Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ વખારો-૭ 241 હે ગૌતમ! તે સમયે ૧૮મુહૂર્તનીરાત હોય છે.પરંતુ આ રાત એક મુહૂર્તના કૃત 61 ભાગો માંથી 4 ભાગ કમ હોય છે. અહીં પૂર્વમંડળના બે અને પ્રસ્તુતમંડળના બે આ પ્રમાણેએ ચાર ભાગો ગૃહીત થાય છે. એટલે તે પૂર્વમંડળના એક મુહૂર્તના 61 ભાગોમાંથી 2 ભાગ , અને આ પ્રમાણે 4 ભાગો ગૃહીત થયા છે. તથા 12-4 61 મુહૂર્તનો દિવસ હોય છે. એટલે કે 461 ભાગ જે રાત્રિના પ્રમાણમાં કમ થયો છે, તે અહીં વધી જાય છે. આ પ્રમાણે અનંતર વર્ણિત આ ઉપાય મુજબ પ્રતિમંડળ દિવસ અને રજની સંબંધી મુહૂર્તક ષષ્ટિ ભાદ્વયની વૃદ્ધિ અને હાનિ મુજબ જમ્બુદ્વીપોમાં મંડળોને કરતો સૂર્ય તદનંતર મંડળથી તદનંતર મંડળ પર એક મંડળથી બીજા મંડળ પર ગમન કરતો, બે-બે મુહૂર્તક ષષ્ટિભા ગોને પ્રતિમંડળ પર રજનીક્ષેત્રને અત્યલ્પ કરતો કરતો તેમજ દિવસ ક્ષેત્રને વૃદ્ધિગત. કરતાં-કરતો અધિકઅધિક કરતો સવવ્યંતરમંડળ પર પહોંચીને ગતિ કરે છે. જે કાળે સૂર્ય સર્વ બાહ્યમંડળથી સવવ્યંતરમંડળ પર પહોંચી જાય છે. ત્યારે સર્વ બાહ્યમંડળની મર્યાદા કરીને 183 રાતદિવસોમાં 366 અને એક મુહૂર્તના 61 ભાગો સુધીની રાતના ક્ષેત્રમાં ન્યૂનતા કરતો અને દિવસના ક્ષેત્રમાં વૃદ્ધિ કરતો આ. સૂર્ય ગતિ કરે છે. આ દ્વિતીય ષટ્ માસ છે. એટલે કે ઉત્તરાયણનો ચરમ માસ છે. અહીં ઉત્તરાયણની પરિસમાપ્તિ થઈ જાય છે. આ આદિત્ય સંવત્સર છે. અને અહીં આદિત્યના સંવત્સરની વર્ષની-સમાપ્તિ થઈ જાય છે. હે ભદત ! જ્યારે સૂર્ય સવભિંતરમંડળ પર પહોંચીને ગતિ કરે છે. એટલે કે ઉત્તરાયણથી દક્ષિણાયન તરફ ગતિ કરે છે. તે સમયે તાપક્ષેત્રની સૂર્યના પ્રકાશથી પ્રકાશિત થયેલા ગગનખંડની શી વ્યવસ્થા હોય છે? હે ગૌતમ! ઉપરની તરફ મુખવાળા કદંબ પુષ્પનો જેવો આકાર હોય છે, તેવો જ આકાર વ્યવસ્થા સૂર્યના પ્રકાશથી પ્રકાશિત થયેલા ગગનખંડનો થાય છે. તે એક-એક તાપક્ષેત્ર સંસ્થિતિની બે બાહાઓ અનવ સ્થિત છે. તે નિયત પરિમાણવાળી નથી. તે બે બાહાઓ આ પ્રમાણે છે-એક સવભ્યિત્તર બાહા અને બીજી સર્વ બાહ્યા બાહા. એમાં જે એક એક તારક્ષેત્ર સંસ્થિતિની સવભિંતર બાહા છે, તે મંદરપર્વતના અંતમાં મેગિરિની પાસે 986-910 યોજના જેટલી પરિક્ષેપવાળી છે. હે ગૌતમ ! મંદરપતિનો જે પરિક્ષેપ છે, તેને ત્રણથી ગુણિત કરો અને પછી તે ગુણનફળમાં દશનો ભાગાકાર કરો તેથી આના પરિક્ષેપનું પ્રમાણ નીકળી આવશે. આ પ્રમાણે શિષ્યોને સમજાવવા જોઈએ. તે તાપક્ષેત્ર સંસ્થિતિની જે સર્વ બાહ્ય બાહા છે તે લવણસમુદ્રના અંતમાં 64860 4 10 યોજન જેટલા પરિક્ષેપવાળી છે. હે ગૌતમ ! જબૂદીપનો જે પરિક્ષેપ છે. તેને ત્રણ વડે ગુણિત કરો, અને ગુણિત કરીને આગત રાશિના 10 છેદ કરો. એટલે કે 10 થી ભાગાકાર કરો ત્યારે આ પૂર્વોક્ત પરિક્ષેપનું પ્રમાણ નીકળી આવે છે. હે ગૌતમ ! તાપક્ષેત્ર આયામની અપાક્ષાએ 78333-13 યોજન પ્રમાણ છે. એમાં 45 હજાર યોજન તો દ્વીપગત છે અને શેષ 33333-13 લવણસમુદ્ર-ગત છે. એ બન્નેને એકત્ર કરીએ તો 38333-13 યોજન થાય છે. આનો ભાવ આ પ્રમાણે છે કે મંદરપર્વતથી સૂર્ય પ્રકાશ પ્રતિહન્યમાન થાય છે. આવો કેટલાકનો મત છે. અને કેટલાક આ પ્રમાણે પણ વિચારે છે કે મેરુથી સૂર્યપ્રકાશ પ્રતિહન્યમાન થતો નથી, હવે પ્રથમ મત મુજબ -કે મેરુપર્વતથી માંડીને જંબૂદ્વીપ સુધી 16 iucation International For Private & Personal Use Only www.jainelibrary.org L