Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 169
________________ વક્કારો-૭ 259 હોય છે પરંતુ કુલોપકુલ સંજ્ઞક નક્ષત્રથી યુક્ત હોતી નથી. જ્યારે તે કુલસંજ્ઞક નક્ષત્રથી યુક્ત હોય છે ત્યારે અશ્વિની નક્ષત્રથી યુક્ત હોય છે અને જ્યારે તે ઉપકુલસંજ્ઞક નક્ષત્રથી યુક્ત હોય છે ત્યારે રેવતી નક્ષત્રથી યુક્ત હોય છે કાર્તિકી પૂર્ણિમા કુલસંશક નક્ષત્રોથી યુક્ત હોય છે અને ઉપકુલસંજ્ઞક નક્ષત્રોથી યુક્ત હોય છે પરન્તુ તે કુલીપકુલ સંજ્ઞક નક્ષત્રોથી યુક્ત હોતી નથી. જ્યારે તે કુલસંજ્ઞક નક્ષત્રથી યુક્ત હોય છે ત્યારે તે કૃત્તિકા નક્ષત્રથી યુક્ત હોય છે અને જ્યારે ઉપકુલસંજ્ઞક નક્ષત્રથી યુક્ત હોય છે ત્યારે ભરણી. નક્ષત્રથી સંલગ્ન હોય છે. માર્ગશીષી પૂર્ણિમાને કુલસંજ્ઞક નક્ષત્ર યુક્ત કરે છે, ઉખુલ સંશક નક્ષત્ર યુક્ત કરે છે, પણ કુલોપકુલસંજ્ઞક નક્ષત્ર યુક્ત કરતાં નથી. જ્યારે કુલ સંજ્ઞક નક્ષત્ર તેને મુક્ત કરે છે ત્યારે તેમનામાંથી મૃગશિરા નક્ષત્ર તેને મુક્ત કરે છે અને જ્યારે ઉપકુલસંજ્ઞક નક્ષત્ર તેને મુક્ત કરે છે ત્યારે તેને રોહિણી નક્ષત્ર યુક્ત કરે છે. એવી જ રીતે માર્ગશીર્ષ પૂર્ણિમાન્ત સુધી કહેલા પ્રકાર અનુસાર-ઉક્તથી અવશિષ્ટ પૌષી પૂર્ણિમાથી લઈને અષાઢી પૂર્ણિમાઓના સમ્બન્ધમાં કહી લેવું જોઇએ. ' હે ભદન્ત ! જે શ્રાવિષ્ઠી અમાવાસ્યા છે તેને કેટલાં નક્ષત્ર વ્યાપ્ત કરે છે ? હે ગૌતમ ! શ્રાવિષ્ઠી અમાવાસ્યાને બે નક્ષત્ર પરિસમાપ્ત કરે છે આ બે નક્ષત્રો આ છે. એક અશ્લેષા નક્ષત્રને બીજું મઘા નક્ષત્ર ભાદ્રપદમાસ ભાવિની અમાવસ્યાને પૂવ ફાલ્યુની નક્ષત્ર અને ઉત્તર ફાલ્વની નક્ષત્ર આ બે નક્ષત્ર પરિસમાપ્ત કરે છે. અશ્વયુજી અમાવાસ્યાને હસ્ત નક્ષત્ર અને ચિત્રા નક્ષત્ર આ બે નક્ષત્ર પરિસમાપ્ત કરે છે. કાર્તિકી અમાવાસ્યાને સ્વાતિ નક્ષત્ર અને વિશાખા નક્ષત્ર પરિસમાપ્ત કરે છે. માર્ગશીર્ષ અમાં વાસ્યાને ત્રણ નક્ષત્રો સમાપ્ત કરે છે અનુરાધા નક્ષત્ર, યેષ્ઠા નક્ષત્ર અને મૂલ નક્ષત્ર છે. પૌષી અમાવસ્યાને પૂવષિાઢા નક્ષત્ર અને ઉત્તરાષાઢા નક્ષત્ર પરિસમાપ્ત કરે માધી. અમાં વસ્યાને અભિજિતુ નક્ષત્ર શ્રવણ નક્ષત્ર અને ધનિષ્ઠા નક્ષત્ર પરિસમાપ્ત કરે છે ફાગુની અમાવાસ્યાને શતભિષકુ નક્ષત્ર, પૂર્વભાદ્રપદા નક્ષત્ર અને ઉત્તરભાદ્રા નક્ષત્ર પરિસમાપ્ત કરે છે ચૈત્રી અમાવાસ્યાને રેવતી અને અશ્વિની પરિસમાપ્ત કરે છે. વૈશાખી જે અમાવસ્યાઓ છે તેમની પરિસમાપ્તિ ભરણી અને કૃત્તિકાઓ બે નક્ષત્રો માંથી કોઈ એક નક્ષત્ર દ્વારા થાય છે. જ્યેષ્ઠમાસ ભાવિની અમાવાસ્યાની પરિસમાપ્તિ રોહિણી નક્ષત્ર અને મૃગશિર નક્ષત્ર એ બે નક્ષત્રો દ્વારા થાય છે આષાઢી અમાવસ્યાને આધ્વનિક્ષત્ર પુનર્વસુ નક્ષત્ર અને પુષ્ય નક્ષત્ર પરિસમાપ્ત કરે છે. શ્રાવિષ્ઠી અમાવસ્યાની સાથે કુલસંજ્ઞક નક્ષત્ર પણ હોય છે, ઉપકુલસંજ્ઞક નક્ષત્ર પણ યુક્ત હોય છે પરંતુ કુલોપકુલસંશક નક્ષત્ર યુક્ત હોતાં નથી શ્રાવિષ્ઠી અમાવસ્યા જ્યારે કુલસંજ્ઞક નક્ષત્રની સાથે યોગ કરે છે ત્યારે તે મઘા નક્ષત્રની સાથે યોગ કરે છે અને જ્યારે ઉપકુલસંજ્ઞક નક્ષત્રની સાથે યોગ કરે છે ત્યારે તે અશ્લેષા નક્ષત્રની સાથે યોગ કરે છે પ્રૌષ્ઠપદી અમાવાસ્યાને કુલસંજ્ઞક નક્ષત્ર અને ઉપકુલસંજ્ઞક નક્ષત્ર એ બે નક્ષત્ર યુક્ત કરે છે જ્યારે કુલસંજ્ઞક નક્ષત્ર યુક્ત કરે છે ત્યારે તેમનામાંથી ઉત્તરફાલ્વની નક્ષત્ર યુક્ત કરે છે અને જ્યારે ઉપકુલસંજ્ઞક નક્ષત્ર પોતાનાથી તેને મુક્ત કરે છે ત્યારે તેમનામાંથી પૂર્વાશુની નક્ષત્ર તેને પોતાની સાથે યુક્ત કરે છે. માર્ગશીર્ષ અમાવાસ્યાને કુલ સંજ્ઞક નક્ષત્ર યુક્ત કરે છે, ઉપકુલસંજ્ઞક નક્ષત્ર પણ યુક્ત કરે છે તેમજ કુલીપકુલસંજ્ઞક નક્ષત્ર પણ યુક્ત કરે છે. જ્યારે કુલસંજ્ઞક નક્ષત્ર યુક્ત કરે છે ત્યારે તેમનામાંથી એક મૂલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 167 168 169 170 171 172 173 174 175 176 177 178