________________
॥ओ ही श्रीजिराउलापार्श्वनाथाय नमः ॥ । बालब्रह्मचारि-प्रभूततीर्थोद्धारक-भावरत्नत्रयीदायक-परमोपकारि-सद्गुरु
आचार्यश्रीविजयनेमिसूरीश्वरेभ्यो नमो नमः ॥ સુગ્રહીતનામધેય-તપગચ્છાધીશ-સુરિચકચકવત્તિ-આચાર્યશ્રી | વિજયનેમિસૂરીશ્વર-ચરણુકિંકર-વિયાણ-આચાર્ય
શ્રીવિજયસૂરીશ્વર વિરચિત
શ્રી દેશના ચિંતામણિ
ભાગ છો
ગ્રન્થકાર શરૂઆતમાં મંગલાચરણ તથા અભિધેય જણાવે છે –
| મંગલાચરણ
| હરિગીત છંદ . નમી હિતકર સિદ્ધગિરિ પ્રભુ નેમિસૂરિ ગુરૂચરણને,
દેશના ચિંતામણિના વિરચું છટુ ભાગને પાંચ ભાગોમાં કહી મેં પાંચ પ્રભુની દેશના,
કહીશ જીવન દ્વાર ભૂષિત પદ્મપ્રભ પ્રભુ દેશના. સ્પષ્ટાર્થ –શિષ્ટ પુરૂષને એ આચાર છે કે-ગ્રન્થની શરૂઆતમાં મંગલાચરણ કરવું જોઈએ. મંગલાચરણ કરવાથી ગ્રન્થની રચનામાં આવતાં વિદને નાશ પામે છે અને ગ્રન્થની વિM રહિતપણે પૂર્ણતા થાય છે. ઈષ્ટ દેવને નમસ્કાર કરવાથી મંગલાચરણ થાય છે આ ઈરાદાથી પરમ પવિત્ર શ્રી શત્રુંજય તીર્થને વિષે બિરાજમાન અને સર્વ જીના હિતના કરનાર શ્રીષભદેવ ભગવાનને પ્રણામ કરીને તેમજ પરમ ઉપકારી સુરિસમ્રા શ્રી ગુરૂ મહારાજ આચાર્યપ્રવર શ્રીવિજયનેમિસૂરીશ્વરજીને પ્રણામ કરીને હું શ્રીદેશના ચિન્તામણિ નામના મહાગ્રન્થના છઠ્ઠા ભાગની રચના કરું છું. આ પદ વડે અભિધેય અથવા ગ્રન્થમાં કહેવાની બીના જણાવી છે. આ ગ્રંથની રચના કરતાં પહેલાં મેં પ્રથમના પાંચ ભાગમાં અનુક્રમે પ્રથમના વાંચ તીર્થકરેની દેશનાનું સ્વરૂપ વગેરે જણાવ્યું છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org