________________
દેશનચિંતામણિ ] મિથ્યાત્વી બને છે. કારણ કે આ સાસ્વાદન નામનું બીજું ગુણસ્થાનક છે. તે ગુણસ્થાનકમાં વર્તનારા છે તે સાસ્વાદની કહેવાય છે. તેઓ ઉપશમ સમકિતમાં જ્યારે છ આવલિ કાલ બાકી રહે ત્યારે અનંતાનુબંધી કષાયને ઉદય થવાથી સાસ્વાદની કહેવાય છે અને છ આવલી ગયા પછી મિથ્યાત્વને અવશ્ય ઉદય થાય છે એટલે બીજા ગુણસ્થાનકથી પડીને પહેલા ગુણસ્થાનકમાં આવે છે. આ સાસ્વાદન ગુણસ્થાનક પડતાં જ આવે છે પરંતુ ચઢતાં આવતું નથી. મિથ્યાવી જીવ પ્રથમ ગુણસ્થાનકથી ત્રીજે, ચોથે, પાંચમે, છઠે અથવા સાતમે ગુણસ્થાનકે સીધે જાય છે, પરંતુ બીજે ગુણસ્થાનકે જ નથી. (૨૨)
પ્રશ્ન-જીવ કયા ગુણસ્થાનકે તજીને પરભવમાં જાય?
ઉત્તર-ત્રીજા અને પાંચમાંથી ચૌદમા સુધીના દશ એમ અગિઆર ગુણસ્થાનકે તજીને જીવ પરભવમાં જાય છે. આ વાક્યને ભાવાર્થ આ પ્રમાણે જાણ. ત્રીજે ગુણસ્થાનકે તે મરણ થતું જ નથી એ ઉપર જણાવી ગયા છીએ. તથા પાંચમાથી અગિઆરમા સુધીના સાત ગુણસ્થાનકમાં વર્તતાં જીવનું મરણ થાય તે તેની વિરતિ રહેતી નથી, તેથી તે ગુણસ્થાનકવાળા છ મરણ વખતે અવિરતિ થઈને પરભવમાં જાય છે. બારમે તથા તેરમે મરણ થતું જ નથી. ચૌદમે ગુણસ્થાનકે મરણ પામીને જીવ મેક્ષમાં જાય છે. એટલે પરભવ હોતું નથી. બાકીના ત્રણ એટલે પહેલું, બીજું અને ચોથું એ ત્રણ ગુણસ્થાનકમાં મરણ પામેલે જીવ તે તે ગુણસ્થાનક લઈને પરભવમાં (બીજી ગતિમાં) જાય છે. (૨૩)
પ્રશ્ન--જીવ અનાહારક ક્યારે હોય છે?
ઉત્તર--વિગ્રડ ગતિમાં એટલે જીવ જ્યારે એક ભવ છેડીને બીજા ભવમાં જ હોય અને તે વખતે વિગ્રહગતિમાં વર્તતે હોય તે ઉત્કૃષ્ટથી ત્રણ સમય સુધી અણુહારી હોય છે. સિદ્ધ દશામાં જ અણાહારી હોય છે. તેમજ તેરમે ગુણસ્થાનકે જ્યારે આઠ સમયને કેવલી સમુદ્ધાત કરે છે, ત્યારે ત્રીજા ચેથા અને પાંચમા સમયે અણાહારી હોય છે. કેવલિ ભગવંતને આ ત્રણે સમયમાં કામણ કાયવેગ હોય છે. બાકીના પાંચ સમયમાંથી પહેલા સમયે અને આઠમા સમયે ઔદારિક કાયયેગ હેય છે, તથા બીજા સમયે છ સમયે ને સાતમા સમયે ઔદારિક મિશ્ર કાય ગ હોય છે. આ બીનાને જણાવનારી ત્રણ સંગ્રહગાથાઓ આ પ્રમાણે જાણવી –
विग्गहगइमावण्णा, केवलिणो समुहया अजोगी य ॥ सिद्धा य अणाहारा, सेसा आहारगा जीवा ॥१॥
औदारिकप्रयोक्ता, प्रथमाष्टमसमययोरसाविष्टः॥ मिश्रौदाम्कियोक्ता, सप्तमषष्ठद्वितीयेषु ॥ २ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org