________________
[વિજ્યપધસૂરિકૃતિઅનુત્તરવાસીપણું શાથી પ્રાપ્ત થાય તથા કયા દેવ સમકિતી અને કયા દેવે મિથ્યાત્વી તે જણાવે છે – અનુત્તરે સુરતા સુસંયમ રૂચિતણું ફલ જાણિએ,
દેવ લવસતમ અનુત્તર ભાવવાસિત માનીએ; સમ્યકત્વવંતા ઇંદ્ર સર્વે નિશ્ચયે અવધારિએ, શેષ દેવે રૂચિધરા મિથ્યાત્વવંતા સમરીએ.
૫૫ સ્પષ્ટાર્થ–પ્રશ્ન–અનુત્તર વિમાનવાસી દેવપણું શાથી પ્રાપ્ત થાય?
ઉત્તર–અનુત્તર વિમાનમાં દેવપણની પ્રાપ્તિ સમ્યકત્વ સહિત શુદ્ધ ચારિત્રનું પાલન કરવાથી થાય છે. એટલે મનુષ્ય ભવમાં જે જીવે શુદ્ધ ચારિત્રનું પાલન કર્યું હોય તેવા પ્રથમ વાઋષભ નારા સંઘયણવાળાને જ આ અનુત્તરવાસી દેવપણું મળે છે. આ સંયમી મનુષ્ય એવી વિશુદ્ધિમાં વર્તતા હોય છે કે જે તેઓનું આયુષ્ય સાત લવ જેટલું વધારે હોત તે તેઓ છઠ્ઠતપથી ભય પામે તેટલા શેષ કર્મોને ક્ષય કરીને મેક્ષે ગયા હોત. પરંતુ તેમનું આયુષ્ય સાત લવ જેટલું ઓછું હોવાથી મરણ પામીને અનુત્તરવિમાનવાસી દેવ થાય છે અને તેથી તેઓ લવસત્તમ દેવ કહેવાય છે. અહીં લવનું પ્રમાણ આ પ્રમાણે જાણવું–નીરોગી યુવાન મનુષ્યના સાત શ્વાસોશ્વાસને એક સ્તક કહેવાય છે અને તેવા સાત સ્તકને એક લવ થાય છે અથવા તે ૪૯ શ્વાસોશ્વાસને એક લવ થાય છે, તેવા સાત લવ પ્રમાણુ આયુષ્ય ઓછું હોવાથી તેઓ મેક્ષે જતાં અટકી જાય છે. (૩)
પ્રશ્ન-ઇન્દ્રો તથા દેવો સમકિતી હોય કે મિથ્યાત્વી?
ઉત્તર–સર્વે ઈંદ્રો એટલે ૬૪ ઇદ્રો અવશ્ય સમ્યગ્દષ્ટિ હોય છે એટલે જિનેશ્વર ભગવાનનાં વચને ઉપર સંપૂર્ણ શ્રદ્ધાવાળા હોય છે અને અવિરતિ સમકિતદષ્ટિ નામના ચોથા ગુણસ્થાનકમાં રહેલા હોય છે. ભવ્ય જીવને જ ઇંદ્રપણાની પ્રાપ્તિ થાય છે. પરંતુ ઈન્દ્ર સિવાયના બાકીના દે રૂચિ ધરા એટલે સમક્તિવંત પણ હોય છે તેમજ મિથ્યાત્વવંતા એટલે મિથ્યાત્વી પણ હોય છે. અહીં એટલું વિશેષ જાણવું કે જ્યાં ઈન્દ્ર નથી એવા નવ દૈવેયકના દેવે સમ્યગ્દષ્ટિ તેમજ મિથ્યાષ્ટિ પણ હોય છે. પરંતુ પાંચ અનુત્તર વિમાનવાસી દે તે સમ્યગ્દષ્ટિ જ હોય છે. ત્યાં મિથ્યાત્વી દે હોતા નથી, આથી જ પાંચ અનુત્તરમાં એક અવિરતિ સમદ્ધિદષ્ટિ ગુણસ્થાનક જ કહેલું છે અને તે સિવાયના બીજા દેવામાં પ્રથમનાં મિથ્યાણિગુણસ્થાનક વગેરે ચાર ગુણસ્થાનક કહ્યાં છે. (૪)૨૪–૫૫
દેવીઓની ઉત્પત્તિ કયા કયા દેવલોકમાં થાય છે તે જણાવે છે – અપેક્ષાએ જન્મની ઉત્પત્તિ દેવીઓ તણી.
ભુવનપતિ વ્યંતર અને જ્યોતિષ્ક વિમાનિક તણું;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org