________________
દેશનાચિંતામણિ ] - સ્પષ્ટાથે–વળી અપરાજિત રાજા વિચાર કરે છે કે મારે જે સંપત્તિને એક દિવસ અવશ્ય ત્યાગ કરવાનું છે તે સંપત્તિઓ જ્યાં સુધી મારે ત્યાગ કરે નહિ ત્યાં સુધી પુરૂષાર્થને આશ્રય લઈને હું મારા આત્મ કલ્યાણની સાધના કરૂં. જેના પ્રતાપથી આદિજનની એટલે પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવની માતા શ્રીમેરૂદેવા માતાએ થોડાજ વખતમાં કેવલજ્ઞાન મેળવ્યું તે મનુષ્ય ભવને પામીને હું પણ હવે સિંહની જેમ પરાક્રમ | ફેરવીને સંયમની સાધના કરીશ. ૭
અપરાજિત રાજા રાજ્ય છોડી ચારિત્ર ગ્રહણ કરે છે – ધારાધિરઢ વૈરાગ્યરંગી વિવેક મણિ રોહણગિરિ,
તે ભૂપ સુતને રાજ્ય સોંપી ભવ ભ્રમણ સાગર તરી; પ્રવ્રજ્યા શુભ ભાવનાથી પિહિત આશ્રવ સરિ કને,
સ્વીકારતા એકાગ્ર ચિત્તે ગુરૂ કહે હિત વચનને.
સ્પષ્ટાથ –ધારાધિરૂઢ એટલે શુભ ભાવનારૂપી ધારામાં ચઢેલા અને વૈરાગ્ય ભાવનામાં આનંદ ધારણ કરનારા, તેમજ વિવેક રૂપી રન્નેને માટે રેહણગિરિ સરખા તે અપરાજિત રાજાએ પિતાના પુત્રને રાજ્ય સેંપી દીધું. એટલે પુત્રને રાજ્યાભિષેક કર્યો. ત્યાર પછી પિહિતાશ્રવ (૯) નામના આચાર્ય મહારાજ પાસે પરમ ઉલ્લાસથી એકાગ્ર ચિત્ત દીક્ષા ગ્રહણ કરી. તે દીક્ષા કેવી છે તે જણાવતાં કહે છે કે–ભવભ્રમણ સાગર તરી એટલે આ ચાર ગતિ રૂપી સંસારમાં જે રખડવું એટલે મનુષ્ય, દેવ, નારકી તિર્યંચ વગેરે ભાને ધારણ કરવા રૂપી સમુદ્રમાં ડૂબતા જેને તારવાને માટે હેડી સમાન એવી દીક્ષા અપરાજિત રાજાએ ગ્રહણ કરી. તે વખતે ગુરૂ મહારાજે તે રાજર્ષિને આ પ્રમાણે હિતકારી વચને કહ્યાં. (હિત શિક્ષા આપી.) ૮
ગુરૂએ રાજવિને આપેલે ઉપદેશ ચાર લેકમાં જણાવે છે – મનુજ ભવની સત્ય કીંમત જેહને આરાધતા,
આરાધના વિણ જેહની ના હેત નરભવ સફલતા; તેજ ભવમાં મુક્તિને પણ પામવાનું નિશ્ચયે,
જાણનારા તીર્થપતિ પણ જે ગ્રહે પુણ્યોદયે.
સ્પષ્ટાથે --મનુષ્ય ભવની સાચી કિંમત જે( સંયમ)ની આરાધના કરવામાં રહેલી છે અને જેની આરાધના કર્યા વગર મનુષ્ય ભવની સફલતા થતી નથી. એટલે ચારિત્ર્યની આરાધના કર્યા વિના મનુષ્ય ભવ ફેગટ ચાલ્યા જાય છે. તથા જેઓ જન્મથી ત્રણ જ્ઞાનવાળા હોવાથી પિતે તેજ ભવમાં સર્વ કર્મને ક્ષય કરી શાશ્વતા સુખવાળા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org