Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 176
________________ ૨દક જંબદ્વીપનત્તિ - 364 ગણાં અધિત છે. હે ભદન્ત ! આ જમ્બુદ્વીપ નામના દ્વીપમાં સૌથી ઓછા અને સૌથી અધિક સવગ્રરૂપથી કેટલાં તીર્થકર હોય છે? હે ગૌતમ ! જઘન્ય પદમાં ચાર તીર્થકર હોય છે તથા ઉતકૃષ્ટ પદમાં 34 તીર્થંકર હોય છે. હે ભદન્ત ! આ જંબૂઢીપ નામના દ્વીપમાં જઘન્ય રૂપથી કેટલા ચક્રવર્તી રહે છે અને ઉત્કૃષ્ટ રૂપથી કેટલાં ચક્રવતી રહે છે? હે ગૌતમ ! ઓછામાં ઓછા ચાર રહે છે ઉત્કૃષ્ટ પદમાં 30 ચક્રવર્તી રહેવાનું કહેવામાં આવ્યું છે જેટલાં ચક્રવર્તી હોય છે તેટલાં જ બળદેવ હોય છે અથતુ જઘન્યપદમાં ચાર બળદેવ હોય છે અને ઉત્કૃષ્ટ પદમાં 30 બળદેવ હોય છે.વાસુદેવ પણ આ પ્રકારે જહોય છે, કારણ કે આ વાસુદેવ બળદેવના સહચારી હોય છે. હે ભદન્ત ! જમ્બુદ્વીપ નામના દ્વીપમાં નિધાન કેટલાં કહેવામાં આવ્યા છે ? જબૂદ્વીપ નામના દ્વીપમાં કુલ નિધાનોની સંખ્યા 306 હોય છે, કેમકે નિધાન નવ હોય છે તેને 34 થી ગુણીએ તો 306 થઈ જાય છે, હે ગૌતમ ! આ નિધાનોમાંથી ઓછામાં ઓછા 36 નિધાન અને વધુમાં વધુ 27 નિધાન ચક્રવર્તી આદિકના કામમાં આવે છે સમસ્ત પંચેન્દ્રિય રત્ન 210 કહેવામાં આવ્યા છે કારણ કે ઉત્કૃષ્ટ પદભાવી 30 ચક્રવર્તીઓમાંથી પ્રત્યેક ચક્રવર્તીના 7-7 પંચેન્દ્રિય સેનાપતિ આદિ રત્ન હોય છે જઘન્ય પદમાં 28 પંચેન્દ્રિય રન પ્રયોજન ઉત્પન્ન થયેથી કામમાં લાવવામાં આવે છે કારણ કે જઘન્ય પદમાં એક સમયમાં ચાર જ ચક્રવર્તીઓનો અભાવ છે. હે ગૌતમ ! સર્વ-સંખ્યા થી ચક્રવર્તીઓના એકેન્દ્રિય રત્ન 210 કહેવામાં આવ્યા છે, જઘન્ય પદમાં વર્તમાન ચક્રવર્તીઓ દ્વારા 28 એકેન્દ્રિય રત્ન પ્રયોજન ઉપસ્થિત થવાથી કામમાં લાવવામાં આવે છે. હે ગૌતમ ! જમ્બુદ્વીપ નામનો જે આ દ્વીપ છે તેના આયામ તથા વિષ્કમભ એક લાખ યોજનાનું છે એનો પરિક્ષેપ 3 ત્રણ લાખ 16 હજાર બસો 27 યોજન 3 કોશ 2800 ધનુષ 13 આગળથી કંઈ વિશેષાધિક છે એનો ઉધ-જમીનની અંદર રહેવું તે એક હજાર યોજન છે- એથી ઊંચાઈ કિંઈક અધિક 99 હજાર યોજનની છે. આ રીતે એનું સવપ્રમાણ એક લાખ યોજનથી કંઈક અધિક છે, હે ગૌતમ ! જમ્બુદ્વીપ કથંચિત શાશ્વત છે અને કથંચિત્ અશાશ્વત છે. જમ્બુદ્વીપને જે શાશ્વત કહેવામાં આવ્યો છે તે દ્રધ્યાર્થિ- કનયની અપેક્ષા લઈને કહેવામાં આવ્યો છે જમ્બુદ્વીપ વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શ પયયોની અપેક્ષા અશાશ્વત છે. કારણ કે દ્રવ્યાશ્રિત રૂપાદિ પયયોમાં પ્રતિક્ષણે પરિણમન થતું જ રહે છે, આ જમ્બુદ્વીપ પૂર્વકાળમાં ક્યારે પણ હતો. નહીં એવી કોઈ વાત નથી પરન્તુ તે પૂર્વકાળે પણ હયાત હતો. તે આ સમયે ઉપલબ્ધ થાય છે સર્વદા જ આ એવો જ રહેશે. આથી તે ધ્રુવ નિયત શાશ્વત અવ્યય છ અવસ્થિત નિત્ય વિશેષણવાળો છે હે ગૌતમ ! આ જમ્બુદ્વીપ પૃથ્વિના પરિણામરૂપ પણ છે. પાણીના પરિણામરૂપ પણ છે. જીવપરિણામરૂપ પણ છે. પુદ્ગલના પરિણામરૂપ પણ છે. હે ભદન્ત ! આ જમ્બુદ્વપ નામના દ્વિીપમાં સમસ્ત પ્રાણ-બેઈન્દ્રિય, ઈન્દ્રિય, ચૌરિદ્ધિ જીવ, સમસ્ત જીવ-પંચેન્દ્રિયજીવ, સમસ્ત ભૂત-વૃક્ષ, અને સમસ્ત સત્ત્વપૃથ્યિ, પાણી, અગ્નિ અને વાયુકાયિક આ બધાં પૃથ્વિકાયિકરૂપથી, અકાયિક રૂપથી તેજસ્કાયિક રૂપથી વાયુકાયકરૂપથી અને વનસ્પતિકાયિક રૂપથી પૂર્વે ઉત્પન્ન થઈ ચૂક્યાં છે શું? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 174 175 176 177 178