________________
[ શ્રીવિજયપધસૂરિકૃત સમ્યકત્વ અને શ્રદ્ધાની વ્યાપ્તિ જણાવે છે – વ્યાપ્તિ બીજી તેહવી સમ્યકત્વ શ્રદ્ધા ગુણ તણી,
શ્રદ્ધા જિહાં ત્યાં નિશ્ચયે સત્તા અડગ સમ્યકત્વની; ચિત્ત નિર્મલ ભાવના શ્રદ્ધા સ્વરૂપ એ જાણિએ,
આત્મ નિર્મલ ભાવ રૂ૫ સમ્યકત્વને અવધારિએ.
સ્પાઈ–ઉપરના લેકમાં જેમ મેક્ષ અને ભવ્યત્વની વ્યાપ્તિ જણાવી તેમ સમ્યકત્વ અને શ્રદ્ધાની પણ વ્યાપ્તિ જાણવી. જ્યાં જ્યાં શ્રદ્ધા એટલે જિનેશ્વરનાં વચન ઉપર વિશ્વાસ હોય છે ત્યાં ત્યાં સમ્યકત્વની સત્તા અવશ્ય હોય છે. અહીં ચિત્તની નિર્મલ ભાવના એ શ્રદ્ધાનું સ્વરૂપ જાણવું. અને તેથી આત્માના જે નિર્મલ પરિણામ તે સમ્યકત્વ. આવું સમ્યકત્વ જ્યાં હોય, ત્યાં શ્રદ્ધાની ભજન જાણવી. તે આ રીતે ઘટાવવી-માતાના ગર્ભમાં રહેલા શ્રી તીર્થંકરાદિને મન પર્યાપ્તિ પૂરી થયા પહેલાં સમ્યકત્વ હોય, પણ શ્રદ્ધા ન હોય. મન:પર્યાપ્તિ પૂર્ણ થયા બાદ બંને હોય. (૧૧) ૬૩.
મિશ્ર ગુણસ્થાની, બાદર અગ્નિકાય વગેરેનું સ્વરૂપ જણાવે છે – મિશ્ર ગુણઠાણી મરે ના બાદરાગ્નિકાયની
સત્તા મનુજ લેકેજ પ્રાપ્તિ હેય ચોથા નાણુની; અદ્ધિશાલી અપ્રમાદી સંયતને ન પરને,
ક્ષપક શ્રેણિ કરણ અવસર વાર એકજ ભવ્યને, સ્પષ્ટાર્થ–પ્રશ્ર–મિશ્રદષ્ટિ કેને કહેવાય?
ઉત્તર–જેમને જિનેશ્વરનાં વચને ઉપર રાગ પણ નથી અને હૈષ પણ નથી એવા મિશ્ર પરિણામ જ્યાં હોય તે મિશ્રગુણસ્થાનક કહેવાય છે. આ ગુણસ્થાનકમાં વર્તતા છ મિશ્રદષ્ટિ કહેવાય. આ ગુણસ્થાનકમાં વર્તતા જીનું મરણ થતું નથી. (૧૨)
પ્રશ્નઆદર અગ્નિકાય છે કયાં ઉપજે અને ક્યારે ઉપજે ?
ઉત્તરઃ–બાદર અગ્નિકાયની સત્તા (ઉત્પત્તિ) અઢી દ્વીપ એટલે પિસ્તાલીશ લાખ જન પ્રમાણ લાંબા પહેલા મનુષ્યક્ષેત્રમાં જ હોય છે. મનુષ્યક્ષેત્રની બહાર બાદર અગ્નિકાય હોતું નથી. મનુષ્યક્ષેત્રમાં પણ બાદર અગ્નિકાય અમુક આરાઓમાં જ હોય છે, પરંતુ સદા કાલ હોતું નથી. (૧૩)
પ્રશ્ન –મન:પર્યવજ્ઞાન કેને ઉપજે ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org