Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 132
________________ 222 બુલીવપનરિ-પરિર૩ પ્રીતિયુક્ત મનવાળો થયો. તે પરમ સૌમનશ્ચિત થયો, હષવિશથી જેનું હૃય ઉછળવા લાગ્યું છે, એવો તે થયો, મેઘધારાથી આહત કબ પુષ્પની જેમ તેના રોમકૂપો ઊર્ધ્વમુખ થઈને વિકસિત થઈ ગયા. નેત્ર અને મુખ તેના વિકસિત કમળવત્ થઈ ગયાં. તેના શ્રેષ્ઠ કટક, ત્રુટિત, કેયૂર અને મુકુટ ચંચળ થઈ ગયાં. કાનોના કંડળોથી તેમજ કંઠગત હારથી તેનું વક્ષસ્થળ શોભિત થવા લાગ્યું. તેના કાનોના ઝૂમખાઓ લાંબા હતા, એથી તેણે કિંઠમાં જે ભૂષણો ધારણ કરી રાખ્યાં હતાં તેમનાથી તે ઘર્ષિત થવા લાગ્યા. ખૂબજ આદર સાથે ઉત્કંઠિત થઈને પોતાના સિંહાસન ઉપરથી ઊભો થયો. અને ઊભો થઈને પાદ પીઠ ઉપર થઈને નીચે ઉતર્યો. નીચે ઉતરીને નિપુણ શિલ્પિઓ વડે વૈડૂર્ય વરિષ્ઠરિષ્ટ તથા અંજન નામક રત્ન વિશેષોથી નિર્મિત અને દેદીપ્યમાન મણિરત્નોથી મંડિત થયેલી એવી બન્ને પાવડી ઓને તેણે પોતાના પગોમાંથી ઉતારી નાખી. પાવડીઓને ઉતારીને પછી તેણે દુપટ્ટાનો ઉત્તરાસંગ કર્યો પછી તેણે પોતાના બન્ને હાથોને જોડીને જે દિશામાં તીર્થંકર પ્રભુ હતા, તે તરફ સાત-આઠ પગલાં આગળ ગયો. આગળ જઈને તેણે પોતાના વામ ઘૂંટણને ઉપર ઉઠાવ્યો અને ઉઠાવીને જમણા ઘૂંટણને ભૂમિ ઉપર જમાવ્યો. ત્રણ વાર પોતાના મસ્તને જમીન તરફ નમિત કર્યું. અને પોતે પણ થોડોક નિમિત થયો. નીચે થોડો નમિત થઈને તેણે કટકોને અને બાહુઓના આભૂષણોને સંભાળતાં બન્ને હાથો જોડ્યા, જોડીને અને અંજલી કરી બોલ્યો. હું એવા અહંત ભગવન્તને નમસ્કાર કરું છું. જે જેઓ પોતાના શાસનની અપેક્ષા એ ધર્મના અધિકારી છે, તીર્થંકર છે, સ્વયં સંબુદ્ધ છે, પુરુષોત્તમ છે. પુરુષ સિંહ છે, પુરુષવર પુંડરીક છે, પુરુષવ ગંધ હસ્તી છે, લોકોત્તમ છે. લોકનાથ છે, લોકહીત છે, લોક પ્રદીપ છે, લોક પ્રદ્યોત કર છે, અભદાયક છે, ચક્ષુદાયક છે, માર્ગદાયક છે, શરણદાયક છે, જીવદાયક છે, સંયમ રૂપી જીવનને આપનારા છે, બોધ દાયક છે, ધર્મદાયક છે, ધર્મદિશક છે, ધર્મનાયક છે, ધર્મસારથિ છે, ધર્મવર ચાતુરન્ત ચક્રવર્તી છે. અહીં રહેલો હું ત્યાં બિરાજમાન ભગવાનને વન્દના અને નમસ્કાર કરું છું. ત્યાં બિરાજમાન આપ ભગવાનું અહીં રહેલા મને જુઓ. આમ કહીને તેણે વન્દના કરી અને નમસ્કાર કર્યો. પછી આવીને તે પોતાના સિંહાસન ઉપર પૂર્વ દિશા તરફ મુખ કરીને બેસી ગયો. ત્યાર બાદ તે દેવેન્દ્ર દેવરાજ શકને આ જાતનો વાવતુ સંકલ્પ ઉદ્ભવ્યો. જબૂદ્વિીપ નામક દ્વીપમાં ભગવાનું તીર્થકરનો જન્મ થઈ ચુક્યો છે. પ્રત્યુપન, અતીત તેમજ અનાગત દેવેન્દર, દેવરાજ શકોનો પરંપરાગત આ આચાર છે કે તેઓ તીર્થક રોનો. જન્મોત્સવ ઉજવે. એથી હું ત્યાં જાઉં અને ભગવાન તીર્થંકરના જન્મનો મહિમા કરું. આ પ્રમાણે વિચાર કરીને તેણે હરિને ગમેષ-નામક દેવને કે જે પદાત્યનીકનો અધિપતિ હોય છે. તેને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય! તમે શીધ્ર સુધમ સભામાં મેઘ-સમૂહના જેવી ધ્વનિ કરનારી, ગંભીર મધુરતર શબ્દવાળી તેમજ સારા સ્વરવાળી એવી સુઘોષા ઘંટાને કે જેની ગોળાઈ એક યોજન જેટલી છે, ત્રણ વાર વગાડી વગાડીને એવી વારંવાર જોર જોરથી ઘોષણા કરતાં કહો કે હે દેવો ! દેવેન્દ્ર દેવરાજ શક્ર તમને આજ્ઞા કરે છે કે હું દેવેન્દ્ર દેવરાજ શક્ર જમ્બુદ્વીપ નામક દ્વીપમાં ભગવાન તીર્થંકરના જન્મનો મહિમા કરવા માટે જઈ રહ્યો છું.તો એટલા માટે હે દેવાનુપ્રિયો તમે બધા પોત પોતાની સમસ્ત ઋદ્ધિથી, પોતપોતાની સમસ્ત યુતિથી, સમસ્ત સેનાથી, પોત-પોતાના સમસ્ત સમુદાયથી, સમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178