Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ વબારો-૫ 225 થયેલા શિશિર કાળના બાલ સૂર્યનો કે રાત્રિમાં પ્રજ્વલિત ખદિરના અંગારાનો કે ચોમેરથી કુસુમિત થયેલા જપાવાનનો કે કિંશુક વનનો કે કલ્પ મોના વનનો વર્ણ હોય છે તેવો જ આનો વર્ણ હતો. વિફર્વણા કરીને તે પાલક દેવ જ્યાં દેવેન્દ્ર દેવરાજ શક હતો ત્યાં ગયો અને ત્યાં જઈને તેણે બન્ને હાથોને જોડીને વિનયપૂર્વક શક્રને જય-વિજય શબ્દથી વધામણી આપતાં યાનવિમાન પૂર્ણ રૂપમાં નિષ્પન્ન થયું છે, એવી ખબર આપી. [22] પાલક દેવ દ્વારા દિવ્ય યાનવિમાનની આજ્ઞા મુજબ નિષ્પત્તિ થઈ જવાની ખબર સાંભળીને હર્ષિત હદય થઈને દિવ્ય જિનેન્દ્રની સામે જવા યોગ્ય એવાં સર્વ અલંકારોથી વિભૂષિત ઉત્તર વૈક્રિય રૂપની વિદુર્વણા કરી. પછી તે આઠ અગ્રમહિષી ઓની સાથે તેમજ તે અગ્રમહિષીઓના પરિવાર ભૂત 16-16 હજાર દેવીઓની સાથે નાટ્યાનીક તેમજ ગંધાનીક સાથે તે દિવ્ય યાનવિમાનની ત્રણ પ્રદક્ષિણાઓ કરીને પૂર્વ દિગ્ગત ત્રિ-સોપાન ઉપર થઈને તેની ઉપર આરૂઢ થયો. તે પૂર્વ દિશા તરફ મુક કરીને સિંહાસન ઉપર બેસી ગયો. યાવતુ તેની સામે પ્રત્યેકપ્રત્યેક આઠ આઠની સંખ્યામાં મંગલ દ્રવ્યો ક્રમશઃ પ્રશ્ચિત કરવામાં આવ્યાં. ત્યાર બાદ પૂર્ણ કળશ, ભૂંગારક, ઝારી, દિવ્ય છત્ર, ચામર સહિત પતાકાઓ-આગળ-આગળ ચાલી. ત્યાર બાદ વાયુથી વિકંપિત થતી વિજય વૈજયંતીઓ ચાલી. વિજય વૈજયંતીઓ અતીવ ઊંચી હતી અને તેમનો અગ્રભાગ આકાશ તળીને સ્પર્શી રહ્યો હતો. ત્યાર બાદ છત્ર, ભંગાર એ સર્વના પ્રસ્થાન પછી મહેન્દ્રધ્વજ પ્રસ્થિત થયો. આ મહેન્દ્રધ્વજ રત્નમય હતો. એનો આકાર વૃત્ત ગોળ તેમજ લછ–મનોજ્ઞ હતો. એ સુશ્લિષ્ટ-મસૃણ સુચિક્કણ હતો. ખર સાણથી ઘસવામાં આવેલી પ્રસ્તર પ્રતિમાની જેમ એ પરિકૃષ્ટ હતો. સુકુમાર શાણ ઉપર ઘસવામાં આવેલી પાપાણ પ્રતિમાની જેમ આ મૃણ હતો, સુપ્રતિષ્ઠિત હતો. એથી જ આ શેષ ધ્વજોની અપેક્ષાએ વિશિષ્ટ હતો. તેમજ અનેક પાંચ રંગો વાળીકુડભિઓના-લઘુ પતાકાઓના સમુહોથી એ અલંકત હતો. હવાથી કંપિત વિજયવૈજયંતીથી તેમજ પતાકાતિપાતાકા ઓથી તથા છત્રાતિછત્રોથી એ કલિત હતો. એ તુંગ ઊંચો હતો. એનો અગ્રભાગ આકાશ તલને સ્પર્શી રહ્યો હતો. ત્યાર બાદ જેમણે પોતાના કર્મ અનુરૂપ વેષ પહેરી રાખ્યો છે, એવી પાંચ સેના ઓ તેમજ પૂર્ણ સામગ્રી યુક્ત સુસજ્જિત થઈને જેમણે સમસ્ત અલંકારો ધારણ કર્યો છે એવા પાંચ અનીકાધિ- પતિઓ હાથાક્રમથી સંપ્રસ્થિત થયા. ત્યાર બાદ અનેક આભિ યોગિક દેવો અને દેવીઓ સંપ્રસ્થિત થયાં એ બધાં દેવ-દેવીઓ પોત-પોતાના રૂપોથી, પોત-પોતાના કર્તવ્ય મુજબ ઉપસ્થિત વૈક્રિય સ્વરૂપોથી યાવતુ પોત-પોતાના વૈભવથી. પોત-પોતાના નિયોગથી યુક્ત થયેલાં દેવેન્દ્ર દેવરાજ શક્રની આગળ-પાછળ અને ડાબી જમણી તરફ યથા ક્રમે પ્રસ્થિત થયા. ત્યાર બાદ અનેક સૌધર્મ કલ્પવાસી દેવ અને દેવીઓ પોતપોતાની સમસ્ત ક્ષદ્ધિથી સમ્પન થઈને ચાન-વિમાનાદિ રૂપ સંપત્તિથી યુક્ત થઈને પોતપોતાના વિમાનો ઉપર ચઢીને દેવેન્દ્ર દેવરાજ શુક્રની આગળ-પાછળ અને ડાબી અને જમણી તરફ ચાલવા લાગ્યાં. આ પ્રમાણે તે શક તે પાંચ પ્રકારની સેનાથી પરિવેષ્ટિત થયેલો યાવતું જ્યાં સૌધર્મ કલ્પનો ઉત્તર દિગ્વત નિયણ માગ હતો ત્યાં આવ્યો ત્યાં આવીને તે એક લાખ યોજન પ્રમાણ પગલાઓ ભરતો ભરતો તે પ્રસિદ્ધ ઉત્કૃષ્ટ યાવતું દેવગતિથી તિર્થગ લોક સંબંધી અસંખ્યાત દ્વીપ સમુદ્રોના ઠીક મધ્ય 15. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org