________________
શનાચિંતામણિ ] વિજ્ઞાન મિથ્યાત્વના ઉદયથી મતિ અજ્ઞાન, શ્રત અજ્ઞાન અને વિસંગજ્ઞાન રૂપે પરિણમે છે, માટે તે (જ્ઞાનગુણ) પ્રતિપાતી એટલે આવેલા જતા પણ રહે છે. પરંતુ ગુરૂની ભક્તિ કરનારને આ જ્ઞાનગુણની સ્થિરતા થાય છે. તેમજ ગુરૂ મહારાજની ભક્તિ એ ઉત્કૃષ્ટ ત૫ રૂપ કહેલ છે. એટલે ગુરૂ મહારાજની ભક્તિ એ પણ એક પ્રકારનું અભ્યન્તર તપ કહેલું છે. વળી ગુરૂ મહારાજની ભક્તિથી ગુરૂ મહારાજના ચિત્તની પૂર્ણ પ્રસન્નતા થાય છે. અને જ્ઞાન વગેરે ગુણેની પૂર્ણતા આ ગુરૂભક્તિને અને શ્રી ગુરૂ મહારાજના ચિત્તની પ્રસન્નતાને આધીન છે. માટે હે રાજર્ષિ! તમે ગુરૂ મહારાજની ભક્તિ જરૂર કરજે. ૧૧ કારણે શયનાદિ કરતાં જરૂર યતના પાલજે,
યતના બેલે નહિ પાપ બંધ પ્રચાર ઈમ ના ભૂલજો; દશ પ્રકારે ક્ષમાદિક મુનિ ધર્મને આરાધજે, અપ્રમત્ત બની સદા શિવમાર્ગ ફલને પામજે.
૧૨ પછાર્થ –કારણ પ્રસંગે શયન આહાર વગેરે ક્રિયા કરતાં તમે જરૂર યતના પાલજે. જતના રાખવી એટલે ઉપગ પૂર્વક કંઈ જીવજંતુની હિંસા ન થાય એ પ્રકારે શરીરની ચેષ્ટા કરવી, તેમજ કોઈ વસ્તુ લેતાં તથા મૂક્તાં પુંજી પ્રમાઈને લેવી મૂકવી. જયણના બલથી પાપના બંધને પ્રચાર થતું નથી એટલે જયણ પૂર્વક પ્રવૃત્તિ કરનારને પાપકર્મને બંધ થતું નથી, કારણ કે જયણામાં રહેનારના શુભ પરિણામ વર્તે છે અને શુભ પરિણામમાં વર્તનારને પાપને બંધ થતું નથી. વળી હે રાજષિ! તમે દસ પ્રકારના શ્રમણ ધર્મનું પાલન કરજે. તે દશ પ્રકાર આ પ્રમાણે -૧ ક્ષમા ધર્મ એટલે કેઈ પણ જીવ ઉપર ક્રોધ ન કરતાં તેના અપરાધની ક્ષમા કરવી. ૨ માર્દવ ધર્મ એટલે અભિમાનને ત્યાગ કરીને નમ્રતા ધારણ કરવી. ૩ આજવ ધર્મ એટલે કપટ ભાવને ત્યાગ કરી સરલતા રાખવી. ૪ મુક્તિ ધર્મ એટલે લેભને ત્યાગ કરી સંતોષ ગુણ ધારણ કરે. પ તપ ધર્મ એટલે છ પ્રકારના બાહ્ય તપ તથા છ પ્રકારના અભ્યન્તર તપનું સેવન કરવું. ૬ સંયમ ધર્મ એટલે સત્તર પ્રકારના ચારિત્ર ધર્મનું આરાધન કરવું. ૭ સત્ય ધમ એટલે સાચું બોલવું. ૮ શૌચ ધર્મ એટલે મનની પવિત્રતા ધારણ કરવી. ૯ અકિચન ધર્મ એટલે કેઈ પણ જાતનું દ્રવ્ય પિતાની પાસે રાખવું નહિ એટલે મૂછને ત્યાગ કરે. ૧૦ બ્રહ્મચર્ય ધર્મ એટલે બ્રહ્મચર્ય ગુણને ધારણ કરે. આ ૧૦ પ્રકારના મુનિ ધર્મનું તમે આરાધના કરજે. આ ધર્મની આરાધના તમે અપ્રમત્ત ભાવે કરજે અથવા દશ પ્રકારના ધર્મનું પાલન કરવામાં તમે પ્રમાદનું સેવન કરશે નહિ. અને આ પ્રમાણે આરાધના કરીને તમે મોક્ષમાર્ગના ફલને (મોક્ષના સુખને) મેળવજે ૧૨ - દીક્ષા લઈને ગુરૂને ઉપદેશ સાંભળી રાજર્ષિએ તેની કેવી રીતે આરાધના કરી તે જણાવે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org