Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 244 જબુદ્ધીવનતિ- 7/262 અવિષય ક્ષેત્ર ઉપર ચાલતા નથી. એટલે કે જે ક્ષેત્ર પૃષ્ટ અવગાઢ તેમજ નિરંતરાવગઢ હોય છે, તેજ ક્ષેત્ર એમનો વિષય હોય છે અને એનાથી ભિન્ન અસ્કૃષ્ટ અનવગાઢ તેમજ પરંપરાવાઢરૂપ છે, તેની ઉપર એઓ ચાલતા નથી. હે ગૌતમ ! એ બન્ને સૂર્યો આનુપૂર્વીથી આસન્ન થયેલા ક્ષેત્ર ઉપર જ ચાલે છે, અનાનુપૂર્વથી અનાસન ક્ષેત્ર ઉપર ચાલતા નથી. હે ગૌતમ ! એ બન્ને સૂર્યો નિયમપૂર્વક 6 દિશાવિષયક ક્ષેત્રમાં ચાલે છે. પૂવરદિ દિશાઓમાં તેમજ તિર્યફ વગેરે દિશાઓમાં ઉદિત સૂર્ય ફુટ રૂપમાં ચાલતો જોવા મળે છે. તેમજ ઉર્ધ્વદિશા, અધોદિશામાં સૂર્યનું ગમન જેવું હોય છે તેવું જ તે અમોએ પહેલું પ્રક્ટ કરેલું છે. હે ગૌતમ ! તે બને સૂર્યો પોતાના તેજથી વ્યાપ્ત થયેલા તે ક્ષેત્રરૂપ વસ્તુનું પ્રકાશન કરે છે. પોતાના તેજથી અવ્યાપ્ત થયેલી વસ્તુનું પ્રકાશન કરતા નથી. હે ગૌતમ ! તે બે સૂર્યો વડે જે અવભાસનાદિ ક્રિયા કરવામાં આવે છે તે અતીત ક્ષેત્રમાં કરવામાં આવતી નથી, પ્રત્યુત્પન્ન વર્તમાન ક્ષેત્રમાં જ કરવામાં આવે છે. અનાગત ક્ષેત્રમાં તે ક્રિયા કરવામાં આવતી નથી હે ગૌતમ ! તે ક્રિયા ત્યાં સૂર્ય તેજથી સૃષ્ટ થયેલી જ કરવામાં આવે છે. સૂર્ય તેજથી સૃષ્ટ થયેલી તે કરવામાં આવતી નથી. હે ગૌતમ ! તે ક્રિયા ત્યાં અવગાઢ થયેલી કરવામાં આવે છે. અનવાગાઢ થયેલી કરવામાં આવતી નથી. હે ગૌતમ ! તે ક્રિયા ત્યાં અનંતરાવગાઢ રૂપ માં ત્યાં કરવામાં આવે છે. પરંપરાવગાઢ રૂપમાં ત્યાં તે ક્રિયા કરવામાં આવતી નથી. હે ગૌતમ ! તે અવભાસ નાદિરૂપ ક્રિયા, ષષ્ઠિ મુહૂર્ત પ્રમાણમંડળ સંક્રમણકાળના પ્રારંભમાં કરવામાં આવે છે. મધ્યમાં પણ કરવામાં આવે છે અને અંતમાં પણ કરવામાં આવે છે. હે ગૌતમ ! ઉદ્ધમાં તેઓ એકસો યોજન પ્રમાણવાળા ક્ષેત્રને પોતાના તેજથી. વ્યાપ્ત કરે છે કેમકે સૂર્ય વિમાનની ઉપર એકસો યોજન પ્રમાણવાળું ક્ષેત્ર જ તાપક્ષેત્ર માનવામાં આવેલું છે. તેમજ અધોભાગમાં તેઓ પોતાના તેજથી 18 હજાર યોજન પ્રમાણવાળા ક્ષેત્રને તપ્ત કરે છે વ્યાપ્ત આઠ, યોજન, નીચે સુધી ભૂતલ છે. એથી 1 હજાર યોજનમાં નીચે ગ્રામ છે. તો એ બે સૂર્યો ત્યં સુધીના પ્રદેશને પોતાના તેજથી વ્યાપ્ત કરે છે. તેમજ તિયંગ દિશામાં એ બે સૂર્યો 4723-216 યોજન પ્રમાણ ક્ષેત્રને પોતાના તેજથી વ્યાપ્ત કરે છે. હે ગૌતમ ! માનુષોત્તર પર્વત સંબંધી ચન્દ્ર, સૂર્ય લાવતુ તારાઓ એ બધાં દેવો છે ને એ બધાં ઉર્વોપપન્નક નથી તેમજ કલ્યોપપન્ક પણ નથી. પરંતુ એ બધાં જ્યોતિષ્ક વિમાનોપપન્નક છે. ચન્દ્ર-સૂર્ય જ્યોતિ વગેરેથી સમ્બદ્ધ વિમાનોમાં ઉત્પન્ન થયેલાં છે. તેમજ ચારોપપન્નક છે. મંડળગતિથી પરિભ્રમણ કરનારા છે. એથી એઓ ચાર સ્થિતિક નથી. પરંતુ ગતિશીલ છે. એથી જ એમને ગતિરતિક અને ગતિ સમાપન્ક કહેવામાં આવેલ છે. કદંબ પુષ્પને ઉર્ધ્વમુખ રાખીને સ્થાપિત કરવામાં આવે તેવા આકારવાળા અનેક હજાર યોજન પ્રમાણવાળા ક્ષેત્રને એઓ પોતાના તાપથી તપ્ત કરે છે-પ્રકાશિત કરે છે. એઓ અનવરત 1121 યોજન ત્યજીને સુમેરુપર્વતની પ્રદક્ષિણા કરતા રહે. અનેક હજાર યોજન પ્રમાણવાળા તાપક્ષેત્રને એઓ તપ્ત કરે છે પ્રકાશિત કરે છે-એવું જે કહેવામાં આવેલું છે તે ચન્દ્ર સૂર્યોની અપેક્ષાએ કહેવામાં આવેલું છે. એ ચન્દ્ર -સૂર્ય વગેરે જ્યોતિષ્ક દેવોને જ્યારે ઈન્દ્ર વ્યુત થાય છે. ત્યારે તેઓ તે સમયે શું કરે છે? હે ગૌતમ! તે સમયે ચાર કે પાંચ સામાનિક દેવો એક સંમતિથી મળીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org