી કહે છે. એટલે જે જીવને સારા નિમિત્તે મળે તે તે ઉચ્ચ અવસ્થામાં ચડે છે અને ખરાબ નિમિત્તે મળે તે તેનું પતન થાય છે, માટે સારા નિમિત્તોનું સેવન કરવું અને ખરાબ નિમિત્તોને ત્યાગ કરે. આવી રીતે શુભ ભાવનાપૂર્વક તે રાજષિ મુનિવરે શુદ્ધ ચારિત્રનું પાલન કર્યું અને અન્ય સમયે એટલે મરણ સમયે ત્રચ્ચારાદિક ક્રિયાની આરાધના કરી. ૧૫
રાજષિએ અન્ય આરાધના કેવી રીતે કરી તે ત્રણ લેકમાં જણાવે છે :ત્રિવિધે ખમાવું સંઘને તેત્રીશ ગુરૂ આશાતના,
જે કરી મેં તે ખાવું જિન ભુવન આશાતના; અરિહંત સિદ્ધ મુનિ દેવ આતમ સાક્ષીએ દેવાદિની,
આશાતના ત્રિવિધ ખમાવું તેમ મૂલ ગુણાદિની.
સ્પષ્ટાર્થ –શ્રી રાજષિ અંત્ય સમયે કહે છે કે હું સાધુ સાધ્વી શ્રાવક અને શ્રાવિકા રૂપી સંઘને ત્રિવિધે એટલે મન વચન અને કાયા વડે ખમાવું છું. એટલે મેં એમને કેઈપણ અપરાધ કર્યો હોય તેની હું માફી માગું છું. વળી ગુરૂ મહારાજ સંબંધી જે તેત્રીશ આશાતનાએ કહેલી છે તેમાંની મેં જે કઈ આશાતના જાણતાં અથવા અજાણતાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org