Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ વક્ષારો-૭ તેને આસન-સમીપતર માને છે, દૂર રહેવાં છતાં એ-“આ દૂર છે એવું માનતા નથી.. જવાબમાં પ્રભુ ગૌતમને કહે છે અહીં જેવું તમે અમને આ પ્રશ્નો દ્વારા પૂછ્યું છે તે બધું જ છે. આ જંબુદ્વીપનામક દ્વીપમાં બે સૂર્યો છે અને તેઓ ઉદયના સમયમાં દર્શકોના સ્થાનની અપેક્ષાએ દૂર વ્યવહિત હોય છે, પરંતુ દ્રશ્યની પ્રતીતિની અપેક્ષાએ તેઓ પાસે રહેલા જોવામાં આવે છે. મધ્યાહ્નકાળમાં દર્શકો વડે પોતાના સ્થાનની અપેક્ષાએ આસન દેશમાં રહેલા તે સૂર્યો દ્રષ્ટાચનની પ્રતીતિની અપેક્ષાએ દૂર દેશમાં રહેલા છે, એવી રીતે જોવામાં આવે છે. આ પ્રમાણે અસ્તનના સમયે તેઓ દૂર દેશમાં રહેવા છતાંએ સમીપ જોવામાં આવે છે. હે ભદત ! આ જબૂદ્વીપનામક દ્વીપમાં બે સૂય ઉદય કિાળમાં અને અતકાળમાં આ પ્રમાણે ત્રણે કાળોમાં ઉચ્ચતાની અપેક્ષાએ સમાન છે સમાન પ્રમાણવાળા છે? અથવા વિષમ પ્રમાણવાળા છે? હા ગૌતમ ! ઉદયકાળમાં, મધ્યાહ્ન કાળમાં અને અતકાળમાં અને સૂર્યો ઉચ્ચતાની અપેક્ષાએ સમાન પ્રમાણ વાળા છે-વિષમ પ્રમાણવાળા નથી.સમભૂતલની અપેક્ષાએ તેઓઆઠ-આઠસો યોજન જેટલે દૂર છે. આ પ્રમાણે અમે અબાધિતલોક પ્રતીતિનો આલાપ કરતા નથી. હે ગૌતમ ! સૂર્યમંડળગત તેજના પ્રતિઘાતથી ઉદય પ્રદેશ દૂરતર હોવાથી તેની અવ્યાતિથી ઉદયકાળમાં તે સ્વભાવતઃ દૂર હોય છે પરંતુ લેગ્યાના પ્રતિઘાતના કારણે સુખદ્રશ્ય હોવાથી તે પાસે છે એવું દેખાય છે. અને જ્યારે સૂર્યમંડળગત, તેજ પ્રચંડ થઈ જાય છે તેમજ સર્વત્ર વ્યાપ્ત થઈ જાય છે ત્યારે તે મધ્યાકાળમાં સ્વભાવતા પાસે રહેવા છતાંએ દૂર જોવામાં આવે છે હે ગૌતમ ! જંબુદ્વીપસ્થ બે સૂર્યો અતીત ક્ષેત્ર પર સંચરણ કરતા નથી. તે બે સૂર્યો વર્તમાનકાલિક ક્ષેત્ર પર સંચરણ કરે છે તે બે સૂર્યો અનાગત ક્ષેત્ર પર સંચરણ કરતા નથી. હે ગૌતમ! તે ગમ્યમાન ક્ષેત્રને સ્પર્શતા ચાલે છે, સ્પર્શ કર્યા વગર ચાલતા નથી. જે ગમ્યમાન ક્ષેત્રને એઓ સ્પર્શ કરતાં ચાલે છે તે ક્ષેત્ર ઓગાઢસૂર્યબિંબ વડે આશ્રયીકૃત હોય છે અથવા અનવગાઢ આશ્રયીકત હોતા નથી અનધિષ્ઠિત હોય છે? હે ગૌતમ! તે સૂર્યો અવગાઢ ક્ષેત્ર પર જ ચાલે છે, અનવગાઢ ક્ષેત્ર પર ચાલતા નથી. કેમકે આશ્રિત ક્ષેત્રનો જ ત્યાગ સંભવે છે. અનાશ્રિત ક્ષેત્રનો નહિ. હે ગૌતમ! તે ક્ષેત્ર વ્યવ ધાન વગરનું હોય છે. વ્યવધાન સહિત થતું નથી. તાત્પર્ય આ પ્રમાણે છે કે જે આકાશ ખંડમાં જે સૂર્યમંડલાવયવ અવ્યવધાનથી અવગાઢ છે તે સૂર્યમંડલાવયવ તેજ આકાશ ખંડમાં ચાલે છે. અવર મંડલા વગાઢ આકશિખંડમાં ચાલતો નથી. હે ગૌતમ! તે અણુરૂપ અનંત. રાવગાઢ ક્ષેત્ર ઉપર ચાલે છે અને બાદદરૂપ અનંતરાવગાઢ ક્ષેત્ર ઉપર પણ ચાલે છે. અનંતરાવગાઢ ક્ષેત્રમાં જે અણુના પ્રતિપાદિત થઇ છે તે સ ભ્યતર સૂર્યમંડળની અપે ક્ષાએ પ્રતિપાદિત થયેલી છે અને બાદરતા સર્વ બાહ્યમંડળની અપેક્ષાએ પ્રતિપાદિક થયેલી છે. સૂર્યોનું ગમન તતુ તતુ ચક્રવાલ ક્ષેત્રો મુજબ હોય છે. હે ગૌતમ! તેઓ ઉર્ધક્ષેત્રમાં પણ ગમન કરે છે, અધઃક્ષેત્રમાં પણ ગમન કરે છે અને તિર્યંગ ક્ષેત્રમાં પણ ગમન કરે છે. ક્ષેત્રમાં ઉર્ધ્વતા, અધસ્તા અને તિર્યકતા યોજના. 61 ભાગોમાંથી 24 ભાગ પ્રમાણ ઉત્કંધની અપેક્ષાએ હોય છે. હે ગૌતમ ! તે સૂય તે કાળના પ્રારંભમાં પણ તે ક્ષેત્ર ઉપર ચાલે છે મધ્યમાં પણ તે ક્ષેત્ર ઉપર ચાલે છે અને અંતમાં પણ તે ક્ષેત્ર ઉપર ચાલે છે. હે ગૌતમ ! તેઓ સ્વવિષય ક્ષેત્ર ઉપર ચાલે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org