________________
દેશનાચિંતામણિ ] “નમે તિસ્થસ્સ”એટલે તીર્થને નમસ્કાર કરી સમોસરણના મધ્ય ભાગમાં રહેલા રત્નજડિત સિંહાસનને વિષે પૂર્વ દિશા તરફ મુખ રાખીને બેસે છે. તે વખતે પ્રભુના પ્રભાવથી દેવેએ વિકુલા પ્રભુના ત્રણ પ્રતિબિંબે ત્રણ દિશામાં શેભે છે. આ રીતે કહેવાને ભાવાર્થ એ છે કે તે વખતે સભામાં બેઠેલી પર્ષદાને ચારે તરફથી પ્રભુનું મુખ દેખાય છે. અહીં પ્રભુનું મુખ તે પૂર્વ દિશા તરફ જ હોય છે. બાકીની પશ્ચિમ દક્ષિણને ઉત્તર દિશા તરફ ત્રણ પ્રતિબિંબ હોય છે. તે વખતે સઘળી પર્ષદા પ્રભુની દેશના સાંભળવાને માટે મેઘની ગર્જના સાંભળવાને માટે આતુર થએલા મોરની જેમ” આતુર થઈને બેસે છે. ૪૫
પ્રભુ દેશના શરૂ કરે તે પહેલાં ઈન્દ્ર મહારાજ પ્રભુની સ્તુતિ કરે છે તે છે કેમાં જણાવે છે – છ જિનેશ્વરને નમી સૌધર્મ હરિ બહુ માનથી,
સ્તવતા પ્રત્યે ! મેં આજ દીઠા આપને સદ્ભાગ્યથી, આપ દર્શનના પ્રભાવે સાંભરે ગુણ આપના, - નિર્ગુણ હવે ગુણ સંભારતા ગુણ ગુણિતણ.
સ્પષ્ટાર્થ –ત્યાર પછી સૌધર્મ હરિ એટલે સૌધર્મ નામના પહેલા વૈમાનિક દેના ઈન્દ્ર સૌધર્મેન્દ્ર (શકેન્દ્ર) છ જિનેશ્વર શ્રીપદ્મપ્રભુને નમીને બહુમાનપૂર્વક પ્રભુની સ્તુતિ આ પ્રમાણે કરવા લાગ્યા–હે પ્રભુ! મેં આજે આપને દીઠા એટલે આજે મને મારા સદ્ભાગ્યથી અથવા પ્રબલ પુણ્ય કર્મોના ઉદયથી આપના દર્શન થયાં છે, આપના દર્શનના પ્રભાવથી આપના ઉત્તમ જ્ઞાનાદિ ગુણે મને યાદ આવે છે. અને એ રીતે ગુણવાન પુરૂષના ગુણેને સંભારવાથી ગુણ રહિત પુરૂષે પણ ગુણવાળા બને છે. કારણ કે ગુણવાન પુરૂષોને એવા પ્રકારને અલૌકિક પ્રભાવ હોય છે. ૪૬ ઉપસર્ગ આદિ હણે વિદ્યારે તે છતાં શમધર તમે,
મહંત કેરી અકલ ચર્યા કેમ કલી શકીએ અમે; ભેગવે છો મુક્તિને તેયે વિરાગી પ્રભુ તમે, શત્રગણ હણતાં છતાં અદ્વેષ ગુણધર છે તમે.
४७ સ્પષ્ટાર્થ – હે પ્રભુ ! તમે પરીષહેની સેના વગેરેને હણે છે એટલે નાશ કરો છે. અને ઉપસર્ગ વગેરેને વિદારો છે એટલે દૂર કરે છે તે છતાં તમે શમધર એટલે શમતાના ધારણ કરનારા કહેવામાં છે. આ માટે વિરોધાભાસ છે. કોઈને હણવાનું અથવા વિદારવાનું કામ ગુસે અથવા ક્રોધ કર્યા સિવાય બનતું નથી પરંતુ તમે તે ક્રોધ રહિત છે તે છતાં આ કાર્ય કરે છેમાટે જ મોટા પુરૂષની જીવનચર્યા અકલ (સમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org