________________
( શ્રીવિજયપધસૂરિકૃતમોક્ષને પામનારા છે એવું જાણે છે, છતાં પણ તે તીર્થ કરાદિ મહાપુરૂષે પણ પુણ્યના ઉદયથી જે ચારિત્રને હર્ષપૂર્વક ગ્રહણ કરે છે. અને તે ચારિત્રના પ્રભાવથી બાકી રહેલાં ઘાતી તથા અઘાતી કર્મોને ક્ષય કરીને મોક્ષે જાય છે. એમ મનુષ્ય ભવની કિંમત અને સાર્થકતા આ ચારિત્રની શુભ ભાવ વડે આરાધના કરવાથી થાય છે. એવી શુભ ભાવનાથી હે રાજર્ષિ! તો તેનું શુદ્ધ પાલન કરજે. ૯ સત્ય સુખ ને શાંતિના દેનાર તે ચારિત્રને,
રાજર્ષિ ! ધારી વિસ્મરે ના પંચ સમિતિ ગુપ્તિને; મુનિ ગુણોને પાલજે સુણજો સદા જિન વચનને,
સ્વાધ્યાય કરજો પાંચ ભેદે સાચવી ગુરૂભક્તિને.
સ્પષ્ટાથે–વળી હે રાજર્ષિ! આ ચારિત્ર જ સાચા સુખને તેમજ સાચી શાંતિને આપનાર છે. તેવા ચારિત્રને સ્વીકારીને તમે આઠ પ્રવચન માતાને ભૂલશે નહીં. એટલે ઈર્ષા સમિતિ, ભાષા સમિતિ, એષણ સમિતિ, આદાનભંડમત્ત નિકખેવણ સમિતિ અને પારિષ્ઠાપનિક સમિતિ એમ પાંચે સમિતિઓનું સારી રીતે પાલન કરજે. તથા મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ એ ત્રણ ગુપ્તિઓને પણ જાળવજે. વળી સાધુના સત્તાવીશ ગુણેનું પાલન કરજે. એ ગુણેનું પાલન કરવાથી સાધુપણું સારી રીતે સચવાય છે. વળી હે રાજર્ષિ! તમે હંમેશાં જિનેશ્વરદેવના પ્રવચનને સાંભળજો. કારણ કે જિનેશ્વરના વચને સાંભળવાથી ચારિત્ર પાલનમાં દઢતા આવે છે. વળી પાંચ ભેદે હવાધ્યાય કરીને, તે પાંચ ભેદ આ પ્રમાણે–૧ વાચના, ૨ પૃચ્છના, ૩ પરાવર્તના, ૪ અનુપ્રેક્ષા છે અને ધર્મકથા. આ પાંચ પ્રકારને સ્વાધ્યાય કરવાથી કર્મોની નિર્જરા થાય છે અને શુભ ભાવમાં વૃદ્ધિ થાય છે. તેમજ તમે ગુરૂ મહારાજની ભક્તિ જરૂર સાચવજે. તે ગુરૂ મહારાજની ભક્તિ તેમને વિનય કરવાથી, વૈયાવચ્ચ કરવાથી તથા તેમની આજ્ઞાનું પાલન કરવાથી થાય છે. આ રીતે ગુરૂભક્તિ પણ પરમ કર્મ નિર્જરાનું અસાધારણ કારણ છે. ૧૦ જ્ઞાન ગુણ સ્થિરતા જરૂર ગુરૂભક્તિને આધીન છે,
અપ્રતિપાતી ભક્તિ ને પ્રતિપાતિ પણ ગુણ જ્ઞાન છે, ઉત્કૃષ્ટ તપ ગુરૂ ભક્તિથી ગુરૂ ચિત્ત પૂર્ણ પ્રસન્નતા,
એહને આધીન સાચી જ્ઞાનઆદિક પૂર્ણતા,
૫ષ્ટાર્થ –ગુરૂ મહારાજની ભક્તિના ફાયદા જણાવતાં કહે છે કે-ગુરૂ મહારાજની ભક્તિથી જ્ઞાન ગુણની સ્થિરતા થાય છે. કારણ કે ગુરૂ મહારાજની ભક્તિને અપ્રતિપાતી ગુણ કહેલ છે એટલે ગુરૂ મહારાજની ભક્તિનું ફલ અવશ્ય મળે છે. અને જ્ઞાનાદિ ગુણે પ્રતિપાતી છે એટલે સમકિતની પ્રાપ્તિ સાથે પ્રાપ્ત થતા મતિજ્ઞાન શ્રુતજ્ઞાન અને અવ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org