Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ લમ્બારો 2 23 સ્ત પ્રકારના આદર ભાવથી, સમસ્ત પ્રકારની વિભૂતિઓથી, સમસ્ત પ્રકારની વિભૂષા થિી તેમજ સમસ્ત પ્રકારના નાટકોથી યુક્ત થઈને ઈન્દ્રની પાસે આવી પહોંચો કોઇ પણ જાતની બાધા પણ હોય તો તે તરફ લક્ષ્ય રાખવું નહિ અને તુરંત ઈન્દ્ર પાસે પહોંચી જવું. જે દેવ જે પ્રકારનાં સુગંધિત પુષ્પોની માળા પહેરે છે, જે દેવ જે પ્રકારનાં અલંકારો પહેરે છે. તે દેવ તે પ્રકારની માળાઓ તેમજ અલંકારોથી સુશોભિત થઈને આવે હાથોમાં કટકો, ભુજાઓમાં ત્રુટિત-ભુજ બંધો પહેરીને આવે. આવતા સમયે તેઓ દિવ્ય વાદ્યોના તુમુલ ધ્વનિ સાથે આવે. તેઓ પોત-પોતાની ઈષ્ટ મંડળી સહિત તેમજ પોતાના પરિવાર સહિત અહીં આવે અને ત્વરિત ગતિથી આવે આવતી વખતે તેઓ બધા પોતપોતાના યાન-વિમાનોનો ઉપયોગ કરે. શકની પાસે ઉપસ્થિત થઈ જાય. આ પ્રમાણે તે હરિગ મેષી પદાત્યની કાધિપતિ દેવ જ્યારે પોતાના સ્વામી શુક્ર વડે આજ્ઞાપિત થયો તો તે હૃષ્ટતુષ્ટ યાવતુ થઈને કહેવા હે દેવ ! તમારી આજ્ઞા અમારા માટે પ્રમાણ છે. પ્રભુની આજ્ઞાના વચનો સ્વીકારી લીધી અને સ્વીકારીને તે ઈન્દ્રની પાસેથી રવાના થયો. રવાના થઈને તે જ્યાં સુધમસિભામાં મેઘોના સમૂહ જેવી ગંભીર, મધુરતર શબ્દવાળી તેમજ એક યોજના પરિમંડળવાળી સુઘોષા નામની ઘંટા હતી, ત્યાં આવ્યું. મેંઘોના રસિત જેવી ગંભીર, મધુરતર શબ્દવાળી તેમજ એક યોજન પરિમંડળવાળી સુઘોષા ઘંટાને ત્રણ વાર તાડિત કરી સૌધર્મ કલ્પમાં એક કમ 32 લાખ વિમાનોમાં, 1 કમ 32 લાખ બીજી ઘંટાઓ એકી સાથે રણકી ઉઠી. આ પ્રમાણે સૌધર્મ કલ્પ પ્રાસાદ્યમાં તેમજ વિમાનોના નિકૂટોમાં, ગંભીર પ્રદેશોમાં આ પ્રતિ શબ્ધ વર્ગણા રૂપ પુદ્ગલોથી ઉત્પન્ન થયેલા લાખો ઘંટાઓના ધ્વનિ ઓના ગણ ગણાટથી તે સકલ ભૂભાગ બધિર જેવો બની ગયો. તે આ પ્રમાણે જ્યારે સૌધર્મ કલ્પ શબ્દમય બની ગયો ત્યારે તે ઘણા સૌધર્મ કલ્પવાસી દેવ અને દેવીઓને કે જેઓ એકાન્ત રતિક્રિયાઓમાં તલ્લીન હતા અને એથી જ જેઓ વિષય સુખમાં એકદમ આકંઠ ડૂબી રહ્યા હતાં. તે સર્વને જ્યારે સુસ્વર ઘંટા-સુઘોષ ઘંટાના-તે સકલ સૌધર્મી દેવલોક કુક્ષિભરી કોલાહલથી પરિપૂર્ણ સસંભ્રમ સ્થિતિમાં પ્રતિબોધિત કયાં તેમજ ઘોષણા જન્ય કૌતૂહલથી જેમણે તે ઘોષણાને સાંભળવામાં પોતાના કાનો લગાવ્યા છે તે ઘંટારવ પૂર્ણ રૂપમાં શાન્ત-પ્રશાન્ત થઈ ગયો ત્યારે તે સ્થાનો ઉપર જોર-જોરથી ઘોષણા કરતાં કહ્યું હે સૌધર્મ કલ્પવાસી દેવ અને દેવીઓ આપ સર્વે અતીવ આનંદપૂર્વક સૌધર્મ કલ્પતિમાં હિતસુખાર્થ મારા આ વચનો સાંભળો શબ્દ હર્ષ ઘોતક છે. આ વચન જન્માત્તરમાં પણ કલ્યાણ કારી છે એથી હિત સ્વરૂપ છે અને આ ભવમાં સુખદાયક છે, એથી સુખાર્થ રૂપ છે આપ સર્વ શીધ્ર યાવતું શક્રની પાસે ઉપસ્થિત થાઓ. “અહીં સુધીની આજ્ઞાને ઘોષણાના રૂપમાં સંભળાવી દીધી. ત્યાર બાદ તે દેવ અને દેવીઓ અને વાતને સાંભળીને હષ્ટ-તુષ્ટ યાવતુ હર્ષથી જેમના દયો ઉછળી રહ્યા છે એવાં થઈ ગયાં. એ સર્વમાંથી કેટલાક દેવ-દેવીઓ આ અભિપ્રાયથી શક્ર-ઈન્દ્રની પાસે આવ્યાં કે અહીં અમે ત્રિભુવન ભટ્ટારક ને, પ્રશસ્ત કાય, વારૂ મનની પ્રવૃત્તિ રૂપ અભિવાદન કરીશું. કેટલાંક દેવ-દેવીઓ આ અભિપ્રાયથી ઈન્દ્રની પાસે આવ્યાં કે ત્યાં જઈને અમે ગધે. માલ્યાદિકનું અર્પણ કરીને પ્રભુને અન્તઃકરણ પૂર્વક નમસ્કાર કરીશું. કેટલાંક દેવ-દેવીઓ એ અભિપ્રાયથી શક પાસે આવ્યા કે ત્યાં જઈને પ્રભુની સ્તુતિ વગેરે દ્વારા અમે પ્રભુની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org