Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 165
________________ 255 વફખારો-૭ 1830 અહોરાત હોય છે અહોરાતનાં 54900 મુહૂર્ત થાય છે. [૩૦૧-૩૨૮]પ્રસ્તુત પ્રકરણમાં જે દશઅધિકારદ્વાર છે તે પ્રકટ કરવામાં આવ્યા છે. આમાં પ્રથમ યોગદ્વાર પછી ક્ષેત્ર દેવતાદ્વાર, તારાગ્રદ્વાર, ગૌત્રદ્વાર, સંસ્થાન દ્વાર, ચન્દ્રરવિયોગદ્વાર, કુળદ્વારા, પૂર્ણિમા તથા અમાવસ્યાદ્વાર, સનિપાતદ્વાર, નેતદ્વાર, હે ભદન્ત ! નક્ષત્ર કેટલા કહેવામાં આવ્યા છે ? હે ગૌતમ ! નક્ષત્ર 28 કહેવામાં આવ્યા છે. અભિજિત નક્ષત્ર શ્રવણ ધનિષ્ઠા શતભિષક પૂર્વભા દ્રપદા ઉત્તરભાદ્રપદા રેવતી અશ્વિની ભરણી કૃત્તિકા રોહિણી મૃગશિરા આદ્ર પુનર્વસુ અશ્લેષા મઘા પૂર્વ ફાલ્ગણી ઉત્તરફાલ્ગણી હસ્ત ચિત્રા સ્વાતિ વિશાખા અનુરાધા જ્યેષ્ઠા મૂલ પૂવષાઢા ઉત્તરાષાઢા, હે ગૌતમ! આ જે અઠ્યાવીસ નક્ષત્ર છે આ અઠ્યાવીસ નક્ષત્રોની વચમાં જે નક્ષત્ર સદા ચન્દ્રની દક્ષિણદિશામાં ચન્દ્રની સાથે યોગ કરે છે એવા તે છ નક્ષત્ર છે મૃગશીર્ષ આદ્ર પુષ્ય અશ્લેષા હસ્ત મૂળ એ છ નક્ષત્ર ચન્દ્ર સમ્બન્ધી જે 15 મંડળ છે તેમની બહાર રહીને જ યોગ કરે છે. આ મૃગશિરા વગેરે દ્ર નક્ષત્ર દક્ષિણ દિશામાં વ્યવસ્થિત છે અને ચન્દ્ર દ્વીપથી મંડળોમાં ગતિ કરતાં તે નક્ષત્રોની ઉત્તરદિશામાં અવ સ્થિત થઈ જાય છેઆ રીતે દક્ષિણદિગ્યોગ બની જાય છે. જે નક્ષત્ર સદા ચન્દ્રની ઉત્તર દિશામાં જ રહે છે. એવા નક્ષત્ર 12 તે આ પ્રમાણે અભિજિતું શ્રવણ ધિષ્ઠા પૂર્વભાદ્રપદા ઉત્તરભાદ્રપદ રેવતી અશ્વિની ભરણિ પૂર્વાફાલ્ગની ઉત્તરાફાલ્ગની અને સ્વાતિ જે નક્ષત્ર સદા ચન્દ્રની દક્ષિણદિશામાં અને ઉત્તરદિશામાં એ બે દિશાઓમાં વ્યવસ્થિત થતાં પ્રમર્દ યોગ-નક્ષત્ર વિમાનોને ભેદને વચમાં ગમનરૂપ યોગને-સમ્બન્ધને કરે છે. એવા સાત નક્ષત્ર તે નામ આ પ્રમાણે છે- કૃત્તિકા રોહિણી, પુનર્વસુ, મઘા, ચિત્રા, વિશાખા અને અનરાધા અઠ્યાવીશ નક્ષત્રોમાંથી જે બે નક્ષત્ર સદા ચન્દ્રની દક્ષિણ દિશામાં વર્તમાન રહીને પ્રમkયોગ પણ કરે છે. તે પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા તેઓ સદા ચન્દ્રનીદક્ષિણદિશામાં વ્યવસ્થિત રહે છે. આ બંને નક્ષત્રોએ સર્વબાહ્ય ચન્દ્રમંડળ માં પ્રથમ સબન્ધ કર્યો છે અત્યારે પણ તેઓ કરે છે અને ભવિષ્યમાં પણ કરતા રહેશે તે અઠ્યાવીશ નક્ષત્રોની વચ્ચે જે નક્ષત્ર સદા ચન્દ્રની સાથે કેવળ એક પ્રમર્દ યોગને જ કરે છે. એવું તે નક્ષત્ર એક જેષ્ઠા જ છે. હે ભદંત! આપે જે 28 નક્ષત્ર કહેલા છે તેમાંથી જે પહેલું અભિજિતુ નામનું નક્ષત્ર છે તે નક્ષત્રના સ્વામીદેવતા કોણ છે? હે ગૌતમ! અભિજિત નક્ષત્રના સ્વામી બ્રહ્મ નામના દેવ વિશેષ છે શ્રવણ નક્ષત્રના સ્વામી વિષ્ણુ ધનિષ્ઠા નક્ષત્રના સ્વામી વસુ દેવતા છે. આ જ ક્રમથી-બ્રહ્મ, વિષ્ણુ, વસુ, વરૂણ, અજ, અભિવૃદ્ધિપૂષા અશ્વ, યમ, અગ્નિ પ્રજાપતિ, સોમ, રુદ્ર, અદિતિ, બૃહસ્પતિ. સપ, પિતૃ, ભગ અર્યમા સવિતા –ાષ્ટ્ર, વાયુ, ઈન્દ્રામૂનિ મિત્ર, ઇન્દ્ર, મૈત્રત, આપ, અને વિશ્વા અન્તિમ નક્ષત્ર ઉત્તરાષાઢા છે તેના સ્વામી વિશ્વે દેવતા છે. હે ભદન્ત ! આ પ્રદર્શિત 28 નક્ષત્રોમાં જે અભિજિત નક્ષત્ર છે તે કેટલા તારા વાળું છે? હે ગૌતમ ! અભિજિતુ નક્ષત્ર ત્રણ તારાવાળું છે. અભિજિતુ નક્ષત્રમાં પ્રતિ પાદિત પદ્ધતિ અનુસાર જે નક્ષત્રના જેટલા તારા છે તે નક્ષત્ર જ તે તારાઓના અધિપતિ છે એમ જાણવું જોઈએ અભિજિત નક્ષત્રના ત્રણ તારા શ્રવણ નક્ષત્રના પણ ત્રણ તારા, ધનિષ્ઠા નક્ષત્રના પાંચ તારા છે. શતભિષક નક્ષત્રના એકસો તારા પૂર્વભદ્રપદા નક્ષત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178