Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ બુદ્ધીવપન્નતિ-૪૧૪૬ છે. આ રીતે ત્રીજી પંક્તિના ચોસઠ પ્રાસાદો થાય છે. એ 64 પ્રાસાદાવતંસકો અધ ગાઉ અધિક સાડા સાત યોજન જેટલા ઉંચા કહેલ છે. કંઇક વધુ સાડા સાત યોજન જેટલા આયામ વિખંભવાળા કહેલ છે. બધાના વર્ણન દર્શક પદો પરિવાર સાથે સિંહાસન પહેલાં વર્ણન કરેલ પ્રકારથી વર્ણન કરી લેવું. એ મૂલ પ્રાસાદા વંસકની ઈશાન દિશાની તરફ અહીં આગળ યમક દેવની સુધમાં નામની બે સભાઓ દરેકની એક એકના કમથી કહેલ છે. તેનો આયામ-લંબાઈ સાડા બાર યોજનની છે. તેની પહોળાઈ એક ગાઉ અધિક છ યોજનની છે. નવી યોજના જેટલા તે ઉંચા છે. અનેક સેંકડો સ્તંભોથી વીંટળાયેલ ઈત્યાદિ એ સુધર્મ સભાની ત્રણે દિશાઓમાં ત્રણ દરવાજાઓ કહેલા છે. તે દ્વારા બે યોજન જેટલા ઉંચા છે એક યોજન જેટલો તેનો વિસ્તાર છે. એટલી જ એનો પ્રવેશ કહેલ છે. એ ત્રણેય દ્વાર ધોળા રંગના હોવાનું કહ્યું છે, ત્રણ દ્વારોની આગળ દરેકના ત્રણ મુખ મંડપ છે. તે મુખમંડપો સાડા બાર યોજન જેટલાં લાંબા છે. એક કોસ સાથે છયોજનના વિખંભ યુક્ત છે. કંઈક વધારે બે યોજનની તેની ઉંચાઈ કહી છે. ભૂમિભાગના વર્ણન પર્યન્ત એ વર્ણન ગ્રહણ કરી લેવું. પ્રેક્ષાગૃહ-નાયક શાળાના મંડપોનું મુખ મંડપ જેટલું પ્રમાણ કહેલ છે. દ્વારથી લઈ ને ભૂમિભાગ પર્યન્ત સઘળું. વર્ણન કરી લેવું, ચાર ખૂણાવાળા અસ્ત્રાકાર મણિપીઠિકાના આધાર વિશેષને કહે છે. એ મણિપીઠિકા એક યોજન જેટલી લાંબી પહોળી છે. અધ યોજનના વિસ્તાર વાળી છે સર્વ રીતે સ્ફટિક, મરક્ત વિગેરે મણિમય છે. અહિંયાં સિંહાસનોનું કથન કરી લેવું. એ નાટ્યશાળાની આગળ મણિપીઠિકા કહેલ છે. એ મણિ પીઠિકાઓ બે યૌજન જેટલી આયામ વિખંભ વાળી છે. એક યોજન જેટલી વિસ્તૃત છે. સર્વ રીતે મણિમય છે. એ મણિપીઠિકાની ઉપર પ્રત્યેકના ત્રણ સ્તંભો કહેલા છે, એ સ્તંભો બે યોજન જેટલો તેનો આયામવિખંભ છે. બે યોજન જેટલા ઊંચા છે. સફેદ છે. એ સ્તૂપની ચારે બાજુ ચાર મણિપીઠિકાઓ છે. મણિ પીઠિકાઓ એક એક યોજન જેટલી લાંબી અને પહોળી છે. અધ યોજન જેટલી વિસ્તૃત છે, એ મણિપીઠિકામાં જીન- અરિહંત ની પ્રતિમાઓ કહેલ છે. ત્યાં ઋષભ ચંદ્રાનન વર્ધમાન વારિપેણ એન નામના ચાર શાશ્વત, અરિહંત પ્રતિમાઓ જાણવી. ચૈત્યવૃક્ષની. મણિપીઠિકાનો આયામ વિખંભ લંબાઈ પહોળાઈ બે યોજ નની છે. તથા એક યોજનાના વિસ્તારવાળી છે. અહીંયાં સંપૂર્ણ ચૈત્યવૃક્ષનું વર્ણન કરી લેવું જોઈએ.એ ચૈત્યવૃક્ષોની આગળ એ પૂર્વોક્ત મણિપીઠિકા કહેલ છે. એ પૂર્વોક્ત મણિપીઠિકાઓનો આયામ અને વિખંભ એક યોજન જેટલો કહેલ છે. તેમજ અધ યોજન જેટલા વિસ્તારવાળી કહેલ છે. એ મણિપીઠિકાની દરેકની ઉપર મહેન્દ્ર ધજાઓ કહેલ છે. એ મહેન્દ્ર ધજાઓ સાડા સાત અધ કોસ જેટલી ઉંચી છે. વજમય વૃત્ત વિગેરે શબ્દોવાળું તેનું વર્ણક સૂત્ર અહીંયા કહી લેવું સુધર્મ સભામાં છ હજાર મનોગુલિકા અથતુ પીઠિકા કહેલ છે. તે આ પ્રમાણે છે. પૂર્વ દિશામાં બે હજાર પશ્ચિમ દિશામાં બે હજાર દક્ષિણ દિશામાં એક હજાર ઉત્તર દિશામાં એક હજાર યાવત્ પુષ્પમાલાઓ રાખેલ છે. એ સુધર્મસભાની મધ્યમાં અત્યન્ત સમતલ યુક્ત હોવાથી રમણીય ભૂમિભાગ કહેલ છે. એ સુધર્મસભાના મધ્ય ભાગમાં મણિમય આસન વિશેષ દરેકમાં કહેવા જોઈએ તેની બે યોજનની. લંબાઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org