Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ જંબુદ્વીપનત્તિ-દાર૪૯ લવણસમુદ્રમાં જન્મ લે છે. અને કેટલાક જીવો એવા પણ છે કે જેઓ જેબૂદ્વીપમાં મૃત્યુ પામીને લવણસમુદ્રમાં જન્મ ગ્રહણ કરતા નથી. આ પ્રમાણે લવણસમુદ્રમાં મૃત્યુ પામેલા કેટલાક જીવોની ઉત્પત્તિ જંબૂદ્વીપમાં હોય છે અને કેટલાક જીવોની ઉત્પત્તિ હોતી નથી. ખંડકારથી, યોજનદ્વારથી, ભરતાદિ રૂપ વર્ષદ્વારથી, મન્દરાદિ રૂપ પર્વતદ્વારથી, તીર શિખર રૂપ કૂટદ્વારથી, મગધાદિ રૂપ તીર્થદ્વારથી, વિદ્યાધરોથી શ્રેણીદ્ધારથી ચક્રવતિ ઓના વિજયદ્વારથી, દૃયદ્વારથી તેમજ નદી રૂપ સલિલદ્વારથી-આ છઠ્ઠા વક્ષસ્કારમાં એ દશ પદાર્થોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. એક લાખ યોજન વિસ્તારવાળા જમ્બુદ્વીપના ખંડગણિત મુજબ ભરતક્ષેત્ર પ્રમાણ ખંડો કરીએ તો 190 ખંડો થશે. પ૨૬-૧૯ ને 190 વખત એકત્ર કરવાથી જંબૂદીપનો એક લાખ યોજન પ્રમાણ વિસ્તાર થઈ જાય છે. દક્ષિણ અને ઉત્તરના ખંડોની જોડ પહેલાં ભારતના અધિકારમાં કહેવામાં આવી છે એથી હવે તે વિશે અહીં સ્પષ્ટતા કરવામાં આવશે નહિ. હે ગૌતમ ! ૭૯૦૫૬૯૪૧પ૦ યોજન જેટલું બૂઢીપનું ક્ષેત્રફળ છે. જેબૂદ્વીપનું ક્ષેત્રફળ 1 ગભૂત ૧૫૧પ ધનુષ 60 અંગુલ જેટલું છે. જંબુદ્વીપની પરિધિનું પ્રમાણ ૩૧૬૨૨૭યોજન જેટલું છે. - હે ગૌતમ ! આ જંબૂઢીપ નામક દ્વીપમાં સાત ક્ષેત્રો કહેવામાં આવેલા છે. તેમના નામો આ પ્રમાણે છે ભરતક્ષેત્ર, ઐરાવતક્ષેત્ર, હેમવતક્ષેત્ર, હિરણ્યવર્ષ, હરિવર્ષ રમ્યકવર્ષ અને મહાવિદેહ. હે ગૌતમ ! જંબૂદ્વીપમાં 6 વર્ષધર પર્વતો આવેલા છે, એ મુલ્લા હિમવંત વગેરે નામવાળો છે. એમને વર્ષધર એટલા માટે કહેવામાં આવેલા છે કે એમના વડે ક્ષેત્રોનું વિભાજન કરવામાં આવ્યું છે. એક મંદરપર્વત કહેવામાં આવેલ છે અને એ પર્વત શરીરમાં નાભિની જેમ ઠીક જંબૂદ્વીપના મધ્ય ભાગમાં અવસ્થિત છે. એક ચિત્રકૂટ કહેવામાં આવેલ છે. એક વિચિત્ર કૂટ પર્વત કહેવામાં આવેલા છે. બે ચમકપર્વતો કહે વામાં આવેલા છે, એ યમકપર્વતો ઉત્તર કુરક્ષેત્રમાં છે. બસો કાંચનપર્વતો કહેવામાં આવેલા છે. દેવકુર અને ઉત્તરકુરુમાં જે 10 દૂહો છે. તેમના બન્ને કિનારાઓ ઉપર દરેક તટ પર 10-10 કાંચનપર્વતો છે. 20 વક્ષસ્કાર પર્વતો છે. એમાં ગજદન્તના આકાર વાળા ગન્ધમાદન વગેરે ચાર તથા ચાર પ્રકારના મહાવિદેહમાં દરેકમાં ચારના સદુભાવથી 16 ચિત્રકૂટાદિક એ બધા મળીને 20 વક્ષસ્કાર પર્વતો છે. 34 દીર્ધ વૈતાક્ય પર્વતો છે. એ વિજયોમાં અને ભરત ઐરાવત એ બે ક્ષેત્રોમાં દરેકમાં એક-એક દીર્ઘ વૈતા ત્ય છે. ચાર ગોળ આકારવાળા વૃત્તવૈતાઢ્ય પર્વતો છે. હૈમવતુ વગેરે ક્ષેત્રોમાં એક-એક વૃત્તવૈતાઢ્ય પર્વત છે. એથી એ બધા ચાર પર્વતો છે. આ પ્રમાણે જંબૂદ્વીપમાં એ બધા પર્વતોની કુલ સંખ્યા 269 થાય છે એવું મેં મહાવીર તેમજ બીજા તીર્થકરોએ કહ્યું છે. હે ગૌતમ ! જંબૂદીપ નામક દ્વીપમાં પ૬ વર્ષધર કૂટો આવેલા છે. તે આ પ્રમાણે છે-મુદ્ર હિમવાનુ પર્વત અને શિખરી એ બે પર્વતોમાંથી દરેક પર્વતમાં 11-11 ફૂટ આવેલા છે. મહાહિમવન અને રૂકમી એ બે પર્વતોમાંથી દરેક પર્વતમાં 99 કૂટો આવેલા છે. આ પ્રમાણે મળીને બધા પ૬ વર્ષધર કુટો છે. 96 વક્ષસ્કાર કૂટો આ જંબૂઢીપમાં છે. 306 વૈતાઢ્ય કૂટો છે. મેરુપર્વત પર નવ કૂટો આવેલા છે. આ પ્રમાણે આ બધા કૂટો મળીને 467 થાય છે. હે ગૌતમ ! ત્રણ તીથ કહેવામાં આવેલા છે. જેમકે માગધ, વરદામ અને પ્રભાસ હે ગૌતમ ! ઐરાવત ક્ષેત્રમાં ત્રણ તીર્થો છે. તે આ પ્રમાણે માગધ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org