Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ - - - - - : - 236 બુદ્ધીવપન્નતિ- કોર૪૯ જઈને મળે છે. આ પ્રમાણે જંબૂદ્વીપ નામક દ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં 10 લાખ 64 હજાર અવાસ્તર નદીઓ છે. આ પ્રમાણે તીર્થંકરોએ કહ્યું છે. હે ગૌતમ ! 1 લાખ 96 હજાર પૂર્વ-પશ્ચિમદિશાઓ તરફ વહેતી નદીઓ લવણસમુદ્રમાં મળે છે. એ નદીઓ સુમેરુ પર્વતની દક્ષિણદિશા તરફ આવેલી છે. હે ગૌતમ! એક લાખ 96 હજાર અવાન્તર નદીઓ પૂર્વ પશ્ચિમ તરફ વહેતી લવણસમુદ્રમાં મળે છે. એ બધી નદીઓ સુમેરુ પર્વતની ઉત્તરદિશામાં આવેલી છે, હે ગૌતમ! સાત લાખ 28 હજાર નદીઓ પૂર્વદિશા. તરફ વહેતી લવણસમુદ્રમાં મળે છે હે ગૌતમ ! 7 લાખ 28 હજાર નદીઓ પશ્ચિમ તરફ પ્રવાહિત થતી લવણસમુદ્રમાં પ્રવિષ્ટ થાય છે. આ પ્રમાણે જંબૂદ્વીપમાં 14 લાખ પ૬ હજાર નદીઓ છે. એવું કથન તીર્થકરોનું છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે પૂર્વ સમુદ્રગામિની તેમજ પશ્ચિમ સમુદ્રગામિની નદીઓની સંખ્યા જંબૂદ્વીપમાં 14 લાખ પ૬ હજાર છે. જંબૂદ્વીપનો વ્યાસ એક લાખ પ૬ હજાર જેટલો છે. | વક્ષસ્કાર-૬-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (વક્ષસ્કાર-૭) [250-25] હે ભદત ! આ બૂઢીપ નામક મધ્ય દ્વીપમાં કેટલા ચંદ્રો પહેલાં ભૂતકાળમાં ઉદ્યોત આપનારા થયા છે ! વર્તમાનકાળમાં કેટલા ચન્દ્રમાઓ ઉદ્યોત આપે છે ? અને ભવિષ્યનું કાલમાં કેટલા ચન્દ્રો ઉદ્યોત આપશે ? કેટલા સૂર્યો ભૂતકાળમાં આતપપ્રદાન કરનારા થયા છે ? વર્તમાનકાળમાં કેટલા સૂર્યો આતમઘન કરે છે ? અને ભવિષ્યકાળમાં કેટલા સૂર્યો આત પ્રદાન કરશે? વગેરે હે ગૌતમ! જંબદ્વીપ નામક આ. મધ્ય દ્વીપમાં પૂર્વકાળમાં બે ચન્દ્રમાઓએ પ્રકાશ આપેલો છે. આપી રહ્યા છે. અને આપશે, બે સૂયએ તાપ પ્રદાન કર્યું છે. કરે છે અને કરશે. પદ નક્ષત્રોએ અહીં પૂર્વકાળ માં યોગ પ્રાપ્ત કરેલ છે. પ્રાપ્ત કરે છે અને પ્રાપ્ત કરશે. આ પ્રમાણે 176 મહાગ્રહોએ અહીં પૂર્વકાળમાં ગતિ કરી છે, ગતિ કરે છે. અને કરતા રહેશે. 13350 તારાગણોની કોટાકોટીએ પૂર્વકાળમાં અહીં શોભા કરી છે, શોભિત થઈ રહ્યા છે અને શોભિત થશે. હે ભદંત! સૂર્યમંડળો કેટલા કહેવામાં આવેલા છે? હે ગૌતમ! 184 સૂર્યમંડળ કહેવામાં આવેલા છે. હે ભદત ! જંબૂઢીપ નામક દ્વીપમાં કેટલા ક્ષેત્રને અવ ગાહિત કરીને કેટલા સુર્યમંડળો કહેવામાં આવેલા છે? હે ગૌતમ! જેબૂદ્વીપ નામક દ્વીપમાં 180 યોજના ક્ષેત્રને અવગાહિત કરીને આગત ક્ષેત્રમાં 65 સૂર્યમંડળો કહેવામાં આવેલા છે. લવણસમુદ્રમાં 33048 1 યોજન પ્રમાણ ક્ષેત્રને અવગાહિત કરીને આવેલ સ્થાનમાં 119 સૂર્યમંડળો આવેલા છે. આ પ્રમાણે જંબૂઢપગત સૂર્યમંડળ ૬પ અને લવણસમુદ્ર ગત 119 મંડળો જડવાથી 184 સૂર્યમંડળો થઈ જાય છે. હે ગૌતમ! 10 યોજનના અંતરથી સર્વ બાહ્ય સૂર્યમંડળ કહેવામાં આવેલું છે. હે ગૌતમ ! એક સૂર્યમંડળથી બીજા સૂર્યમંઢળનું અંતર અવ્યવધાનની અપેક્ષાએ બે યોજન જેટલું કહેવામાં આવેલું છે. હે ગૌતમ એક યોજનાના 61 ભાગ કરવાથી તેમાંથી 48 ભાગ પ્રમાણ એક સૂર્યમંડળના આયામ-વિખંભો છે. તથા 48 ને ત્રણ ગણા કરવાથી 144 ભાગ યોજન પ્રમાણ વધે છે, એમાં 2 યોજન અને 22 ભાગ શેષ રહે છે. તો આ પ્રમાણે કંઈક વધારે 2 - 22 61 યોજન જેટલો પરિક્ષેપ કહેવામાં આવેલ છે. તેમજ આની ઉચ્ચતા એક યોજનના 61 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org