________________
દેશનાચિંતામણિ ] વ્રતાદિક સુર ભવ નિબંધન દેવ ભવમાં ના મળે,
મહારંભાદિક નિબંધન નિરયના ત્યાં ના મળે; એમ નારક ભવ વિષે નારકીઓ રૂચિધરા, - ભૂરિ પશ્ચાત્તાપ કરતાં ભગવે દુખ આકરા.
૫૮ [ સ્પષ્ટાર્થ –દેવાયુષ્ય બાંધવામાં વ્રત વગેરે કારણે કહેલાં છે. દેવ ભવમાં અવિરતિ હેવાથી દેવે કેઈપણ પ્રકારના ગ્રતાદિની આરાધના કરી શકતા નથી. તેથી દેવો અનંતરભવે દેવપણું પામતા નથી. તેમજ નારકીનું આયુષ્ય બાંધવામાં મહારંભાદિ એટલે ઘણે પાપબંધ થાય તેવા હિંસાદિકનાં કાર્યોને આરંભ, રૌદ્ર ધ્યાન વગેરે કારણે કહેલાં છે તે પણ દેવલોકમાં હોતા નથી તેથી દે નરકનું આયુષ્ય પણ બાંધતાં નથી. તેવી જ રીતે નારકીના ભવમાં પણ નારકીઓ રૂચિ ધરા એટલે સમકિતી હોય છે, પરંતુ તેમને પણ વિરતિ હોતી નથી, તેથી તેઓ દેવતાનું આયુષ્ય બાંધતા નથી. અને ઘણે શોક કરતા કરતા પૂર્વનાં બાંધેલાં પાપ કર્મોને ભોગવતાં ભયંકર દુઃખને ભેગવે છે એટલે પાપકર્મોને અકાળ નિર્જરા વડે ભેળવીને પાપકર્મોથી હળવા થાય છે, તેથી તેઓ પણ મરીને તરત નારકીમાં ઉપજતા નથી. (૮) ૫૮
જીવો વહેલામાં વહેલું આયુષ્ય કયારે બાંધે તે જણાવીને અભવ્યનું સ્વરૂપ જણાવે છે – પર્યાપ્તિઓ ષ તેહમાંની પ્રથમની ત્રણ પૂરતા,
જીવેજ બાંધે પરભવાયુ જે વિના ત્યાં ના જતા; અભવ્યને પ્રથમ મિથ્યાદષ્ટિ ગુણસ્થાનક હુવે,
સમ્યકત્વ વિણ ના શેષસત્તા દ્રવ્યથી મુનિ નરભવે. ૫૯
સ્પષ્ટાર્થ–પ્ર –પ્રથમ ત્રણ પર્યાપ્તિએ પૂરી કર્યા સિવાય કોઈ જીવ મરણ પામતું નથી તેનું શું કારણ?
ઉત્તર–આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, ઈન્દ્રિય પર્યાપ્તિ, શ્વાસોશ્વાસ પર્યામિ, ભાષા પર્યાપ્તિ અને મન પર્યાપ્તિ એમ છે પર્યાપ્તિએ કહેલી છે. તેમાં એકેન્દ્રિયને પ્રથમની ચાર પર્યાપ્તિ, વિકલેન્દ્રિય તથા અસંજ્ઞી પંચેન્દ્રિય જીને પ્રથમની પાંચ પર્યાપ્તિ અને સંજ્ઞી પંચેન્દ્રિય જીવેને છ પર્યાપ્તિઓ હોય છે. દરેક ઉપજતી વખતે સ્વયેગ્ય સઘળી પર્યાપ્તિએ એક સાથે શરૂ કરે છે પરંતુ પૂરી અનુક્રમે કરે છે. તેમાં આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ અને ઈન્દ્રિય પર્યાપ્તિ એ ત્રણ પર્યાપ્તિએ તે દરેક જીવ અવશ્ય પૂરી કરે જ છે. કારણ કે ત્રણ પર્યાપ્તિઓ પૂરી કર્યા સિવાય કોઈ પણ જીવ પરભવના આયુષ્યને બંધ કરી શકતું નથી અને આયુષ્યને બંધ કર્યા સિવાય કઈ જીવ મરતે નથી કારણ કે આયુષ્ય બાંધ્યા સિવાય મરીને કયે સ્થળે જાય? અથવા આયુષ્ય બાંધ્યું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org