________________
શ્રીવિજ્યપદ્વરિત તે ભૂપ આજ્ઞા પુષ્પમાલા માનતા સવિ નરપતિ,
શીર્ષે ચઢાવે પ્રચંડ જસ ભુજ દંડ દીપે છે અતિ,
સ્પષ્ટાર્થ-જેમ મેઘ એટલે વરસાદ ઉનાળાથી તપેલી પૃથ્વીના તાપને શાંત કરે છે તેમ આ ધર રાજા કૌશાંબી નગરીના મનુષ્યના દુખે રૂપી તાપને શાન્ત કરે છે, એટલે તેથી તે રાજા મેઘને જાણે તિરસ્કાર કરતા હોય તેવા જણાય છે. જેમ અચલ એટલે પર્વત પૃથ્વીને ધારણ કરે છે તેમ આ રાજા પૃથ્વીને ધારણ કરતા હોવાથી જાણે પર્વતને તિરસ્કાર કરતા હોય તેવા જણાય છે. જેમ કે પુષ્પની માલાને મસ્તક ઉપર ધારણ કરે છે, તેવી રીતે સઘળા રાજાઓ આ ધર રાજાની આજ્ઞાને પુષ્પની માલાની જેમ મસ્તક ઉપર ચઢાવે છે. ભાવાર્થ એ છે કે સઘળા રાજાઓ આ ધર રાજાની આજ્ઞામાં રહેતા હતા. અથવા તેમને વશવતી હતા. વળી તે રાજા પિતાની પ્રચંડ ભુજાઓ રૂપી દંડથી શોભતા હતા. ૨૧ તોય નિજ અપરાધિ કેરા દંડ સમય પ્રચંડ ના,
ભદ્રકરિ જિમ સૌમ્યભાવી યશ નિવાસી લોકના અનુરાગથી કેસર પરે લેપન દિશાનું નૃપ કરે, લક્ષ્મી સુરી લીલા સદન સમભૂપ સદ્દગુણ ગણ ધરે.
૨૨ સ્પષ્ટાર્થ –આવા પ્રચંડ ભુજારૂપી દંડવાળા હોવા છતાં પણ તે ધર રાજા પિતાના અપરાધીઓને દંડ કરવાના વખતે પ્રચંડ એટલે ક્રોધાયમાન થતા નહોતા અથવા આકરે દંડ કરતા નહેતા. પણ તે રાજા ભદ્રિક હાથીની જેમ સૌમ્યપણે રહેતા હતા. તે નગ રીમાં વસનારા લોકેન રાજા ઉપર ઘણે અનુરાગ એટલે સ્નેહ હતું. તેથી કરીને રાજાને યશ દશે દિશામાં વિસ્તાર પામ્યું હતું. આ પ્રસંગે કવિ કલપના કરે છે કે એક સાથે વિસ્તાર પામેલા (ફેલાયેલા) યશ અને અનુરાગથી અર્થોઅર્ધ શ્રીખંડ ચંદનની સાથે રહેલા કેસરની જેમ તેણે સર્વ દિશાઓને ચિરકાળ (ઘણાં વખત સુધી) વિલેપન કર્યું હતું. વળી લક્ષમી સુરી એટલે લક્ષ્મી દેવીને ક્રીડા કરવાના સ્થાન સરખા તે શ્રી ધર રાજા સદ્દગુણુવાળા એટલે સારા ગુણના સમૂહને ધારણ કરતા હતા. એટલે આ ધર રાજાને વિષે ઘણું ઉત્તમ ગુણે રહેલા હતા. ૨૨
તે ધર રાજાની સુસીમા નામની રાણીનું વર્ણન બે શ્લોકમાં કરે છે – તે ભૂપને આચારવંતી સુસીમા રાણી હતી,
હસ્તાદિ પલ્લવ શબ્દપુષ્પો ભુજ શાખા દીપતી; કલ્પવલી સમ તિણે મુખ ઉપર લજજા વસ્ત્રને,
ઢાંકી નિરખતી ભૂમીને બહુ મંદ ચાલે મુનિ પરે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org