Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ વફબારો-૫ 235 વરદામ અને પ્રભાસ હે ગૌતમ ! ચક્રવર્તી વિજયમાં ત્રણ તીથ છે. માગધ, વરદામ અને પ્રભાસ આ પ્રમાણે જંબૂદ્વીપમાં કુલ મળીને 102 તીર્થો થઈ જાય છે. એવું મેં અને બીજા તીર્થકરોએ કહ્યું છે. હે ગૌતમ ! જંબૂદ્વીપ નામક દ્વીપમાં 68 વિદ્યાધર શ્રેણીઓ કહેવામાં આવેલી છે. 34 વૈતાઢયોમાં દક્ષિણમાં અને ઉત્તરમાં એક-એક શ્રેણી છે. આ પ્રમાણે આભિયોગ્ય શ્રેણીઓ પણ 68 છે. આ પ્રમાણે જમ્બુ દ્વીપમાં બધી શ્રેણીઓ મળીને 136 થાય છે. એવું તીર્થંકર પ્રભુનું કથન છે. હે ગૌતમ ! જેબુદ્વપનામક દ્વીપમાં 34 ચક્રવર્તી વિજયો આવેલા છે. 34 રાજધાનીઓ છે. 34 તમિસ્ત્રી ગુફાઓ છે 34 ખંડપ્રપાત ગુફાઓ છે. 34 કૃતમાલક દેવો છે. 34 નટ્ટ માલક દેવો છે અને 34 ઋષભકૂટ નામક પર્વતો છે, હે ગૌતમ! અહીં 16 મહાદૂહો કહેવામાં આવેલા છે. એમાં મહાદૂહો 6 વર્ષધર પર્વતોના અને શીતા તેમજ શીતોદા મહા નદીઓના દરેકના પ-૫ આમ બધા મળીને એ મહાદૂહો ૧૬થઈ જાય છે. હે ગૌતમ ! આ જંબુદ્વીપમાં જે વર્ષધર પર્વચ્છ દૂહોથી મહાનદીઓ નીકળી છે, એવી તે મહાનદીઓ 14 છે. તેમજ જે મહાનદીઓ કુંડોમાંથી નીકળી છે તે 76 છે. 14 મહાનદીઓના નામો ગંગા સિંધ વગેરે છે. દરેક ક્ષેત્રમાં એ મહાનદીઓ બળે વહે છે. આ પ્રમાણે આ જંબૂઢીપ નામક દ્વીપમાં બધી મળીને 90 મહાનદીઓ આવેલી છે. હે ગૌતમ! ચાર મહાનદીઓ છે. તે આ પ્રમાણે છે. ગંગા, સિધુ, રક્તા અને રક્તાવતી. એમાં એક-એક મહાનદી 14, 14 હજાર અવાન્તર નદીઓના પરિવારવાળી છે તેમજ પૂર્વસમુદ્ર અને પશ્ચિમ લવણસમુદ્રમાં જઈને મળે છે. આ પ્રમાણે જંબૂદ્વીપ નામક દ્વીપમાં ભરતક્ષેત્ર અને ઐરવતક્ષેત્રની બધી નદીઓ મળીને 16 હજાર અવાન્તર નદીઓ છે. હે ગૌતમ! એમાં ચાર મહાનદીઓ આવેલી છે. નદીઓના નામો આ પ્રમાણે છે. રોહિતા, રોહિતાંસા સુવર્ણકૂલા અને રૂધ્યકૂલા. એક-એક મહાનદીની પરિવારભૂતા અવાન્તર નદીઓ 28 હજાર 28 હજાર છે. એમાં જે હેમવતક્ષેત્રમાં રોહિંતા નામક મહાનદી છે તે પોતાની પરિવારભૂતા 28 હજાર અવાત્તર નદીઓની સાથે પૂર્વ લવણસમુદ્રમાં જઈને મળે છે અને રોહિતાશા મહાનદી પોતાની પરિવારભૂતા 28 હજાર નદીઓની સાથે પશ્ચિમ લવણસમુદ્રમાં જઈને મળી છે. આ પ્રમાણે હૈરણ્યવત ક્ષેત્રમાં જે સુવર્ણકૂલા મહા નદી છે તે પોતાની પરિવારભૂતા 28 હજાર અવાન્તર નદીઓની સાથે પૂર્વલ વણમાં જઈને મળી છે અને રૂધ્યકૂલા મહાનદી પોતાની પરિવારભૂતા 28 હજાર નદી ઓની સાથે પશ્ચિમ લવણસમુદ્રમાં મળી છે. આ પ્રમાણે જંબૂદ્વીપમાં હૈમવત અને હૈરણ્યવત એ બે ક્ષેત્રોની પોત-પોતાની પરિવારભૂત નદીઓની અપેક્ષાએ એક લાખ 12 હજાર નદીઓ છે. એવું મેં અને બીજા તીર્થકરોએ કહ્યું છે. હે ગૌતમ ! ચાર મહાનદીઓ કહેવામાં આવેલી તેમના નામો આ પ્રમાણે હરી, હરીકાંતા, નરકાંતા અને નારીકાંતા. એમાં એક મહાનદીની પરિવારભૂતા અવાન્તર નદીઓ 56, 56 હજાર છે અને એ પૂર્વ અને પશ્ચિમ લવણસમુદ્રમાં જઈને મળી છે. આ પ્રમાણે એ ચાર નદીઓની પરિવારભૂતા નદીઓ મળીને બૂદ્વીપમાં 2 લાખ 24 હજાર નદીઓ છે. હે ગૌતમ ! બે મહાનદીઓ કહેવામાં આવેલી છે. તેમના નામો આ પ્રમાણે છે. એક સીતા અને બીજી સીતાદા. એમાં એક-એક મહાનદીની પરિવારભૂતા. અવાત્તર નદીઓ પ લાખ ૩ર હજાર છે અને બધી પૂર્વ અને પશ્ચિમ લવણસમુદ્રમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org