Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 256 જંબુદ્વીપનતિ- 328 ના બે તારા ઉત્તરાભાદ્રપદા નક્ષત્રના બે તારા રેવતી નક્ષત્રના ૩ર તારા છે, અશ્વિની નક્ષત્રના 3 તારા છે. ભરણી નક્ષત્રના 3 તારા છે. કૃતિકા નક્ષત્રના છ તારા છે રોહિણી નક્ષત્રના પ તારા છે. મૃગશિરા નક્ષત્રના ત્રણ તારા છે. આ નક્ષત્રનો એક તારો છે. પુનર્વસુ નક્ષત્રના પાંચ તારા પુષ્ય નક્ષત્રના 3 તારા છે અશ્લેષા નક્ષત્રના 6 તારા મઘા નક્ષત્રના સાત તારા છે. પૂર્વાલ્વની નક્ષત્રના બે તારા છે, ઉત્તરાફાલ્ગની નક્ષત્રના પણ બે તારા છે. હસ્ત નક્ષત્રના પાંચ તારા છે ચિત્રા નક્ષત્રનું એક જ તારા વિમાન છે એજ રીતે સ્વાતિ નક્ષત્રનું પણ એક જ તારાવિમાન છે. વિશાખા નક્ષત્રના પ તારા છે અનુ રાધા નક્ષત્રના ચાર તારા છે. જ્યેષ્ઠા નક્ષત્રના 3 તારા છે. મૂળ નક્ષત્રના 11 તારા વિમાન છે, પૂવષાઢા નક્ષત્રના ચાર તારા છે, ઉત્તરાષાઢા નક્ષત્રના પણ ચાર તારા છે. હે ભદન્ત ! આ અઠ્યાવીસ નક્ષત્રોની મધ્યે જે અભિજિતુ નક્ષત્ર છે તેનું ગોત્ર કયું કહેવામાં આવ્યું છે ? હે ગૌતમ ! અભિજિતુ નક્ષત્રનું ગોત્ર મૌદગલ્ય છે શ્રવણ નક્ષત્રનું ગોત્ર સાંખ્યાયન છે. ધનિષ્ઠા નક્ષત્રનું ગોત્ર અભાવ સભિષક નક્ષત્રનું નામ ગોત્ર કણિલ્લ છે. પૂર્વભાદ્રપદા નક્ષત્રનું ગોત્ર જાતુકર્ણ છે, ઉત્તરાભાદ્રપદા નક્ષત્રનું ગોત્ર ધનંજય છે. રેવતી નક્ષત્રનું ગોત્ર પુષ્પાયન છે. અશ્વિની નક્ષત્રનું ગોત્ર આશ્વાસન છે. ભરણી નક્ષત્રનું ગોત્ર ભાર્ગવંશ છે કૃત્તિકા નક્ષત્રનું ગોત્ર અગ્નિવેશ્ય રોહિણી નક્ષત્રનું ગોત્ર ગૌતમ છે. મૃગશિરા નક્ષત્રનું ભારદ્વાજ ગોત્ર છે. આદ્રનિક્ષત્રનું લોહિ ત્યાયન ગોત્ર છે પુનર્વસુનક્ષત્રનું વસિષ્ઠ ગોત્ર છે પુષ્ય નક્ષત્રનું અવમન્નાયણ ગોત્ર છે. અશ્લેષાનક્ષત્રનું માંડવ્યાયન ગોત્ર છે. મઘાનક્ષત્રનું પિંગાયન ગોત્ર છેપૂર્વ ફાલ્ગની ક્ષેત્રનું ગોવાલ્લામણ ગોત્ર છે ઉત્તરફાગુની નક્ષત્રનું કાશ્યપ ગોત્ર છે. હસ્તક્ષેત્રનું કૌશિક ગોત્ર છે. મિત્રાનક્ષત્રનું દાભયન ગોત્ર છે. સ્વાતિ નક્ષત્રનું ચામરચ્છાયન ગોત્ર છે. વિશાખાનક્ષત્રનું શુંગાયન ગોત્ર છે. અનુરાધા નક્ષત્રનું ગોવાલ્યાયન ગોત્ર છે જ્યેષ્ઠા નક્ષત્રનું ચિકિત્સાયન ગોત્ર છે. મૂળ નક્ષત્રનું કાત્યાયન ગોત્ર છે. ઉત્તરભાદ્ર પદાનક્ષત્રનું બાભ્રવ્યયાન ગોત્ર છે. ઉત્તરાષાઢા નક્ષત્રનું વ્યાઘાપત્ય ગોત્ર છે. હે ભદન્ત ! આ અઠ્યાવીસ નક્ષત્રોની વચમાં અભિજિતુ નામનું નક્ષત્ર છે તેનું સંસ્થાન આકાર કેવું કહેવામાં આવ્યું છે હે ગૌતમ ! ગાયોના મસ્તકની જે આવલિ છે. મસ્તકના પગલોની દીર્થરૂપ જે શ્રેણી છે-તેના જેવો આકાર અભિજિતુ નક્ષત્રનો કહેવામાં આવ્યો છે. અભિજિતુ નક્ષત્રનું સંસ્થાન કાસાર-તળાવ ધનિષ્ઠા નક્ષત્રનો આકાર શકુની પક્ષી-જેવો છે. શતભિષક નક્ષત્રનું પુષ્પોપચાર જેવું પૂર્વભાદ્રપદા નક્ષત્ર નો અર્ધવાવ જેવો છે. ઉત્તરભાદ્રપદા અર્ધવાવ રેવતી નક્ષત્રનો નૌકા જેવો અશ્વિની ઘોડાની ખાંધ જેવો છે. ભરણી ભગ જેવું કૃત્તિકાનક્ષત્રનું ક્ષુરાનીધારા જેવું છે. રોહિણી ગાડાની ધરી જેવો છે. મૃગશિર હરણના મસ્તક જેવો છે. આદ્રા રૂધિરના બિન્દુ જેવો પુનર્વસુ ત્રાજવાનો જેવો પુષ્ય નક્ષત્રનું વર્તમાનની જેવી અશ્લેષા ધ્વજાના જેવું મઘા નક્ષત્રનું પ્રકારનું જેવું પૂર્વકાળુની અધપલંગ જેવી હોય છે આજ પ્રકારનો આકાર ઉત્તરાફાલ્ગની હસ્ત હાથના જેવી મિત્રા મુખના મંડનભૂત સુવર્ણપુષ્પના સોનાજુઈના જેવો સ્વાતિ મુખના મંડનભૂત સુવર્ણપુષ્પના સોનાજુઈના જેવો સ્વાતિ કલાકની જેવી વિશાખા ઢોર બાંધવાના દોરડાનો જેવો અનુરાધા એકાવલી નામના હારનો જેવો. જ્યેષ્ઠા હાથીના દાંતનો જેવો મૂલ વિંછીના પૂંછડીનો પૂર્વાષાઢા હાથીના પગનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org