________________
[ શ્રીવિજયપધસૂરિકૃતસ્પષ્ટાર્થ – અનાદિ કાળથી મોહની વાસનાવાળા જીવને સંપત્તિ, સ્વજન, કુટુંબ, બંગલા, બગીચા વગેરે છોડવાનું અશક્ય લાગે છે. ઘણા માણસોને આ વસ્તુઓ અહીં ડીને ખાલી હાથે જેવા આવ્યા હતા તેવાજ મરણ પામીને જતાં આ જીવ અનેક વાર જુએ છે, તે છતાં આ સંસારમાં જીવને રખડાવી મારનાર મેહ રાજાની જાળમાંથી છુટવાનું આ જીવથી બની શકતું નથી, એટલું જ નહિ પરંતુ જ્યારે એ વસ્તુઓ જે પિતાની નથી છતાં પિતાની માની બેઠે છે તેને છેડીને જવાને વખત આવે છે ત્યારે પણ તેની આસક્તિ ઓછી થતી નથી અને અંતે આર્ત તથા રૌદ્ર ધ્યાનમાં મરણ પામીને તે દુર્ગતિમાં જાય છે. આ રાજા જિનધર્મથી વાસિત હોવાથી વિચારે છે કે જે હું આ વસ્તુઓને ત્યાગ નહિ કરું તે પણ મરતી વખતે તેમને ત્યાગ કર્યા વિના છુટકો થવાને નથી. જલધિ જલ કલેલ એટલે સમુદ્રમાં ઉત્પન્ન થતાં મોજાંએ જેમ અસ્થિર છે, તેવી રીતે કેઈ પણ જીવની એકની એક સ્થિતિ કાયમ રહેતી નથી. આજે પૈસાદાર અને સુખી જણાતે માણસ બીજે જ દિવસે ગરીબ અને દુઃખી બની જાય છે. કારણ કે કર્મની વિચિત્ર ગતિ છે, તે આ જીવને ક્યારે કઈ અવસ્થામાં મૂકી દેશે તેની ખબર પડતી નથી. વળી જે જીવે યુવાવસ્થામાં અનેક પ્રકારના માજશેખ ભેગાવીને અમને શું થવાનું છે એવી ગર્વિષ્ટ મને દશા રાખે છે તેમની પણ મરણ વખતે અનેક પ્રકારની દુઃખી અવસ્થાએ જણાય છે. કહેવાને સાર એ છે કે સર્વ જીની હંમેશાં એક સરખી સ્થિતિ રહેતી નથી. ૫ જેમ પક્ષીઓ તજી દે નષ્ટ ઈંડાને તથા,
સંપદાદિક પરિહરે માલિકને કરતાં વ્યથા; જેમ પક્ષી એક પાંખે ફાળ ભરી નીચે પડે,
એક તરફી પ્રેમથી જન સ્વાર્થને ખેઇ રડે.
સ્પાર્થ –જેમ પક્ષીઓ નષ્ટ ઈંડાને એટલે જે ઈંડું નાશ પામ્યું હોય તેને ત્યાગ કરે છે અથવા જે ઈંડામાંથી બચ્ચું બહાર નીકળી ગયું હોય છે તે ઇંડાને ત્યાગ કરે છે, તેવી રીતે સંપત્તિ, ધન, દોલત વગેરે પણ તેના માલિકને ત્યાગ કરે છે અને તે વખતે માલિકને ઘણું દુઃખ થાય છે. જેમ એક પાંખ જેની તૂટી ગઈ છે એવું પક્ષી એક પાંખની સહાયથી ફાળ ભરે તે તે જેમ નીચે પડી જાય છે, તેવી રીતે આ સંસારના મનુષ્ય એક તરફી પ્રેમથી પિતાના સ્વાર્થને ખેઈને રડે છે. ૬ તે સંપદાદિ મને તજે ના જ્યાં સુધી પુરૂષાર્થને,
અવલંબીને તેને તજી હું ત્યાં સુધી કરૂં ભદ્રને જેના પ્રતાપે આદિ જનની અલ્પકાલે કેવલી,
તેહ નર ભવને લહી સાધીશ સંયમ સિંહબલી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org