Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 174
________________ 264 બુદ્ધીવનત્તિ- 7347 સોળ-સોળ હજાર દેવ છે, એક એક ગ્રહમાં આઠ હજાર જ દેવવાહક છે. એક એક નક્ષત્રમાં ચાર ચાર હજાર દેવવાહક છે. એક એક તારરૂપમાં બે જ હજાર દેવવાહક છે. [૩૪૮-૩પ૯) હે ભદન્ત! આ ચન્દ્ર, સૂર્ય ગ્રહ નક્ષત્ર અને તારારૂપ જ્યોતિષ્કની વચમાં કોણ કોનાથી શીઘ્રગતિવાળા છે? હે ગૌતમ ! ચન્દ્રમાઓની અપેક્ષા સૂર્યોની શીઘગતિ છે સૂર્યોની અપેક્ષા ગ્રહોની શીધ્રગતિ છે. ગ્રહોની અપેક્ષા નક્ષત્રોની શીઘ. ગતિ છે. નક્ષત્રોની અપેક્ષા તારારૂપોની શીધ્રગતિ છે સર્વથી અલ્પગતિ ચન્દ્રમાઓની છે અને સર્વની અપેક્ષા શીધ્રગતિવાળા તારારૂપ છે. હે ભદન્ત ! આ ચન્દ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારરૂપોમાંથી કોણ સર્વમહર્દિકછે? હે ગૌતમ ! તારારૂપોની અપેક્ષા નક્ષત્ર મહતી ઋદ્ધિવાળા છે, નક્ષત્રોની અપેક્ષા ગ્રહ- મહતી ઋદ્ધિવાળા છે. ગ્રહોની અપેક્ષા સૂર્ય મહાદ્ધિવાળા છે. અને સૂયોની અપેક્ષા ચન્દ્ર મહાદ્ધિવાળા છે. આવી રીતે સૌથી ઓછી ઋદ્ધિવાળા તારરૂપ છે અને સહૂથી અધિક ઋદ્ધિવાળા ચન્દ્ર છે. હે ભદન્ત ! જમ્બુદ્વીપ નામના દ્વિીપમાં એક તારાથી બીજા તારા નું કેટલું અત્તર અબાધાથી કહેવામાં આવ્યું છે ? હે ગૌતમ ! અત્તર વ્યાઘાતિક અને નિવ્યઘિાતિકના ભેદથી બે પ્રકારનું કહેવામાં આવેલ છે. જે અત્તરમાં પર્વતાદિકોનું પડી જવાનું થાય છે તે વ્યાઘાતિક અત્તર અને જે અત્તર આ વ્યાઘાતથી રહિત હોય છે. તે નિવ્યઘિાતિક અન્તર છે આમાં જે વ્યાઘાત વગરનું અત્તર છે તે ઓછામાં ઓછું પાંચસો ધનુષ્યનું છે અને વધુમાં વધુ બે ગભૂતનું છે. આ વ્યાઘાતિક જે અન્તર છે તે 266 યોજનાનું છે અને ઉત્કૃષ્ટથી અત્તર 12242 યોજનાનું છે. હે ભદન્ત:જ્યોતિષ્ક ચન્દ્રજ્યોતિષ્કરાજ ચન્દ્રદેવની કેટલી અઝમહિષિઓ-છે ? હે ગૌતમ ! ચન્દ્રદેવની અગ્રહિષ્યાઓ ચાર કહેલી છે.ચન્દ્રપ્રભા, જ્યોત્સનાભા, અચિમાલી અને પ્રભંકરા. એક-એક પટ્ટદેવીનો પરિવાર ચાર ચાર હજાર દેવિઓનો છે, તે ચારે પટ્ટદેવીઓમાં એવી શક્તિ છે કે પોતાની વિકુવણા શક્તિથી પોતાના જેવા રૂપ વાળી એક હજાર દેવીઓની, પરિચારણના સમયે જ્યોતિષ્કારજ ચન્દ્રની ઈચ્છાને પ્રાપ્ત કરીને વિદુર્વણા કરી શકે. આ રીતે ચાર-ચાર હજાર દેવીઓની એક એક પટ્ટરાણી અગ્ર મહિષી-સ્વામિની હોય છે. આ કારણે ચારે પટ્ટરાણીઓની 16 હજાર દેવીઓ થઈ જાય છે હે ભદન્ત ! જ્યોતિર્મેન્દ્ર, જ્યોતિષ્કરાજ ચન્દ્ર પોતાના ચન્દ્રાવતંસક વિમાનમાં ચન્દ્ર નામની રાજધાનીમાં સુધમસભામાં અન્તપુરની સાથે દિવ્યભોગોને ભોગવી શકે છે ? વિષય સેવન કરી શકે છે? હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. હે ગૌતમ ! જ્યોતિર્મેન્દ્ર જ્યોતિકરાજ ચન્દ્રની ચન્દ્રા રાજધાનીમાં સુધમસિ ભામાં માણવક નામનો એક ચૈત્ય સ્તન્મ છે. તેની ઉપર વિજય ગોળવૃત્ત સમુદૂગકોમાં જિનેન્દ્ર દેવના હાડકાઓ રાખેલા છે. તે હાડકાં ચન્દ્ર અને અન્ય દેવદેવીઓ દ્વારા અર્ચનીય યાવતુ પપાસનીય છે, આ કારણે હે ગૌતમ ! મેં એવું કહ્યું છે કે જ્યોતિર્મેન્દ્ર જ્યોતિષ્ઠરાજ ચન્દ્ર સુધમસભામાં અન્તઃપુરની સાથે દિવ્ય ભોગભોગને ભોગવી શકવા સમર્થ નથી. હા, તે આ રૂપથી આ મારો પરિકર છે, આ તેની સમ્પત્તી છે, એ પ્રકારે ત્યાં પોતાનો પ્રભાવ પ્રકટ કરી શકે છે. પરન્તુ તે ત્યાં મૈથુન સેવન કરી શકતો નથી, હે ગૌતમ ! સુર્યની ચાર અઝમહિષિઓ કહેવામાં આવી છે. સર્વપ્રભા (1) આત્મપ્રભા (2) અચિંમાલી (3) અને પ્રભંકરા. આ સમ્બન્ધમાં બાકીનું બધું કથન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 172 173 174 175 176 177 178