Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ વખારો-૪ 191 પહોળાઈ કહી છે. એક યોજન જેટલી મોટી છે. એ મણિપીઠિકાની ઉપર માણાવક નામ નો ચૈત્ય સ્તંભ મહેન્દ્ર ધ્વજના સરખા પ્રમાણવાળો અથતુ સાડા સાત યોજન જેટલા પ્રમાણવાળો વિગેરે મહેન્દ્રધ્વજના વર્ણન પ્રમાણે સમજવું. ઉપરના છ કોસને છોડીને નીચેના છ કોસ છોડીને વચલા સાડા બાર યોજનમાં જીનસથિ છે. એ માણવક ચૈત્ય સ્તંભની ઉપરના છ કોસ તથા નીચેના છ કોસને છોડીને વચલા સાડા ચાર યોજન પર અનેક સુવર્ણ રૂખમય ફલકો-પાટિયા કહ્યા છે. તેમાં અનેક વજમય ખીલાઓ કહેલ છે, તેમાં અનેક રજતમય શીકાઓ કહેલ છે. તેમાં અનેક ગોળ વર્તુલ સમુદ્ગકસુગન્ધિ દ્રવ્ય વિશેષના સંપુટો કહેલ છે, તેમાં અનેક જીનસકિથ-જીનના હાડકાઓ રાખેલ છે. જે ચમક દેવના તેમજ બીજા અનેક વાનવનતરજાતના દેવ તથા દેવિયોના અર્ચનીય વંદનીય, પૂજનીય, મંગલસ્વરૂપ, ચૈત્યસ્વરૂપ ઉપાસનીય છે. તેમની આશાતના થવાના ભય થી જ ત્યાં દેવો દેવિયોની સાથે સંભોગાદિનું આચરણ કરતા નથી મિત્રરૂપ દેવાદિ હાસ્ય રૂપ ક્રીડા વિગેરે પણ કરતા નથી,માણવક ચેત્યસ્તંભની પૂર્વદિશાએ સુધર્મ સભામાં પરિવાર સહિત ભદ્રાસનાદિ પરિવાર સાથે સિંહાસનો કહેલા છે. પશ્ચિમ દિશામાં શય્યા સ્થાન છે. એ સુધર્મ સભાના ઈશાન કોણમાં બે સિદ્ધાયતનો કહેલા છે. એજ સુધર્મ સભા માં કહેલ સઘળો પાઠ જીનગ્રહ અથતુ ચૈત્યનો પણ કહી લેવો એ સિદ્ધાયતન સાડા બાર યોજનના આયામવાળું છે. એક કોસ અને છ યોજનના વિખંભવાળું છે, નવ યોજન ઉંચું છે. અનેક સેંકડો સ્તંભોથી યુક્ત છે. જે રીતે સુધર્મસભાના પૂર્વ, દક્ષિણ, અને ઉત્તર દિશામાં ત્રણ દરવાજાઓ છે. તેની આગળ મુખ મંડપ તેની આગળ પ્રેક્ષા મંડપ તેની આગળ સ્તૂપ તેની આગળ ચૈત્ય વૃક્ષ તેની આગળ મેહન્દ્રધ્વજ તેની આગળ નંદા, પુષ્કરિણી કહેલ છે. તે પછી સભામાં છ હજાર મનોગુલિકા છ હજાર ગોમાનસી કહેલ છે. એ જ પ્રમાણે અહીં જીનગૃહમાં પણ એ તમામનું વર્ણન કરી લેવું. અહિંયા કેવળ સુધર્મસભાથી એટલી જ ભિન્નતા છે. એ જીન ગૃહોની બરોબર મધ્ય ભાગમાં એક એક ગૃહમાં મણિમય આસન વિશેષ કહેલા છે. એ મણિપીઠિકાનું પ્રમાણ આ પ્રમાણે કહેલ છે. તેનો વિસ્તાર બે યોજનો કહેલ છે. તેનું બાહુલ્ય એક યોજનાનું કહેલ છે. એ મણિપીઠિકાના ઉપરના ભાગમાં દરેકમાં જીન દેવના આસન કહેલ છે. એ આસનની લિંબાઈ પહોળાઈ બે યોજનની કહેલ છે. કંઈક વધારે બે યોજન જેટલો ઉંચો છે. એ ખાસ સર્વાત્મના રત્નમય કહેલા છે. જીન અથતુ અરિહંત પ્રતિમા કહેલ છે. સુધર્મસભાથી અન્ય ઉપપાતાદિસભાનું વર્ણન પણ સમજી લેવું. એ વર્ણન યાવતુ ઉપપાનસભા દેવો-ત્યુપલક્ષિત સભામાં શયનીય ગૃહ પર્યન્ત આ વર્ણન કહી લેવું, તે પછી. અભિષેક સભામાં નવા ઉત્પન્ન થયેલ દેવાભિષેક સ્થાન રૂપ અનેક અભિષેક યોગ્ય પાત્રો કહ્યા છે, અભિષેક કરાયેલ દેવના આભૂષણ ધારણ કરવાના સ્થાન રૂપ અનેક અલંકાર યોગ્ય પાત્રો રાકેલા છે. અલંકાર ધારણ કરેલ દેવોના શુભ અધ્યવસાયનું ચિન્તન કરવાના સ્થાન રૂપ ઉત્તમ પુસ્તકરત્ન બે નંદા પુષ્કરિણી વાવ બે બલિપીઠ છે.એ બલીપીઠ બે યોજન જેટલી લાંબી પહોળી છે. અચનિકા કાલ પછી નવા ઉત્પન્ન થયેલ દેવના બલિ રાખવાના પીઠ છે. તથા એ એક યોજન જેટલા વિસ્તારવાળું છે.અહીં યાવત્પદથી સર્વરત્નમય.અચ્છ,પ્રાસાદીય,દર્શનીય અભિરૂપ એ વિશેષણો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org