________________
( શ્રીવિયપદ્યસૂરિકૃતશકાય. પુલાક સાધુનું સ્વરૂપ આ પ્રમાણે જાણવું –જે મહાતપસ્વી સાધુ સંઘાદિકનું કઈ કાર્ય ઉત્પન્ન થયે છતે ચક્રવતી જેવા મહા બલવાન રાજાના સૈન્યને પણ ચૂરી શકે (હરાવી શકે.) તેવી શક્તિવાળા હોય છે તે પુલાક લબ્ધિવાળા સાધુ જાણવા. તેઓ કર્મભૂમિમાં જ હોય છે. આ પુલાક સાધુનું સંહરણ થઈ શકતું નથી અને તેઓના વધારેમાં વધારે ત્રણ ભવ થાય છે. ૭ આહારક સુલબ્ધિક શ્રમણનું એટલે આહારક લબ્ધિવંત ચૌદ પૂર્વધર મુનિરાજે તીર્થકરની ઋદ્ધિ પ્રમુખ જેવાને અથવા સૂક્ષ્મ સંશચેના સમાધાન માટે એક હાથ પ્રમાણ અતિ વિશુદ્ધ પુદ્ગલે રૂપ આહારક વર્ગણએનું શરીર બનાવે છે તેવા મુનિરાજોનું. એમ આ સાત પ્રકારના જીનું હરણ દેવાથી કે વિદ્યાધરોથી પણ થઈ શકતું નથી. (૧૬) ૬૫
ભવ્ય અભવ્યની ખાત્રી કેવી રીતે થઈ શકે વગેરે જણાવે છે – હું ભવ્ય છું કે અભવ્ય? આ પ્રશ્ન પ્રકટે ભવ્યને,
પ્રકટે ન નિશ્ચય પ્રશ્ન આવો કોઈ કાલ અભવ્યને; પરમાવધિ જ્ઞાની અને અંતમુહૂર્ત કેવલી,
લબ્ધિ અપર્યાપ્ત ભાવે ના હુવે સાસ્વાદની. સ્પષ્ટાર્થ –પ્રશ્ન-ભવ્યપણાની ખાતરી કેવી રીતે થાય ?
ઉત્તર– હું ભવ્ય છું કે અભવ્ય છું?” આવા પ્રકારને પ્રશ્ન ભવ્ય જીવને જ ઉત્પન્ન થાય છે. પરંતુ અભવ્ય જીવને આ પ્રશ્ન કદાપિ કાલે મનમાં થતું નથી. એટલે જે અને હું ભવ્ય હઈશ કે અભવ્ય એ સંશય જાગ્રત થાય તે અવશ્ય ભવ્ય જીવ જાણ. અભવ્ય જીવને આ સંશય કદાપિ ઉત્પનન થતું નથી. (૧૭)
પ્રશ્ન–પરમાવધિ જ્ઞાન થયા પછી કેટલા વખતે કેવલજ્ઞાન ઉપજે ?
ઉત્તર–પરમાવધિ જ્ઞાન ઉત્પન્ન થયા પછી અન્તર્મુહૂર્ત કાલ ગયા પછી તે જીવને કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે. અવધિજ્ઞાનાવરણીય કર્મને વધુ પ્રમાણમાં પશમ ભાવ પ્રગટ થાય ત્યારે જીવને પરમાવધિ જ્ઞાન ઉત્પન્ન થાય છે, એટલે અવધિજ્ઞાનની જે પરાકાષ્ટા તે પરમાવધિજ્ઞાન જાણવું. આ જ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે તે જીવને બે ઘડીની અંદર જ જરૂર કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે. (૧૮)
પ્રશ્ન–સાસ્વાદન સમ્યગ્દષ્ટિ લબ્ધિ અપર્યાપ્તપણે કેમ ઉપજતા નથી?
ઉત્તર–લબ્ધિ અપર્યાપ્ત એટલે જે જે સ્વયેગ્ય પર્યાનિઓ પૂરી કરી શકતા નથી. પરંતુ પ્રથમની ત્રણ પર્યાપ્તિએ પૂરી કરીને ચોથી શ્વાસોશ્વાસ પર્યાપ્તિ પૂરી કર્યા પહેલાં મરણ પામે છે તેઓ લબ્ધિ અપર્યાપ્તા કહેવાય છે. આ અવસ્થામાં તેમને સાસ્વાદન નામનું બીજું ગુણસ્થાનક હોતું નથી કહેવાને ભાવાર્થ એ છે કે પૂર્વભવમાં ઉપશમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org