Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 226 જબુતીવપન્નત્તિ-પ૨૨૯ ભાગમાં થતો જ્યાં આગ્નેય કોણમાં રતિકર પર્વત હતો, ત્યાં આવ્યો. ઇત્યાદિ સૂયભિદેવની વક્તવ્યતા મુજબ જાણવું. દિવ્ય યાનવિમાન રૂપ જે પાલક નામક વિમાન હતું, તેને સંકુચિત કરવા માટે તેણે તેના વિસ્તારને કે જે જમ્બુ દ્વીપ જેટલો હતો, કમ કરી નાખ્યો. આ પ્રમાણે સર્વ રીતે સંકોચ કરતો કરતો યાવતુ તે જ્યાં જમ્બુદ્વીપ નામક દ્વીપ હતો અને તેમાં પણ જ્યાં ભરત. ક્ષેત્ર હતું, અને તેમાં પણ જ્યાં ભગવાનનો જન્મ થયો તે નગર હતું. અને તેમાં પણ જ્યાં ભગવાન તીર્થકરનું જન્મ ભવન હતું ત્યાં ગયો તે શકે ભગવાન તીર્થકરના જન્મભવનની. ત્રણ વાર તે દિવ્ય વિમાનથી પ્રદક્ષિણા કરી. પછી, તે શક્રે ભગવાન તીર્થંકરના જન્મ ભવનના ઈશાન કોણમાં ચાર અંગુલ અદ્ધર જમીન ઉપર તે દિવ્ય યાન-વિમાનને સ્થા પિત કર્યું. સ્થાપિત કર્યા બાદ તે શક્ર પોતાની આઠ અગ્રમહિષીઓ તેમજ બે અનીકો ગન્ધવનીક અને નાટ્યાનીક-ની સાથે તે દિવ્ય યાનવિમાનના પૂર્વ તરફના ત્રિસોપાન પ્રતિરૂપકો ઉપર થઈને નીચે ઉતર્યો. તે દેવેન્દ્ર દેવરાજ શક જ્યારે ઉતરી ગયો ત્યારે તેના 84 હજાર સામાનિક દેવો તે દિવ્ય યાનવિમાનમાંથી તેની ઉત્તર દિશાના વિસોપાન પ્રતિરૂપકો ઉપર થઈને નીચે ઉતર્યા. શેષ દેવ અને દેવીઓ તે દિવ્ય યાનવિમાનમાંથી તેની દક્ષિણ દિશા તરફના ત્રિસોપાન પ્રતિરૂપકો ઉપર થઈને નીચે ઉતર્યા. ત્યાર પછી તે દેવેન્દ્ર દેવરાજ શક્ર 84 હજાર સામાનિક દેવોની સાથે તેમજ આઠ અગ્ર મહિષીઓની તથા અનેક દેવ-દેવીઓની સાથે સાથે, પોતાની ઋદ્ધિ વુતિ વગેરેથી યુક્ત થઈને દુદુભિ ના નિર્દોષ સાથે જ્યાં ભગવાન તીર્થંકર અને તેમના માતાબિરાજતા હતા ત્યાં ગયા. ત્યાં જઈને તેણે પ્રભુને જોતાં જ પ્રભુને અને તેમના માતાશ્રીને પ્રણામ કર્યા પ્રણામ કરીને પછી તેણે તીર્થકર અને તેમના માતાશ્રીની ત્રણ વાર પ્રદક્ષિણા કરી. પ્રદક્ષિણા કરીને પછી તેણે બને હાથોને અંજલિ કરી હે રત્નકુક્ષિધારિકે ! હે રત્ન રૂપ તીર્થકરને પોતાના ઉદરમાં ધારણ કરનારી હે માતા ! તમને મારા નમસ્કાર હો. આમ જે પ્રમાણે દિકુમારિકાઓએ સ્તુતિના રૂપમાં પહેલાં કહ્યું છે, તેવું જ અહીં ઈદ્ર સ્તુતિના રૂપમાં કહ્યું. આમ કહીને તેણે માતાને નિદ્રામાં મગ્ન કરી દીધી. નિદ્રા મગ્ન કરીને પછી તેણે જિન સદ્રશ રૂપની વિદુર્વણા કરી વિમુર્વણા કરીને તે શિશુને તીર્થકર માતાની પાસે મૂકી દીધો. ત્યાર બાદ તે પોતે પાંચ રૂપવાળો બની ગયો. એક શુક્રની રૂપે ભગવાન તીર્થંકરને પોતાના કરતલ ૫ટમાં ઉપાડ્યા એક કે ભગવાનની ઉપર છત્ર આચ્છાદિત કર્યું. બે શકોએ ભગવાનની બને તરફ ઊભા રહીને તેમની ઉપર ચમર ઢોળવા લાગ્યા. તથા એક શક હાથમાં વજ લઈને ભગવાનની આગળ આગળ ચાલવા લાગ્યો. ત્યાર બાદ તે દેવેન્દ્ર દેવરાજ શક અન્ય અનેક ભવનપતિ, વાનવ્યત્તર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવો થી તેમજ દેવીઓથી યુક્ત થયેલો તે પોતાની સમસ્ત ઋદ્ધિ મુજબ ખૂબજ માંગલિક વાદ્ય-નૃત્યાદિકો. સાથે-સાથે તે પોતાની ઉત્કૃષ્ટ ગતિથી ચાલતો ચાલતો જ્યાં મન્દર પર્વત હતો અને તેમાં પણ જ્યાં પંડકવન હતું અને તેમાં પણ જ્યાં અભિષેક શિલા હતી. તેમજ અભિષેક સિંહાસન હતું ત્યાં ગયો. ત્યાં જઈને તે પૂર્વ દિશા તરફ મુખ કરીને સિંહાસન ઉપર બેસી ગયો. [૨૩૦-૨૩પ તે કાળે તે સમયે દેવેન્દ્ર દેવરાજ ઈશાન કે જેના હાથમાં ત્રિશૂલ છે. વાહન જેનું વૃષભ છે. સુરોને જે ઈન્દ્ર છે. ઉત્તરાદ્ધલોકનો જે અધિપતિ છે, અઠ્યાવીસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org