Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 108 જંબુદ્વિવપન્નત્તિ-૧૧૫-૧૮ ભરતકૂટ નામે દ્વિતીય આવેલ છે. આ કૂટની ઉંચાઈનું પ્રમાણ સિદ્ધાયતન ફૂટની ઉંચાઈ બરાબર કહેવામાં આ દ્વિતીય કૂટની બહુસમરમણીય ભૂમિભાગની બરાબર મધ્યમાં એક વિશાળ પ્રાસાદાવતંસક આવેલ છે. આ પ્રાસાદાવતંસક એક ગાઉ જેટલો ઉંચો છે અર્ધા ગાઉ જેટલો વિસ્તાર વાળો છે પોતાની શ્વેત ઉજ્જવલ પ્રભાથી હસતો હોય તેમ લાગે છે. યાવતુ આ પ્રાસાદીય છે દર્શનીય છે અભિરૂપ છે પ્રતિરૂપ છે. પ્રાસાદાવત સકના બરાબર મધ્યભાગમાં એક વિશાળ મણિપીઠિકા છે. લંબાઈ ચોડાઈમાં પાંચસો ધનુષ જેટલી છે. સવત્મિના રત્નમય છે. આ મણિપીઠિકાની ઉપર એક સિંહાસન “આ સિંહાસન દક્ષિણાઈ ભરત કૂટના અધિષ્ઠાયક દેવના જે સામાનિક આદિ દેવો છે તેમના ઉપવેશન માટે યોગ્ય ભદ્રાસનોથી સમાહિત છે.” એવું કથન કરવું જોઈએ. આ કૂટનું નામ દક્ષિણાર્ધ ભરત કૂટ એટલા માટે પ્રસિદ્ધ થયું કે આ કૂટ પર દક્ષિણાર્ધ ભરત નામે એક દેવ રહે છે. આ દેવ મહદ્ધિક છે યાવતું પલ્યોપમની સ્થિતિવાળો છે. આ દેવ ત્યાં ચાર હજાર સામાનિક દેવોના ચાર સપરિવાર અગ્રમહિષીઓના ત્રણ પરિષદાઓના સાત સૈન્યોના સાત સેનાપતિઓના સોળ હજાર આત્મરક્ષક દેવોના તેમજ દક્ષિણાદ્ધ ભરત કૂટની દક્ષિણાધી રાજધાની નિવાસી અન્ય બીજા ઘણાં દેવ-દેવીઓના આધિ પત્ય, પૌરાપત્ય, સ્વામિત્વ, ભર્તૃત્વ મહત્ત રક્ત તેમજ આશેશ્વર સૈનાપત્ય કરાવતો પળાવતો તથા ચતુર વાજાઓ વગાડનારા પુરષોથી જોરથી વગાડેલા વાજીંત્રોથી ગીતો સાંભળીને નાટ્ય કે વારિત્રોના નાદપૂર્વક દિવ્યભોગ ભોગવતો પોતાનો સમય આનંદપૂર્વક પસાર કરે છે. સુમેરૂ પર્વતની દક્ષિણ દિશામાં તિર્થક અસંખ્યાત દ્વીપસ મુદ્રોને પારકરીને અન્ય જંબૂદ્વીપનામક દ્વીપમાં દક્ષિણ દિશામાં 12 હજાર યોજન નીચે આગળ જવાથી દક્ષિણાર્ધ ભારત દેવની દક્ષિણાધ નામની રાજધાની. આવેલી છે. વિજય દેવની રાજધાની વિષે જે પ્રમાણે કહેવામાં આવ્યું છે. તે પ્રમાણે જ વૈશ્રવણ કૂટ સુધી અને બીજા સર્વ કૂટોનું વર્ણન અહીં સમજવું વૈતાઢ્ય પર્વતના મધ્યમાં વક્ષ્યમાણ એ ત્રણ કૂટો છે. જે સ્વર્ણમય છે. એનાથી બીજા જે પર્વત કૂટો છે તે સર્વે રત્નમય છે. વૈડૂર્ય વગેરે રત્નોના બનેલા છે. એમાં “માણિભદ્ર કૂટ, વૈતાઢ્ય કૂટ અને પૂર્ણભદ્ર એ ત્રણ કૂટો કનકમાય છે અને બાકીના 6 ફૂટ રત્નમય છે. એ નવકૂટોમાંથી બે કૂટોના તમિસ ગુજ્ઞકૂટ અને ખ૩ પ્રપાત ગુફા કૂટના-દેવ વિસદશ નામવાળા છે. એમના નામો ક્રમશઃ કૃત માલક અને નૃતમાલક છે. શેષ 6 કૂટોના નામ જેવા જ નામવાળા છે એ દેવોની એક એક પલ્યોપમ જેટલી સ્થિતિ છે. જ્યાં અમે રહીએ છીએ એવા આ જંબૂદીપ નામક દ્વીપમાં જે સુમેરુ પર્વત છે. તે પર્વતની દક્ષિણ દિશામાં તિર્થક અસંખ્યાત દ્વીપ સમુદ્રોને ઓળંગીને 15 યોજન નીચે આગળ વધવાથી તે કૃતમાલાદિક દેવોની રાજધાનીઓ છે. એ સર્વ રાજધાનીઓ વિજ્યા રાજધાની જેવી જ છે. [19] હે ભદેતા વૈતાઢ્ય પર્વતનું વૈતાઢ્ય પર્વત નામ થયું તેનું કારણ શું છે? હે ગૌતમ ! વૈતાઢ્ય પર્વત ભરત ક્ષેત્રને બે વિભાગોમાં વિભક્ત કરે છે. દક્ષિણા ભરત અને ઉત્તરાર્ધ ભરત છે. આ વૈતાઢ્ય પર્વત પર વૈતાઢ્ય ગિરિમાર નામે એક દેવ રહે છે. આ મહદ્ધિક દેવ છે. આની એક પલ્યોમ જેટલી સ્થિતિ છે. આ કારણથી આ પર્વતનું નામ વૈતાઢ્ય એવું મેં કહ્યું છે. અથવા હે ગૌતમ ! વૈતાચ એવું નામ શાશ્વત છે. કેમકે એવું પણ નથી કે આ વૈતાઢ્ય પર્વત પહેલા હતો નહિ. પરંતુ ખરેખર એ પહેલાં પણ હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org