________________
૩ર
|| વિજયપદ્ધસૂરિકૃતન હોય ત્યાં સુધી જવાનું સ્થળ નક્કી થયું નહિ હોવાથી મરણ થતું નથી. એટલે વહેલામાં વહેલું આયુષ્ય ત્રણ પર્યાપ્તિએ પૂરી થયા પછી અને જેથી પર્યાપ્તિ પૂરી થયા પહેલાં બંધાય છે. (૯) !
પ્રશ્ન–અભવ્ય જીને કેટલા ગુણસ્થાનક હોય?
ઉત્તર–જેઓ મેક્ષે જવાને સ્વભાવથી જ અગ્ય છે તેઓ અભવ્ય કહેવાય છે. આ અભવ્ય જીને પહેલું મિથ્યાષ્ટિ ગુણસ્થાનક હોય છે, પરંતુ તે સિવાયના બાકીનાં ગુણસ્થાનક તેઓને હોતાં નથી, કારણ કે બાકીનાં બધાં ગુણસ્થાનકે સમકિત આદિ ગુણે વિના હોય જ નહિ વળી આ અભવ્ય જીને મનુષ્ય ભવમાં દ્રવ્ય ચારિત્ર હોય છે પરંતુ ભાવ ચારિત્ર હોતું નથી. કારણ કે અભવ્ય જીવે તીર્થકરની ઋદ્ધિ વગેરે જોઈને તે મેળવવાની ઈચ્છાથી ચારિત્ર ગ્રહણ કરે છે, પરંતુ મોક્ષના સુખ મેળવવા માટે ભાવપૂર્વક ચારિત્ર ગ્રહણ કરતા નથી. તેઓ સાધુને વેષ ધારણ કરે, તેથી તેમને દ્રવ્ય ચરિત્ર કહેવાય છે, પરંતુ ગુણસ્થાનક તે તેમનું મિથ્યાદષ્ટિ જ કાયમ રહે છે, તે તે પરિણામની શુદ્ધિ વિના (સમ્યગ્દર્શનાદિ ગુણે વિના) બદલાતું નથી. ૫૯
અભવ્ય જીવ દ્રવ્ય ચારિત્રના પ્રભાવથી કયાં સુધી જઈ શકે છે તે જણાવે છે – તેઓ બને ના મક્ષિકાની પાંખ પણ દૂભાવતા,
સુર થતા ગ્રેવેયકે પણ ના અનુત્તર સુર થતા; ન્યૂન દશપૂવ થયેલા અભવ્યો શ્રદ્ધા વિના,
મુક્તિ ન લહે જાણુએ અનુભાવ વર સમ્યકત્વના. ૬૦
સ્પષ્ટાર્થ –આ અભવ્ય મનુષ્ય ચારિત્ર ગ્રહણ કરીને આચારની શુદ્ધિ અને પાલન એવી રીતે કરે છે કે માખીની પાંખને પણ તેઓ દૂભવતા નથી અથવા પાંચ મહાવ્રતનું નિરતિચાર પાલન કરીને ઉત્કૃષ્ટથી નવમા પ્રિવેયક સુધી જઈ શકે છે. પણ અનુત્તર વિમાનવાસી દેવપણે ઉપજતા નથી. કારણ કે ત્યાં તે સમ્યકત્વ સંયમાદિના સાધક જી જ ઉત્પન્ન થાય છે અને અભવ્યને તે સમક્તિ હોતું નથી. આ અભવ્ય જી ઉત્કૃષ્ટથી દેશે ઊણા દશ પૂર્વેને અભ્યાસ કરે છે. પરંતુ તેઓને સંપૂર્ણ દશ પૂર્વનું જ્ઞાન હોતું નથી. સમકિતી છ જ દશ પૂવ થાય છે અથવા દશપૂવી જીવો નિશ્ચયે સમ્યગ્દષ્ટિ જ હોય છે. આ અભવ્ય જીવો શ્રદ્ધા વિનાના હોવાથી સમકિત પામતા નથી અને સમકિત નહિ હોવાથી મોક્ષ પામતા નથી. કારણ કે મોક્ષની પ્રાપ્તિમાં પહેલું તે ક્ષાયિક સમ્યકત્વ જોઈએ. ત્યાર બાદ સંયમાદિની સાત્વિકી આરાધના કરીને મુકિતના સુખ પામી શકાય. કહેવાનું તાત્પર્ય એ છે કે મોક્ષમાર્ગની આરાધના (સમ્યગ્દર્શનાદિ ત્રણની સમુદિત આરાધના)માં મુખ્ય કારણ સમ્યગ્દર્શન ગુણ છે. તેના અભાવે અભવ્ય જીવો મુકિતપદને પામી શક્તા નથી. (૧૦) ૬૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org