________________
(૩) અક્ષયતૃતીયા. (૪) ચંપાપુરી મહિમા. (૫) મહાપ્રાચીન કૌશાંબી નગરી. આ પાંચ બૃહત્યને સંક્ષિપ્ત અનુવાદ દાખલ કર્યો છે.
તેમાં પહેલા મહાચમત્કારી પ્રભુ શ્રી મણિયદેવ નામના બૃહત્કલ્પમાં–(૧) આ પ્રતિમાનું “માણિક્યદેવ” નામ શાથી પ્રસિદ્ધ થયું ? (૨) આ પ્રતિમાને વિદ્યારે પૂજતા હતા, તે પછી ઇ કેટલા ટાઈમ સુધી આ પ્રતિમાની પૂજા કરી ? (૩) નારદે મંદોદરીને આ પ્રતિમાને મહિમા કહ્યો, તેથી તેણે કરેલે અભિગ્રહ, ઇદ્રને આરાધી રાવણે પ્રતિમા મેળવી રાણી મંદોદરીને આપ્યા. તેણે કરેલી ભક્તિ, સીતાનું હરણ કરનાર રાવણને મંદોદરીએ કહેલ હિત વચન, રાવણે ન માન્યું, માણિકય દેવના અધિષ્ઠાયક સુરે મંદોદરીને કહેલ ભવિષ્યવાણ, લંકાનો નાશ, રાવણ નરકે ગયો, રાણીએ માણિજ્યદેવની પ્રતિમાને લવણ સમુદ્રમાં પધરાવ્યા, કલ્યાણ નગરના શંકરરાજાએ સુસ્થિત દેવ પાસેથી કઈ રીતે પ્રતિમાજી મેળવ્યા ? દેવે તેને કરેલી સૂચના, તે પ્રમાણે રાજાએ કર્યું, પણ રસ્તામાં તેને થયેલ વિચાર, તેના પ્રતાપે પાછું વાળીને જોવાથી દેવ વચન પ્રમાણે પ્રતિમાજી તેજ સ્થલે (કેલ્લપાક-કુલ્યાકનગરમાં) સ્થિર થયા, ત્યાં મંદિર બંધાવ્યું, સ્નાત્રના જલે ઉપદ્રવને નાશ, બ્લવણજલ તથા માટીનો પ્રભાવ, સ્નાત્રનું જલ ચેપડવાથી સપના ઝેરને નાશ, ઉપદેશ તરંગિણના ૧૪૧ મા પાને માણિક્ય સ્વામીની જણાવેલી બીના, એમ અનેક ઐતિહાસિક વર્ણનો વિસ્તારથી વર્ણવ્યા છે.
૨ અતિપ્રાચીન કલ્યાણક ભૂમિ “શ્રી અયોધ્યાનગરી” નામના બૃહત્ક૫માં કલ્યાણકભૂમિનો પ્રભાવ, અયોધ્યાનગરીની પ્રાચીનતા, વિનીતા નામ શાથી કહેવાયું? તેના બીજા નામે, પાંચ તીર્થકરોની ને પ્રભુ શ્રી વીરના ગણધર અચલ ભ્રાતાની જન્મ ભૂમિ પણ આ નગરી હતી, શ્રી દશરથ વગેરે રાજાએ, કુલકરે આ નગરીમાં થઈ ગયા. અહીં સીતાના શીલના પ્રભાવે અગ્નિ પણ જલ રૂ૫ થયે. સતી સીતાએ જલના ઉપદ્રવથી નગરીને બચાવી, રામની પહેલા સીતાએ વૈરાગ્યથી સંયમને આરાધી બારમા દેવલેકે ઇંદ્રપણું મેળવ્યું. અષ્ટપદ પર્વતની બીના, ભરતચક્રીએ બંધાવેલ વિશાલ જિનમંદિર, સરયૂ આદિ પ્રાચીન પદાર્થો, સેરીસા મહાતીર્થની પ્રતિમાજીની ઉત્પત્તિ, ત્યાંના મંદિરનું વર્ણન વગેરે અનેક ઐતિહાસિક વૃત્તાંતે વર્ણવ્યા છે.
૩ અક્ષય તૃતિયા નામના બૃહત્કલ્પમાં અખાત્રીજને મહિમા વર્ણવતાં શ્રી ઋષભદેવ પ્રભુના જીવન પ્રસંગે, શ્રેયાંસકુમારે પ્રભુશ્રી આદિનાથને કરાવેલ પારણું, અખાત્રીજ નામ પ્રસિદ્ધ થવાનું કારણ, તેનું બીજું નામ ઈશ્રુતૃતિયા શાથી કહેવાય છે, શ્રેયાંસની ભાવના, તેને પ્રભુ સાથે નવે ભને પરિચય, દાનના પાંચ ભૂષણે તથા પાંચ દૂષણે, શ્રી આદિ દેવને લગભગ એક વર્ષ સુધી આહાર ન મળે, તેનું શું કારણ? વગેરે બીના વિસ્તાર થી વર્ણવી છે.
૪ શ્રી ચંપાપુરી મહિમા આ નામના બ્રહ૯૫માં (૧) બારમા તીર્થંકર શ્રી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org