Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 221 - - વખારો-૫ સાથે અરણિકાષ્ઠને સંયોજિત કર્યું. સંયોજિત કરીને પછી બને તેમણે ઘસ્યાં ઘસીને તેમણેઅગ્નિને સળગાવ્યો. સળગાવીને તે ગોશીષ ચન્દનના લાકડાઓને તેમાં નાખ્યા. અગ્નિને પ્રજ્વલિત ક. સમિતુ કાષ્ઠો નાખ્યાં. તેમાં ઈધન નાખ્યા. પછી તેમણે ભૂતિ કર્મ કર્યું. તેમણે રાખની પોટ્ટલિકા બનાવી જિન અને જિનજનની ની શાકિની વગેરે દર દેવીઓથી તેમજ દ્રષ્ટિ દોષથી રક્ષા કરનારી તૈયાર કરી અને પછી તે પોટ્ટલિકા તે તેમના ગળામાં બાંધી દીધી. બાંધ્યા બાદ તેમણે અનેક મણિઓ અને રત્નોની જેમાં રચના થઈ રહી છે અને એનાથી જ જે વિચિત્ર પ્રકારના છે, એવા બે ગોળ પાષાણો ઉઠાવીને તેમણે ભગવાન તીર્થંકરના કર્ણમૂલ ઉપર લઈ જઈને વગાડ્યા. આપ ભગવાનું પર્વત બરાબર આયુષ્ય વાળા થાઓ. આ પ્રમાણે આશીર્વાદ આપ્યા બાદ તે રચક મધ્યવાસિની ચાર મહત્તરિક દિકકુમારીઓએ ભગવાન તીર્થકરને બન્ને હાથોમાં ઉઠાવ્યા. અને તીર્થંકરના માતાના બન્ને બાહુઓ પકડ્યા. પકડીને પછી જ્યાં ભગવાનું તીર્થંકરનું જન્મ ભવન હતું ત્યાં તેઓ આવી. ત્યાં આવીને તેમણે તીર્થંકરના માતાને શવ્યા ઉપર બેસાડ્યા. બેસાડીને પછી તેમણે ભગવાનું તીર્થકરને તેમની માતાની પાસે મૂકીને પછી તેઓ પોતાના સમુચિત સ્થાને ઊભી થઈ ગઈ અને પહેલાં ધીમા-ધીમાં સ્વરથી અને ત્યાર બાદ જોર-જોરથી જન્મોત્સવના માંગલિક ગીતો ગાવા લાગી. 227] તે કાળે અને તે સમયે દેવોનો ઈન્દ્ર દેવરાજ શક્ર દિવ્ય ભોગોનો ઉપભોગ કરી રહ્યો હતો જ પાણિ પુરંદર શતુકતુ સહસ્ત્રાક્ષ મધવાનું પાકશાસન આ દક્ષિણાઈ લોકનો અધિપતિ છે. ૩ર લાખ વિમાનો એના અધિકારમાં રહે છે. સુરોનો સ્વામી અરજમ્બર વસ્ત્રધર યથા સ્થાન જેની ઉપર માળાઓ મૂકાય છે એવા મુકુટને મસ્તક ઉપર ધારણ કરીને રહે છે. નવીન હેમ સુવર્ણથી નિર્મિત કુંડળ પહેરેલ ચિત્તની જેમ ચંચળ થતા એથી જ એના બન્ને ગાલો તે કુંડળોથી ઘસાતા રહે છે. એનું શરીર સદા. દીત રહે છે. એની. વનમાલા બહુ લાંબી રહે છે. એની વિમાનાદિ સમ્પતુ ઘણી વધારે હોય છે. એના આભરાદિકોની ઘુતિ બહુ જ ઊંચી હોય છે. એ અતિશય બલશાલી છે. એની કીતિ વિશાળ છે, એનો પ્રભાવ વિશિષ્ટ છે, એ વિશિષ્ટ સુખોનો ભોક્તા છે. એવા એ વિશેષણોવાળો તે શક્ર સૌધર્મકલ્પમાં સૌ ધર્મમવતંસક વિમાનમાં સુધમનિામક સભામાં શક્રનામક સિંહાસન ઉપર સમાસીન હતો તે ઈન્દ્ર પોતાના સૌધર્મ દેવલોકમાં રહીને 32 લાખ વિમાનો, 84 હજાર સામાનિકો. દેવો, 33 ત્રાયસ્ત્રિશ-દેવો, ચાર લોકપાલો, સપરિવાર આઠ અગ્રમહિષીઓ, ત્રણ પરિષદાઓ, સાત સૈન્યો, સાત અનીકાધિપતિઓ, 336000 આત્મરક્ષક દેવો, તથા અનેક સૌધર્મ કલ્પવાસી વૈમાનિક દેવો અને દેવીઓ ઉપર આધિપત્ય, પૌરપત્ય સ્વામિત્વ, ભર્તૃત્વ, મહત્વ અને આશ્વર સેનાપતિત્વ કરતો, તેમને પોતાના શાસનમાં રાખતો. નાટ્યગીત વગેરેમાં વગાડવામાં આવેલાં તંત્રી-તાલ વગેરે અનેક વાદ્યોના મધુર સ્વરોને સાંભળતો દિવ્ય ભોગોનો. ઉપભોગ કરતો રહેતો હતો. આટલામાં તે દેવેન્દ્ર દેવરાજનું આસન કંપાયમાન થયું. તે શકે પોતાના અવધિજ્ઞાનને વ્યાવૃત કર્યું. તીર્થકરને જોયા. હૃષ્ટતુષ્ટ અને ચિત્તમાં આનંદ યુક્ત થયો, તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org