Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 232 જબુતીવપત્તિ-પર૪૩. બધા ઇન્દ્રોએ પણ પોત-પોતાના પરિવાર સાથે પ્રભુનો અભિષેક કર્યો. - ત્યાર બાદ ઈશાનેન્દ્ર પાંચ ઈશાનેન્દ્રોની વિકુણા કરી. એમાંથી એક ઈશાનેન્દ્ર ભગવાન તીર્થંકરને પોતાના કરતલ સંપુટમાં ઉઠાવ્યા. અને પકડીને પૂર્વદિશા તરફ મુખ રાખીને સિંહાસન પર બેસાય બીજા ઈશાનેન્દ્ર પાછળ ઊભા રહીને પ્રભુ ઉપર છત્ર તાર્યું. બે ઈશાનેન્દ્રો એ બન્ને તરફ ઊભા રહીને પ્રભુ ઉપર ચામર ઢોળાવની શરૂઆત કરી. એક ઈશાને હાથમાં ફૂલ લઈને પ્રભુની સામે ઊભો રહ્યો. ત્યારબાદેવેન્દ્ર દેવરાજ શકે પોતાના અભિયોગિક દેવોને બોલાવ્યા અને બોલાવીને તેણે પણ અચ્યતેન્દ્રની જેમ તે બધાને અભિષેક યોગ્ય સામગ્રી એકત્ર કરવાની આજ્ઞા કરી. ત્યાર બાદ દેવેન્દ્ર દેવરાજ શકે ભગવાન તીર્થકરની ચારે દિશાઓમાં ચાર સફેદ વૃષભોની વિદુર્વણા કરી. એ ચાર વૃષભો શંખના ચૂર્ણ જેવા અતિનિર્મળ દધિના ફીણ જેવા. ગો-ક્ષીર જેવા, તેમજ રજત સમૂહ જેવાં શ્વેતકર્ણવાળા હતાં. પ્રાસાદિય-મનને પ્રસન્ન કરનાર હતા, દર્શનીય-દર્શન યોગ્ય હતા, અભિરૂપ અને પ્રતિરૂપ હતા. આ ચારે વૃષ ભોના આઠ ઇંગોથી આઠ જળ ધારાઓ નીકળી રહી હતી. એ આઠ જળ ધારાઓ ઉપર આકાશ તરફ જઈ રહી હતી-ઉછળી રહી હતી. અને ઉછળીને એકત્ર થઈ જતી હતી. પછી તે ભગવાન તીર્થંકરના મસ્તક ઉપર પડતી હતી. ત્યાર બાદ દેવેન્દ્ર દેવરાજ શક્રે પોતાના 84 હજાર સામાનિક દેવો તેમજ 33 ત્રાયાસત્રિશ દેવો આદિથી આવૃત્ત થઈને તે સ્વાભાવિક તેમજ વિકર્વિત કળશો વડે ખૂબજ ઠાઠ-માઠથી તીર્થંકર પ્રભુનો અભિષેક કર્યો. અભિષેક બાદ શકે પણ અય્યતેન્દ્રની જેમ પ્રભુની પૂર્વોક્ત સિદ્ધ-બુદ્ધ આદિ પદો વડે સ્તુતિ કરતાં તેમની વંદના કરી. અને નમસ્કાર કર્યો. ત્યાર બાદ તે તેઓશ્રીની સેવા કરવાની ભાવનાથી પોતાના યથોચિત સ્થાને આવીને ઊભો રહ્યો. [24] ત્યાર બાદ તે દેવેન્દ્ર દેવરાજ શકે પાંચ શક્રોની વિમુર્વણા કરી. એમાંથી એક શક્રના રૂપે ભગવાન તીર્થકરને પોતાના કરતલ પુટમાં ઉપાદ્યા એક બીજા શક્ર રૂપે પાછળ ઊભી રહીને તેમની ઉપર છત્ર તાર્યું. બે શક્રોના રૂપોએ ભગવાનના બને પાર્શ્વભાગમાં ઊભા રહીને તેમની ઉપર ચામર ઢોળ્યા. એક ચક્રના રૂપે હાથમાં વજ ધારણ કરીને તે તેમની સામે ઉભો રહ્યો. ત્યાર બાદ તે શક 84 હજાર સામાનિક દેવોથી. તેમજ યાવતુઅન્ય ભવનપતિ વાન વ્યંતર તથા જ્યોતિષ્ક દેવોથી અને દેવીઓથી આવૃત થઈને પોતાની પૂર્ણ ઋદ્ધિની સાથે-સાથે યાવતું વાદ્યોની તુમુલ ધ્વનિ યુક્ત તે ઉત્કૃદિ વિશેષણોવાળી ગતિથી ચાલતો-ચાલતો જ્યાં ભગવાન તીર્થંકરનું જન્મ નગર હતું અને તેમાં પણ જ્યાં તીર્થંકરના માતાશ્રી હતાં ત્યાં આવ્યો. આવીને તેણે ભગવાન તીર્થંકરને માતાની પાસે મૂકી દીધા અને જે તીર્થંકરના અનુરૂપ બીજું રૂપ બનાવીને તેમની પાસે મૂક્યું હતું તેનું પ્રતિસંહરણ કરી લીધું જિન પ્રતિકૃતિને પ્રતિ હરિત કરીને માતાની નિદ્રાને પણ પ્રતિસંહરિત કરી દીધી. નિદ્રાને પ્રતિસંહરિત કરીને પછી તેણે ભગવાન તીર્થંકરના ઓશિકા તરફ એક ક્ષોભ યુગલ અને કુંડળ યુગલ મૂકી દીધાં. - ત્યાર બાદ તેણે એક શ્રી દામકાંડ કે જે તપનીય સુવર્ણના ઝુમન કથી યુક્ત હતું સુવર્ણના વર્ષોથી મંડિત હતું એવું અનેક મણિઓથી તેમજ રત્નોથી નિર્મિત વિવિધ હારોથી, અધહારોથી, ઉપશોભિત સમુદાય યુક્ત હતું તેને ભગવાન તીર્થંકરની ઉપર તાણવામાં આવેલા ચંદરવામાં લટકાવી દીધું. ભગવાન તીર્થંકર તે ઝુંબનક યુક્ત શ્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org