Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ વખારો-૫ 231 દેવોએ ચાર પ્રકારનું નાટ્ય-નર્તન કર્યું. નાટકોના તે ચાર પ્રકારો આ પ્રમાણે અંચિત 1, તૃત 2, આરભટ૩, અને ભસોલ 4. કેટલાક દેવોએ ચારે પ્રકારનો અભિનય કર્યો. તે ચાર પ્રકારનો અભિનય આ પ્રમાણે છે. દ્રાન્તિક, પ્રતિકૃતિક, સામાન્યતો વિનિપાતિક તેમજ લોક મધ્યાવસાનિક કેટલાક દેવોએ 32 પ્રકારની દિવ્ય નાટ્ય વિધિઓનું પ્રદર્શન કર્યું. કેટલાક દેવોએ ત્યાં તાંડવ નામક નાટક કર્યું. કેટલાક દેવોએ રાસ લીલા કરી. કેટલાક દેવોએ પોતાની જાતને અતી ધૂળ રૂપમાં પ્રદર્શિત કરવા રૂપ અભિનય કર્યો, કેટલાક દેવોએ ક્રમશઃ પીનત્વાદિ બધા કાર્યો કર્યા. કેટલાક દેવોએ ઘોડાઓની જેમ હણ હણવાનો આ પ્રમાણે કેટલાક દેવોએ હાથીની જેમ ચિંઘાડવાની-ચીસો પાડવાની. શરૂઆત કરી. કેટલાક દેવોએ રથોની જેમ પરસ્પરમાં સંઘદૃન કર્યું આ પ્રમાણે વિજયના પ્રકરણમાં કહ્યા મુજબ દેવો ચોમેરથી સારી રીતે અલ્પઅલ્પ પ્રમાણમાં અને પ્રકર્ષ રૂપમાં દોડ્યા. ત્યાર બાદ સપરિવાર અય્યતેન્દ્ર તીર્થંકરનો તે વિશાળ અભિષેકની સામગ્રીથી અભિષેક કર્યો. આનીત પવિત્ર ઉદકથી પ્રભુને સ્નાન કરાવ્યું. સ્નાન કરાવીને પછી તેણે પ્રભુને બન્ને હાથોની અંજલિ બનાવીને નમસ્કાર કર્યો અને જયવિજય શબ્દ વડે તેઓ શ્રીને અભિનંદિત કયી. યાવતું કાન્ત, પ્રય, મનોજ્ઞ, વચનોથી જય-જય શબ્દોનો પુનઃ પ્રયોગ કર્યો. પ્રભુના શરીરનું પસ્મલ, સુકુમાર, સુગંધિત વસ્ત્રથી પ્રોપ્શન કર્યું. પ્રભુને વસ્ત્ર અને અલંકારોથી વિભૂષિત કર્યા. એથી પ્રભુ તે વખતે સાક્ષાત કલ્પ વૃક્ષ જેવા લાગવા માંડ્યા. પાંચ વર્ષોથી યુક્ત પુષ્પો વડે પૂજા કરી. તે પૂજામાં જાન્સેધ પ્રમાણ પુષ્પોનો ઢગલો કર્યો. આ પ્રમાણે જાનૂન્સેધ પ્રમાણ પુષ્પોની ઊંચી રાશી કરી તેણે ચન્દ્રકાન્ત કર્યેતનાદિ રત્ન, વજ અને વૈડૂર્ય એમનાથી જેનો વિમલ દંડ બનાવવામાં આવ્યો ગન્ધોત્તમ ધૂપથી તે યુક્ત છે, તેમજ જેમાંથી ધૂપ-શ્રેણીઓ નીકળી રહી છે, એવા ધૂપ કિડુચ્છકધૂપ સળગાવવાના કટાહ કે જે વૈડૂર્ય રત્નથી નિર્મિત હતો લઈને ખૂબ જ સાવધાની પૂર્વક તેમાં ધૂપ સળગાવ્યો. ધૂપ સળગાવીને પછી તેણે જિનવરેન્દ્રની સાત-આઠ ડગલા આગળ વધીને દશે આંગળીઓ જેમાં પરસ્પર સંયુક્ત થયેલી છે, એવી અંજલિ બનાવીને 108 વિશુદ્ધ પાઠોથી યુક્ત એવા મહા કાવ્યોથી કે જેઓ અર્થ યુક્ત હતા, ચમત્કારી બંગ્યોથી યુક્ત હતા. તેમજ અપુનરા હતા-તેણે સ્તુતિ કરી. - સ્તુતિ કરીને પછી તેણે પોતાના વામ જાનુને ઊંચો કર્યો. ઉંચો કરીને યાવતુ બને હાથ જોડીને, મસ્તક ઉપર અંજલિ બનાવીને સ્તુતિ કરી. તે સિદ્ધ ! હે નીરજ ! કર્મજ રહિત ! હે શ્રમણ ! હે સમાહિત ! અનાકુલ ચિત્ત, કત કર્યો હોવાથી અથવા અવિસંવાદિત વચનોવાળા હોવાથી, હે સમાપ્તાહે નિર્ભય ! હે-નીરાગદ્વેષ ! હે નિર્મમ ! હે નિસ્ટંગ ! હે નિઃશલ્ય ! હે માન મૂરણ ! હે માન મર્દન ! હે ગુણ રત્ન શીલ સાગર! હે અનંત ! હે અપ્રમેય ! હે ભવ્ય-મુક્તિ ગમન યોગ્ય, હે ધર્મવર ! ચાતુરત્તર ચક્રવર્તિનું અરિહંત ! જગન્યૂજ્ય એવા આપને મારા નમસ્કાર છે. વન્દના તેમજ નમસ્કાર કરીને પછી તે પોતા ના યથોચિત સ્થાન ઉપર ધર્મ સાંભળવાની અભિલાષાવાળો થઈને યાવતુ પપાસના કરવા લાગ્યો. જે પ્રમાણે આ પૂર્વોક્ત પદ્ધતિ મુજબ અત્યતેન્દ્રના અભિષેક કૃત્ય સ્પષ્ટ કપવામાં આવ્યું છે તે પ્રમાણે જ પ્રાણાતેન્દ્ર યાવતુ ઇશાનેન્દ્રનું પણ અભિષેક-કન્ય કહી લેવું જોઈએ. આ પ્રમાણે ભવનપતિ વાનગૅતર તેમજ જ્યોતિષ્કના ઈન્દ્ર, ચન્દ્ર, સૂર્ય એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org