Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ વદ્ધાર-પ 229 મંજુઘોષી નામક હોય છે. એમના પદાત્યનીકાધિપતિ અને વિમાનકારી આભિયોગિક દેવો હોય છે. વ્યંતરોના આ પૂર્વોક્ત કથન મુજબ જ જ્યોતિષ્ક દેવોનું કથન પણ જાણવું જોઈએ. પરંતુ જ્યોતિષ્કોના કથનમાં જે બાબતમાં તફાવત છે તે આ પ્રમાણે છે- સમસ્ત ચન્દ્રોની ઘંટાઓ સુસ્વર નામક છે. સમસ્ત સૂર્યોની ઘંટાઓ સુસ્વર નિર્દોષ નામક છે. એ બધા મંદર પર્વત ઉપર આવ્યાં. ત્યાં આવીને બધા દેવોએ પ્રભુની પÚપાસના કરી. ત્યાર બાદ તે પૂર્વ વર્ણિત દેવેન્દ્ર દેવરાજ અય્યત-દ્વાદશ દેવલોકના અધિપતિએ કે જે 64 ઈન્દ્રોમાં મહાન લબ્ધ પ્રતિષ્ઠિત છે,આત્મિયોગિક દેવોને બોલાવ્યા. હે દેવાનુ પ્રિયો ! તમે લોકો યથા શીધ્ર તીર્થંકરના અભિષેકની સામગ્રી ઉપસ્થિત કરો. આ સામગ્રી મહાઈવાળી હોય, જેમાં મણિ કનક રત્ન વગેરે પદાથ સમ્મિલિત હોય, મહાઈ હોય, વિશિષ્ટ મૂલ્યવાળી હોય. મહાઈ હોય-ઉત્સવ લાયક હોય, વિપુલ હોય માત્રામાં ખૂબ વધારે હોય આ પ્રમાણે પોતાના સ્વામીની આજ્ઞા સાંભળીને તે આભિયોગિક દેવો હર્ષાવેશમાં ત્યાંથી ઈશાન કોણ તરફ રવાના થયા. ઈશાન કોણ તરફ જઈને ત્યાં તેમણે વૈક્રિય સમુઘાત કર્યો. વૈકિય સમુઘાત કરીને પછી તેમણે 1008 સુવર્ણ કળશોની, 1008 રૂપ્યમય કળશોની 1008 મણિમય કળશોની, 108 સુવર્ણ રૂપ્યમય કળશોની 1008 સુવર્ણ મણિમય કળશોની, 1008 રૂપ્ય મણિમય કળશો, 1008 સુવર્ણરૂપ્ય મણિમય કળશોની 1008 માટીના કળશોની 1008 ચંદનના કળશોની 1008 ઝારી ઓની, 1008 દર્પણોની, 1008 થાળોની 1008 પાત્રીઓની, 1008 સુપ્રતિષ્ઠકોની, 1008 ચિત્રોની, 1008 રત્ન કરંડકોની 1008 વાત કરંડકોની 1008 પુષ્પ ચંગેરિકા ઓની વિકવણા કરી. જે પ્રમાણે રાજપ્રશ્રીય સૂત્રમાં ઈન્દ્રાભિષેક વખતે સૂયભ દેવના, પ્રકરણમાં સમસ્ત ચંગેરીકાઓની સમસ્ત પૂષ્પ પટલોની વિફર્વણા કરવામાં આવી હતી. તે પ્રમાણે જ અહીં પણ એ બધી અભિષેક યોગ્ય સામગ્રીની અતિ વિશિષ્ટ રૂપમાં વિકવણા કરવામાં આવી હતી, એવું સમજવું. આ પ્રમાણે તે દેવોએ 1008 સિંહાસનોની, 1008 છત્રોની, 1008 ચામરોની, 1008 તેલ સમુદ્રકોની યાવતું એટલા જ કોષ્ઠ સમુદ્રકોની, સર્ષવ સમુત્રકોની, તાલ વૃત્તોની યાવતુ 1008 ધૂપ કડુચ્છકોની પછી તે દેવલોકમાં, દેવલોકની જેમ સ્વયંસિદ્ધ શાશ્વત કળશોને તેમજ વિક્રિયાથી નિષ્પાદિત કળશોને યાવતું ભંગારથી માંડીને વ્યંજનાન્તની વસ્તુઓને અને ધૂપકડુચ્છકોને લઈને જ્યાં ક્ષીર દસમુદ્ર હતો. ત્યાં આવ્યા. ત્યાં આવીને તેમણે તેમાંથી ક્ષીરોદક કળશોમાં ભર્યું. શીરોદક ભરીને પછી તેમણે ત્યાં જેટલા ઉત્પલો હતાં, પો હતાં, યાવતુ સહસ્ત્ર પત્રવાળો કમળો હતાં. તે બધાને લીધાં અહીં પુષ્કરોદક નામક તૃતીય સમુદ્રમાંથી તેમણે ઉદકાધિક લીધાં. પછી મનુષ્ય ક્ષેત્ર સ્થિત પુષ્કરવર હીપાધના ભરત ઐરાવતના માગધાદિક તીથોંમાં આવીને તેમણે ત્યાંથી પાણી અને કૃત્તિકા લીધાં. ત્યાંથી પાણી અને મૃત્તિકા લઈને પછી તેમણે ત્યાંની ગંગા વગેરે મહા નદીઓનું પાણી યાવતુ ઉદક ઉભય તટની મૃત્તિકા લીધી. તથા. ક્ષદ્ધ હિમવાનુ પર્વતથી સમસ્ત આમલક આદિ કષાય દ્રવ્યોને, ભિન્ન- ભિન્ન જાતિના પુષ્પોને, સમસ્ત ગબ્ધ દ્રવ્યોને ગ્રથિતાદિ ભેદવાળી માળાઓને, રાજહંસી વગેરે મહૌષધિઓને અને સર્ષપોને લીધાં. પદ્મદ્રહથી દ્રહોદક અને ઉત્પલાદિ લીધાં. એજ કુલ પર્વતમાંથી, વૃત્ત વૈતાઢ્યોમાંથી તેમજ સર્વ મહા સમુદ્રોમાંથી સમસ્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org