________________
૧૦ ]
[ ગસાર–પ્રવચન : ૩ ધમજીવને ઈન્દ્રપદના વૈભવમાંય સુખ નથી લાગતું; તે જાણે છે કે સુખ તે અમારા ચિદાનંદ સ્વભાવમાં છે, તેને સ્વાદ અમે ચાખ્યો છે. અમારો આત્મા તો પરમાત્મપદની પ્રાપ્તિ કરે એવે છે, તેને બદલે રાગ બાકી રહી ગયે તેનું આ ફળ છે, એમાં હોંશ નથી પણ ખેદ છે. પછી તે ધર્માત્મા, દેવલોકમાં બિરાજમાન વીતરાગ ભગવાનની શાશ્વતપ્રતિમા પાસે જઈને વંદન-પૂજનાદિ કરે છે ને વીતરાગતાની ભાવના ભાવે છે.–દેવલોકમાં એવે વ્યવહાર છે.
પ્રશ્ન–દેવગતિમાં તે સુખ છે ને?
ઉત્તર–ના, દેવપદમાંય સુખ નથી, ત્યાં કોઈને સુખ હોય તે તે સુખ સમ્યકત્વને લીધે છે, દેવગતિને લીધે નહીં. દેવગતિ પણ ભાવ છે, દુઃખ છે; ચારે ગતિ તે કષાયનું ફળ છે, તેમાં અવતરવું તે દુઃખ છે. ધમને, મુનિને દેવકનેય ભય છે કે, જે અમે આ ભવમાં જ કેવળજ્ઞાન નહીં પામીએ તે દેવલેકમાં અવતાર લેવું પડશે....અરેરે, મોક્ષ નહિ થાય ને ભવ કરવો પડશે–પછી ભલે સ્વર્ગનો ભવ હોય–પણ મોક્ષને તે તે રેકે જ છેને?—તેને સારે કેમ કહેવાય?–આમ ધમીનું ચિત્ત સંસારથી ભયભીત છે.
તડકામાં-રેતીમાં પડેલું માછલું, જેમ પાણી માટે તરફડે, તેમ ચારગતિમાં કષાયના તાપથી ત્રાસીને જે જીવ ચૈતન્યની શાંતિ માટે તરફડે છે, (-“કામ એક આત્માર્થનું ') માત્ર શાંતિ સિવાય બીજું કાંઈ જેને જોઈતું નથી એવા મોક્ષાભિલાષી ભવ્યજીવને માટે આ સંબોધન છે.
અથવા, જેમ કોઈને બેચાર દિવસમાં ફાંસી દેવાનું નકકી થયું હોય ત્યાં તે ભયભીત થઈ જાય, તેને કયાંય ચેન ન પડે, બધેથી તેનો રસ ઊડી જાય–આ તે એક જ ભવની ફાંસીની વાત છે, તેમ અહીં તે ચારગતિમાં અનંતભવના જન્મમરણની ફાંસી માથે લટકે છે, તેને જેને ભય હાય, ને તેમાંથી જેને છૂટવું હોય તેની વાત છે; તેને સંસારમાં કયાંય ચેન ન પડે, બધાય વિષય-કષામાંથી એનો રસ ઊડી જાય....ને એક મોક્ષના જ ઉપાયને તે શેળે.
વીર સં. ૨૪૯૦માં રાજકોટમાં જેલ જેવા માટે ગયેલા, ત્યારે ત્યાં ફાંસીની સજા પામેલા ૨૨ વર્ષના એક યુવાનને જોયેલે....એનું નામ બટુક. એકદમ ઢીલે ઉદાસ ને હતાશ હતે...એને દેખીને કરુણા આવતી હતી. એને ફાંસીમાંથી બચવાના ઉપાય કોઈ બતાવે છે? [જેલમાં ફાંસીની કોટડી પણ બતાવેલી; તે જોઈને ગુરુદેવને એમ થયું કે અરે, એકવાર ફાંસીએ ચડવાને કે ત્રાસ! તે અનંત જન્મ-મરણની ફાંસી માથે લટકે છે તેને ભય જીને કેમ નથી લાગત! ને તેનાથી છૂટવાનો ઉપાય કેમ નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org