________________
[ શ્રીવિજ્યપદ્રસૂરિકૃતપૂર્ણ ઉલાસિત બની રાજર્ષિ હિતવચને સુણી,
એકાદશાંગી જાણતા આરાધતા સ્થાનક ગુણી; આઠ પ્રવચન માત અંગે નિજગુણાનંદી બની,
શાંતિ સુખ જલ ઝીલતા પર શાંતિના કારણ બની.
સ્પાર્ક –અપરાજિત રાજર્ષિ ગુરૂ મહારાજનાં આત્મહિતકારી ઉપદેશ વચને સાંભળીને ચારિત્રની આરાધનામાં પૂર્ણ ઉલ્લાસી થયા અને તેમણે આચારાંગ વગેરે અગિઆર અંગેને (૧૦) અભ્યાસ કર્યો એટલે તેના જાણકાર બન્યા. તથા શ્રમણ ગુણેને ધારણ કરનાર તે રાજર્ષિએ વીસ સ્થાનકે પૈકી અમુક સ્થાનકેની આરાધના કરી. તેમજ આઠ પ્રવચન માતા રૂપ પાંચ સમિતિઓ અને ત્રણ ગુપ્તિઓનું સારી રીતે પાલન કરીને નિજગુણાનંદી બન્યા એટલે પોતાના જ્ઞાન દર્શન ચારિત્ર વગેરે ગુણેમાં રમણતા કરવાથી ઉપજતા આનંદને અનુભવ કરવા લાગ્યા. તેથી પિતે શાંતિ સુખ રૂપી પાણીમાં સ્નાન કરવા લાગ્યા અને આવી રીતે રાજર્ષિ બીજાઓને પણ શાંતિના કારણ રૂપ થયા. ૧૩
અપરાજિત રાજર્ષિ ચારિત્ર ભાવ ટકાવવા માટે પિતાના આત્માને કેવી કેવી શિખા મણે આપે છે તે બે શ્લેકમાં જણાવે છે – ચરણ ભાવ ટકાવવા રાજર્ષિ શે નિજ આત્મને,
હિત શિખામણ એમ હે જીવ! યાદ કર જિન વચનને, - પરમ દુર્લભ ભવ લહીને કાચના મેહે કરી,
રત્નને ના હારજે હારેલ ન મળે ફરી ફરી.
સ્પષ્ટાથ–પોતે ગ્રહણ કરેલ સંયમમાં સ્થિરતા ભાવ ટકાવવાને માટે શ્રી અપ રાજિત રાજષિ પિતાના આત્માને આ પ્રમાણે હિત શિખામણ આપે છે કે-હે જીવ! તું જિનેશ્વર ભગવંતે કહેલાં આત્મહિતકર વચનને યાદ કર. જિનેશ્વર ભગવાને કહ્યું છે કે આ મનુષ્યને ભવ મેળવે ઘણું મુશ્કેલ છે. આ મનુષ્ય ભવની દુર્લભતા માટે દશ દષ્ટાન્ત કહેલા છે. તેનું સ્વરૂપ પ્રથમના ભાગોમાં વિસ્તારથી સમજાવ્યું છે એટલે અહીં તે ફરીથી જણાવ્યું નથી. આ રીતે મહા મહેનતે મેળવી શકાય એવા આ મનુષ્ય ભવને પામીને કાચના ટુકડા સરખા આ શરીરના મહિને લીધે તે જ્ઞાન દર્શન ચારિત્ર રૂપી રત્નને પામીને તેને હારી જઈશ નહિ. જેવી રીતે મૂખ મનુષ્ય પિતાના હાથમાં રહેલા ચિંતામણિ રત્નને કાચના કકડાને માટે આપી દે તેમ તું પ્રાપ્ત થયેલા આ કિંમતી રત્નને ત્યાગ કરીશ નહિ. કારણ કે જેમાં એક વખતે હારી ગએલા રને ફરીથી મળતા નથી, તેમ આ મનુષ્ય ભવ ફરી ફરીને મળતું નથી, માટે તે પામીને તેને તું પ્રમાદ વગેરેનું સેવન કરીને નકામે ગુમાવી દઈશ નહિ. ૧૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org