Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 26o બુદ્ધીવપત્તિ- 332 નક્ષત્ર તેનો યોગ કરે છે અને જ્યારે ઉપકુલસંજ્ઞક નક્ષત્ર તેને યુક્ત કરે છે ત્યારે તેમાં જ્યેષ્ઠા નક્ષત્ર તેને યુક્ત કરે છે તથા જ્યારે કુલીપકુલસંજ્ઞક નક્ષત્ર યુક્ત કરે છે ત્યારે તેમાં અનુરાધા નક્ષત્ર ડાય છે. આ જ પૂવક્ત કથન અનુસાર માઘ માસભાવિની અમાવાસ્યાને, ફાલ્યુનમાભાવિની અમાવાસ્યાને અને અષાઢ માસ ભાવિની અમાવાસ્યાને કુલસંજ્ઞક નક્ષત્ર ઉપકુલ સંજ્ઞક નક્ષત્ર અને કુલોપકુલસંજ્ઞક નક્ષત્ર વ્યાપ્ત કરે છે એમ કહેવું જોઈએ. તથા બાકીની પૌથી અમાવાસ્યાને ચૈત્ર માસની અમાવાસ્યાને જ્યેષ્ઠ માસની અમાવાસ્યાને કુલસંજ્ઞક અને ઉપકુલસંજ્ઞક નક્ષત્ર એ બે નક્ષત્ર જ વ્યાપ્તકરે છે. ' હે ભદન્ત ! જે સમયે મઘા નક્ષત્રથી યુક્ત પૂર્ણિમા હોય છે ત્યારે પશ્ચાતું કાલભાવિની અમાવાસ્યા શ્રાવિષ્ઠા નક્ષત્રથી યુક્ત હોય છે શું? હા, ગૌતમ જ્યારે શ્રાવિષ્ઠી પૂર્ણિમા નક્ષત્રથી યુક્ત પૂર્ણિમા હોય છે ત્યારે તેની પછી આવતી અમાવાસ્યા મઘા. નક્ષત્રથી યુક્ત હોય છે. જયારે મઘા નક્ષત્રથી યુક્ત પૂર્ણિમા હોય છે ત્યારે પાશ્ચાત્ય અમાવાસ્યા શ્રવણ નક્ષત્રથી યુક્ત હોય છે જે કાળમાં ઉત્તર ભાદ્રપદ નક્ષત્રથી યુક્ત પૂર્ણિમા હોય છે તે સમયે પાશ્ચાત્ય અમાવાસ્યા ઉત્તરફાગુની નક્ષત્રથી યુક્ત હોય છે અને જ્યારે ઉત્તરફાલ્યુની નક્ષત્રથી યુક્ત પૌર્ણમાસી હોય છે ત્યારે અમાવાસ્યા પ્રૌષ્ઠપદી-ઉત્તરભાદ્રપદા નક્ષત્રથી યુક્ત હોય છે આજ પૂર્વોક્ત કથન પદ્ધતિ અનુસાર પૂર્ણિમાઓને અને અમાવાસ્યાઓને પણ જાણી લેવી જોઈએ. અશ્વિની પૂર્ણિમા, ચૈત્રી અમાવાસ્યા કાર્તિકી પૂર્ણિમા, વૈશાખી અમાવાસ્યા માર્ગશીર્ષ પૂર્ણિમા જયેષ્ઠા મૂલી. અમાવાસ્યા, પૌષપૂર્ણિમા અને અષાઢી અમાવસ્યા. [333-335] હે ભદન્ત ! ચાર માસનો જે વષકાળ છે તે વષકાળના શ્રાવણ માસ રૂપ પ્રથમ માસના ક્રમશઃ પરિસમાપક સ્વયં અસ્તગમન દ્વારા કેટલા નક્ષત્ર છે? હે ગૌતમ ! આ ચાર નક્ષત્ર ઉત્તરાષાઢા, અભિજિત શ્રવણ અને ધનિષ્ઠા ઉત્તરાષાઢા નક્ષત્ર શ્રાવણમાસના પ્રથમના 14 અહોરાતની પરિસમાપ્તિ કરે છે. અભિજિત્નક્ષત્ર 7 અહોરાતની પરિસમાપ્તિ કરે છે. શ્રવણ નક્ષત્ર આઠ અહોરાતની પરિસમાપ્તિ કરે છે, અને ધનિષ્ઠા નક્ષત્ર એક રાતદિવસની પરિસમાપ્તિ કરે છે. શ્રાવણમાસમાં અન્તના દિવસે ચાર આંગળથી અધિક પૌરૂષીરૂપ છાયાથી યુક્ત સૂર્ય પરિભ્રમણ કરે છે. માસના અન્તિમ દિવસમાં બે પદવાળી અને ચાર આંગળવાળી પૌરૂષી હોય છે ચાર નક્ષત્ર વષકાળના ભાદ્રપદ માસના પરિસમાપક હોય છે. ધનિષ્ઠા, શતભિષ પૂર્વભાદ્રપદા અને ઉત્તરભાદ્રપદા, જે ધનિષ્ઠા નક્ષત્ર છે તે 14 અહોરાત્રિનું પરિસમાપક હોય છે શતભિષક નક્ષત્ર સાત અહોરાત્રિનું પરિસ માપક છે. પૂર્વભાદ્રપદા, આઠ અહોરાત્રિઓના પરિસ માપક-છે. અને ઉત્તરભાદ્રપદા એક અહોરાત્રિનું પરિસમાપક હોય છે. આ મહિનામાં આઠ આંગળ અધિક પૌરૂષી રૂ૫ છાયાથી યુક્ત થયેલો સૂર્ય પરિભ્રમણ કરે તે મહિનાના છેલ્લા દિવસે બે પદોવાળી તેમજ આઠ આંગળવાળી પૌરૂષી હોય છે. આશ્વિન માસને ત્રણ નક્ષત્ર પરિસમાપ્ત કરે છે. ઉત્તરભાદ્રપદ રેવતી અને અશ્વિની આસો માસની 14 અહોરાત્રિઓને સમાપ્ત કરે છે. રેવતી નક્ષત્ર 15 અહોરાત્રિઓને સમાપ્ત કરે છે. અશ્વિન નક્ષત્ર અશ્વિન માસના 1 દિવસ રાતને સમાપ્ત કરે છે. આ અશ્વિનમાસમાં બાર આંગળ અધિક પૌરૂષીરૂપ બયાથી યુક્ત થયેલ સૂર્ય પરિભ્રમણ કરે છે. આ અશ્વિનમાસના અંતિમ દિવસે ત્રણ ત્રણ પદોવાળી પરિપૂર્ણ ત્રણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org