________________
દેશના ચિંતામણિ ]
પ્રભુના શરીરનું પ્રમાણ જણાવે છે – ઉસેધ અંગુલ ધનુષ અઢીસે આત્મ અંગુલ શત અને,
વીસ તેમ પ્રમાણ અંગુલ સાઠ૫૦ પ્રભુ તનુમાન એ; વિશાલ છાતી જાસ જાણે ક્રીડનઘર લમીતણું, પુણ્ય તેજે દીપતા તીવ્રાભિલાષી ચરણના.
૩૭ T સ્પષ્ટાર્થ –પ્રભુનું શરીર ઉત્સધાંગુલના માપથી અઢીસે ધનુષ્ય પ્રમાણ હતું. (૪૮) ત્રણ પ્રકારના અંગુલ કહેલા છે–૧ ઉલ્લેધાંગુલ, ૨ પ્રમાણુગુલ અને ૩ આત્માંગુલ. તેમાં અનંતા પરમાણુઓને એક વ્યાવહારિક પરમાણુ થાય છે. તે વ્યાવહારિક પર માણુથી આઠ આઠ ગુણાના કમથી અનુક્રમે ઉભેધાંગુલ થાય છે. આ ઉત્સધાંગુલના માપથી પ્રભુનું શરીર અઢીસે ધનુષ્ય પ્રમાણ હતું. ૨૪ ઉત્સધાંગુલને એક હાથ થાય છે અને ચાર હાથને એક ધનુષ્ય થાય છે. ઉત્સધાંગુલ કરતાં પ્રમાણગુલ ચાર ગણું મોટું છે, તેથી અઢીસે ધનુષ્યને ચાર વડે ભાગતાં ૬૦ આંગલ આવે છે. આ રીતે પ્રમાણગુલના માપથી પ્રભુનું શરીર ૬૦ પ્રમાણગુલ પ્રમાણે કહ્યું. આત્માગુલનું ચક્કસ પ્રમાણ નથી, પરંતુ જે જે કાલે જે જે તીર્થકર હેય તેમના આંગલને તે તે કાલે આત્માંશુલ કહેલ છે. તેથી પદ્મપ્રભુના પિતાના આંગલના પ્રમાણથી તેમનું શરીર એકસો વીસ આત્માંડ્યુલ પ્રમાણ જાણવું. દરેક તીર્થકરનું શરીર આત્માગુલના માપથી એકસો વીસ આંગલ પ્રમાણ હોય છે. (૪૯–૧૦) તથા પ્રભુની છાતી ઘણું વિશાલ હતી, તેથી તે લક્ષ્મીને ક્રીડા કરવાના ઘર સમાન જણાતી હતી. વળી પ્રભુ પિતાના પુણ્ય રૂપી તેજ વડે શોભતા હતા અને ચારિત્ર ગ્રહણ કરવાની તીવ્ર ઈચ્છા રાખતા હતા. ૩૭
પ્રભુનું પાણિગ્રહણ તથા રાજ્યાભિષેક જણાવે છે – લોકના અનુવર્તને માતા પિતાના આગ્રહે,
પાણિગ્રહણ કરતાં પ૧ છતાં જલકમલની જેવા રહે; લાખ સાડી સાત પૂરવર કાલ કુંવરપણું તણે, પૂર્ણ હતાં ભૂપ બનતા હેતુ આગ્રહ જનકનો,
૩૮ સ્પષ્ટા – શ્રી પદ્મપ્રભ પ્રભુ તે સંસાર ઉપર વિરાગ્યવાળા હતા તે પણ પ્રજાની ઈચ્છાને માન આપીને તથા માતા પિતાના ઘણા આગ્રહને લીધે તેમણે પાણિ ગ્રહણ એટલે લગ્ન (૫૧) કર્યું. તે પણ જલકમલની પેઠે એટલે જલમાંથી ઉત્પન્ન થયા છતાં જેમ કમલ જલથી નિરાળું રહે છે તેમ સંસારમાં રહ્યા છતાં તેમાં આસક્તિ વિનાના હેવાથી પ્રભુ પણ જલકમલની જેમ રહે છે. પ્રભુના કુંવરપણને કાલ સાડી સાત લાખ પૂર્વને (પર) હતા. ચેરાસી લાખને રાસી લાખ ગુણીએ ત્યારે (૮૪૦૦૦૦૦ ૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org