Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 218 જંબુલીવપનત્તિ-પ/ર૧૪ સર્વ ઋતુઓના પુષ્પોની ગંધથી તે આવાસિત હતું. તેની ગંધ પિંડરૂપ થઈને દૂર દૂર સુધી જતો હતો, એથી તે બલાલી હતું અને વક્રગતિથી ચાલતું હતું એવા વાયુકાય વડે હે ભગવાન તીર્થંકરના જન્મ ભવનના ચોમેરથી સારી રીતે તે આઠ મહત્તરિકા દિકુમારિ કાઓએ કમંદાકિની જેમ સમાજના કરી સફાઈ કરી. ત્યાં તૃણ, પાંદડા લાકડા, કચરો, અશુચિ પદાર્થ, મલિન પદાર્થ, દુરભિ ગન્ધવાળો પદાર્થ જે કંઈ હતું તેને ઉઠાવી ઉઠાવીને. તે એક યોજન પરિમિત વૃત્ત સ્થાનથી બીજા સ્થળે નાખી દીધું. સંતર્વક વાયુને શાંત કરી પછી તે બધી દિક્મારિકાઓ જ્યાં તીર્થંકર અને તીર્થંકરના માતુશ્રી હતાં ત્યાં આવી. ત્યાં જઈને તેઓ પોત-પોતાના ઉચિત સ્થાન ઉપર બેસી ગઈ અને પહેલાં ધીમા-ધીમાં સ્વરે અને ત્યાર પછી જોર-જોરથી ગાવા લાગી. [215-226] તે કાળ અને તે સમયમાં ઉર્ધ્વલોક વાસિની આઠ મહત્તરિકા દરેક દિકમારિકાઓ પોત-પોતાના કુટોમાં, પોત-પોતાના ભવનોમાં, પોત-પોતાના પ્રાસાદા વતંસકોમાં જે પ્રમાણે પ્રથમ સૂત્રમાં કહેવામાં આવ્યું છે તે પ્રમાણે પોત-પોતાના ચાર હજાર સામાનિક દેવો વગેરેની સાથે પરિવૃત થઈ ને ભોગો ભોગવી રહી હતી, તેમના નામો આ પ્રમાણે છે. મેઘંકરા, મેઘવતી, સમેઘા, મેઘમાલિની, સુવત્સા, વત્સ મિત્રા, વારિસેણા અને બલાહકા. આ આઠ મહત્તરિક દિકુમારિકાઓમાં જે ઉર્ધ્વ લોકવા સિતા છે તે આ સમતલ ભૂતલથી પ૦૦ યોજન ઊંચાઈ વાળા નનવનમાં આવેલા પંચશતિક આઠ કૂટોમાં રહેવાસી છે. જ્યારે તીર્થંકર પ્રભુને જન્મ થઈ ગયો, ત્યારે એ ઉર્વીલોકવાસિની. આઠ દિકુમારિકાઓએ પોતપોતાના આસનો કંપિત થતાં જોયાં થાવતુ હે દેવાનુપ્રિયે અમે સોકો ઉર્વલોકવાસિની આઠ દિક્મારિકા મહત્તરિકાઓ છીએ. અમે ભગવાન તીર્થંકરનો જન્મ મહોત્સવ ઉજવીશું. આ પ્રમાણે કહીને તેઓ ઈશાન કોણ તરફ જતી રહી. ત્યાં જઈને તેમણે પાવતુ આકાશમાં પોતાની વિક્રિયા શક્તિ વડે મેઘોની વિફર્વણા કરી. તેમણે વૈક્રિયશક્તિથી મેઘો ઉત્પન્ન કર્યા અને તે મેઘોએ તે ભગવાન તીર્થંકરના જન્મ ભવનની ચોમેરની એક યોજન જેટલી ભૂમિને નિહત રજ વાળી, નષ્ટ રજવાળી ભ્રષ્ટ ૨જવાળી, પ્રશાંત રજવાળી અને ઉપશાંત ૨જવાળી બનાવી દીધી. પૂર્વોક્ત વિશેષણો વાળો તે કમરદારક એક બહુ મોટા પાણીથી ભરેલા માટીના કલશને અથવા પાણીના કુંભને અથવા પાણીથી પાણીથી ભરેલા થાળને અથવા પાણથી ભરેલા ઘટને અથવા પાણીથી ભરેલા ભંગારને લઈને રાજાંગણને યાવતું ઉદ્યાનને ચોમેરથી સારી રીતે અભિસિંચિત કરે છે. આ પ્રમાણે જ તેમણે પુષ્પ વરસાવનારા મેઘોના રૂપમાં પોતાની વિકુણા કરી. અને એક યોજન પરિમિત ભૂમિ ઉપર પુષ્પોની વર્ષા કરી. પુષ્પોની વર્ષા કરીને તેમણે તે એક યોજન પરિમિત ક્ષેત્રને યાવતું કાલા ગુરૂની, પ્રવર કુંદરકની તેમજ તુરષ્ક લોબાનનો ધૂપ સળગાવીને સુગંધિત કરી દીધું તે સમસ્ત એક યોજન પરિમિત ભૂભાગને તેમણે સુરવર ઈન્દ્રનાં માટે અવ તરણ યોગ્ય બનાવી દીધો. બનાવીને પછી તેઓ સર્વે જ્યાં ભગવાનું તીર્થંકર અને તીર્થકર જનની હતાં ત્યાં ગઈ. ત્યાં જઈને તેઓ પોતાના ઉચિત સ્થાને બેસી ગઈ અને પહેલા ધીમે-ધીમે અને ત્યાર બાદ જોરજોરથી માંગલિક જન્મોસવ ગીતો-ગાવા લાગી. તે કાળે અને તે સમયે પૂર્વ દિભાગવતિ રુચક ફૂટ વાસિની આઠ દિકુમારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org