________________
૨૨
( શ્રીવિજયપદ્વરિતછત્રાભ નીચે કાઉસ્સગે ચિતર સુદ પૂનમ દિને,૦૭
પૂર્વાહ૬ છટુ તપવંત૬૯ કન્યા® રાશિ ચિત્રા ચંદ્રને ૪૩
સ્પષ્ટાર્થ –પ્રભુએ જે સ્થળે પારણું કર્યું ત્યાં સોમદેવે રત્નનું પીઠ બનાવરાવ્યું. ત્યાર પછી પ્રભુ છદ્મસ્થ અવસ્થામાં (૮૧) આર્યભૂમિને વિષે (૮૨) વિચારવા લાગ્યા. એ પ્રમાણે છદ્મસ્થ ભાવે વિચરતાં પ્રભુને છ માસ (૮૩) પસાર થયા ત્યારે શ્રીપદ્મપ્રભ સ્વામી કૌશાંબી નગરીમાં (૮૪) સહસ્ત્રાગ્ર ઉદ્યાનને (૮૫) વિષે પધાર્યા. ત્યાં છત્રાભ (છત્રાકાર) (૮૬) નામના વૃક્ષની નીચે પ્રભુ કાઉસગ્ગ ધ્યાનમાં રહ્યા. તે ચિત્ર મહિનાની પુનમને (૮૭) દિવસ હતું. અને પૂર્વાહ (૮૮) એટલે દિવસના પૂર્વાર્ધને કાલ હતો. તે વખતે પ્રભુને છને (૮૯) તપ હતે. કન્યા નામની (૯૦) રાશિ હતી અને ચંદ્ર ચિત્રા નામના (૯૧) નક્ષત્રમાં આવેલ હતું. ૪૩ વાયુથી જિમ વાદળાં તિમ ઘાતિ કર્મ વિનાશથી,
કેવલી છદ્મસ્થતામાં પ્રમાદ૨ ઉપસર્ગ નથી; સમવસરણે પૂર્વ દ્વારે પેસતા જિમ નાથને,
ઇંદ્ર તિમ ઘે પ્રદક્ષિણ પ્રભુ પ્રવર ચિત્યક્ષને.
સ્પષ્ટાર્થ –હવે કાઉસ ધ્યાનમાં રહેલા શ્રી પદ્મપ્રભ પ્રભુએ ક્ષેપક શ્રેણિ વડે વાયુના વેગથી જેમ વાદળાં વિખરાઈ જાય તેમ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય નામના ચાર ઘાતી કર્મોને ક્ષય કર્યો. અને તે ઘાતી કર્મોના ક્ષય થવાથી પ્રભુને કાલેક પ્રકાશકર કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. જ્યારે પ્રભુ છદ્મસ્થપણામાં વિચરતા હતા ત્યારે તેમણે જરા પણ પ્રમાદ સે નથી. (૯૨) તેમજ તે અવસ્થામાં પ્રભુને ઉપસર્ગો (૩) પણ થયા નથી. પ્રભુને કેવલજ્ઞાન થયું તે વખતે દેએ સમવસરણની રચના કરી. ત્યાર પછી પ્રભુ પૂર્વ દિશા તરફ આવેલા દ્વારમાં પેસીને સમવસરણમાં પ્રવેશ કરે છે અને ઈન્દ્ર મહારાજ જેમ પ્રભુને પ્રદક્ષિણા કરે છે તેવી રીતે પ્રભુ ઉત્તમ ચિત્યવૃક્ષને પ્રદક્ષિણ આપે છે. ૪૪
પ્રભુ સમવસરણમાં સિંહાસન ઉપર બેસે છે તે જણાવે છે – દોઢ૯૪ ગાઉ ઉંચાઈ તેની નાથ પ્રણમી તીર્થને,
પૂર્વ બાજુ મુખ વિરાજે રત્નજડિત સિંહાસને પ્રભુ પ્રભાવે દેવત પ્રતિબિંબ ત્રણ પણ શોભતા,
મેર જિમ ઘન ગર્જના જિન દેશના સૌ ચાહતા. ૫ષ્ટાર્થ –તે ચૈત્યવૃક્ષની ઉંચાઈ દેઢ ગાઉની હોય છે. (૯૪) ત્યાર પછી પ્રભુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org